હળવદમાં રૂ.20 કરોડના સિંચાઈ વિભાગના ભ્રષ્ટાચારના મામને કોંગ્રેસના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા જેલમાં ગયા બાદ હવે ભાજપના બે નેતાઓના નામ કરોડોના સરકારી કામમાં નામ બહાર આવ્યા છે. જેમાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહીલ કે જે હળવદમાં રહે છે. મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વલ્લભ પટેલ કે તેઓ હળવદમાં રહે છે. તેમના નામ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાજપના આ બન્નેનેતાઓને ભાગેડુ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ કેસમાં કૂલ 14 આરોપીઓ છે.
ભાજપ સરકારના પૂર્વ પંચાયત પ્રધાન અને તલાટી કૌભાંડમાં તેમની કટેરીનું નામ બહાર આવ્યું હતું કે જયંતી કાવડીયા અને ધ્રાંગંધ્રાના એક ખોવાયેલા નેતાના ખાસ નજીકના વ્યક્તિઓ છે.
આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય ધ્રર્મેન્દ્ર પટેલ, હળવદ તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ કોળી તથા બીજા રાજકીય અને બિનરાજકીય લોકોના નામ એફઆઈર અને આરોપનમામાં રજૂ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા સામે અદાલતમાં આરોપનામું રજુ કરવા માટે વિધાનસભાના અધ્યક્ષની મંજૂરી માંગવામાં આવી હતી જે મંજૂરી આવી જતાં હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ગેંગ ભ્રષ્ટ્ચારમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.
મોરબીના ભાજપના મંત્રીએ ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા પછી પાછા ખેંચ્યા
મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ એમ ગોહિલે રૂપાણી સરકારના સિંચાઈ રાજ્ય પ્રધાન પરબત પટેલને પત્ર લખ્યો હતો કે, હળવદ તાલુકાની નાની સિંચાઈ યોજનામાં 309 કામમાં ભ્રષ્ટાચાર થયેલો છે. કામ કર્યા વગર નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે. તેથી 5 દિવસમાં તપાસ કરો. જો નહીં કરો તો જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે મારે મામલતદાર કચેરી સામે ઉપવાસ પર બેસવું પડશે. તેથી તાત્કાલિક ભ્રષ્ટ અધિકારીની સામે કાર્યવાહી કરી આપણી સરકારને એક નવી ભ્રષ્ટાચારની નોબતનો સામનો ન કરવો પડે તે માટે આપને જાણ કરું છું.
તેમણે 12 જૂલાઈ 2018મા પત્ર લખ્યો અને દોઢ મહિના પછી તેમણે બીજો પત્ર લખ્યો હતો. 30 સપ્ટેમ્બર 2018ના દિવસે મોરબીના કાર્યપાલક ઈજનેરને ભાજપના લેટર હેડ પર પત્ર લખીને કહ્યું કે ના આવો કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. તેથી મેં જે પ્રધાનને પત્ર લખેલો તે દફતરે કરી દેવામાં આવે. ભાજપના તે લેટર હેડ પર કમળના નિશાન સાથે લખ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસ અને ગતિશીલ ગુજરાત. જેમાં તેમણે વંદે માતરમ પણ લખેલું છે.
20 કરોડનો ભ્રષ્ટાચાર
આ કામમાં 20 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક્યા બાદ અધિકારી કાનાણી હાલ જેલમાં છે. જેને છોડાવવા માટે ભાજપના મંત્રીએ કાળું કર્યું હોવાનો આરોપ તેમના પર મૂકવામાં આવે છે. એક ભ્રષ્ટાચાર થયો હોવાનું કહીને પછી ભ્રષ્ટાચાર થયો ન હોવાનું તેઓ કહે છે. જે ભાજપના નેતાઓની ભ્રષ્ટાચારમાં કેવી સંડોવણી છે તે બતાવે છે.
કોંગ્રેસના ધારાસભ્ય જેલમાં છે
હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરષોતમ સાબરીયાની નાની સિંચાઈના કામો માટે કૌભાંડમાં લાંચ માંગવા મામલે પોલીસે કરેલી ધરપકડ ના વિરોધમાં આજે કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોએ પ્રતિક ઉપવાસ કર્યા હતા. કોંગ્રેસ બેશરમીની હદ વટાવી ગઈ છે. પોતાના ધારાસભ્યની ઓડિયો ક્લિપના પુરાવા સાથે જ્યારે ભ્રષ્ટાચાર કરતાં પકડાયા તેનો બચાવ કરવા માટે કોંગ્રેસના બીજા ધારાસભ્ય બ્રિજેશ મેરજા પોલીસ સ્ટેશન સામે ધરણાં પર બેઠા હતા. કોંગ્રેસ દેવાળું કાઢવાની તૈયારી કરી રહ્યું છે. જે ધારાસભ્યનું રાજીનામું લેવું જોઈએ તેને બચાવવા માટે કોંગ્રેસ બચાવવા માટે ધરણાં કરે છે. આવી નફ્ફટાઈ તો ગુજરાતના રાજકારણમાં બહુ ઓછી જોવા મળી છે. ધારાસભ્ય સાબરીયાની ટિકિટ અલ્પેશ ઠાકોરે અપાવી હતી.
નફ્ફટ કોંગ્રેસ
ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાની અટકાયતને પગલે મોરબી જિલ્લાના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા , તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને ઠાકોર સેના દ્વારા એ ડીવીઝન પોલીસ મથક સામે ધરણા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસની છબી ખરાબ કરવાના બદઈરાદાથી પોલીસને હાથો બનાવીને ભાજપે કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ કરાવી છે એવો કોંગ્રેસ બેશરમ બનીને બચાવ કરી રહી છે. આવું અધઃપતન તો ક્યારેય જોવા નથી મળ્યું. હજુ બે દિવસ પહેલાં જ મોરબીમાં કોંગ્રેસ દ્વારા ઘરેઘર જઈને ભાજપના કૌભાંડ તથા તેણે આપેલાં વચનો પૂરા નહીં કરવાની ઝુંબેશ શરૂ કરી હતી.
પોલીસ પાસે પુરાવા
મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ તળાવો ઉંડા કરવા મોરબી જિલ્લાના વિવિધ તાલુકામાં અંદાજિત રૂ.20 કરોડથી વધુ રકમના 334 કામો મંજૂર કર્યા હતા. સિંચાઇ યોજના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ પોલીસ મથક માં 46 કામોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 66.91 લાખની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં થઈ હતી. આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે ? પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ 51 કામોમાં કુલ રૂા.1.12 કરોડનો ભ્રષ્ટાચાર તેમાં થયો હતો. કોંગ્રેસ આ ધરપકડ સંદર્ભે કાલથી પ્રતિક ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી.
વિધાનસભામાં પ્રશ્ન નહીં પૂછવાના રૂ.40 લાખ
હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયાએ ગુજરાત વિધાનસભામાં તળાવ કૌભાંડનો પ્રશ્ર્ન નહીં ઉઠાવવા તેમના વચેટિયા એવા વકીલ ભરત ગણેશીયા મારફતે રૂ.40 લાખમાં ડીલ થઈ હતી. જે પેટે રૂા.10 લાખ ધારાસભ્યને ચૂકવાયા હતા. અને બાકીની રકમના ચેક સંડોવાયેલી મંડળીના હોદ્દેદારો દ્વારા આપવામાં આવ્યા હતા જેમાં મોરબી પોલીસે હાલમાં તળાવ કૌભાંડમાં પુરાવા મેળવી ધારાસભ્ય અને તેમના મિત્ર એવા વકીલની ધરપકડ કરી હતી.
પ્રદેશ કોંગ્રેસ પણ ભ્રષ્ટાચારીને બચાવવા મેદાને
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જાહેર નિવેદન કરીને પોતાના ભ્રષ્ટ નેતાને બચાવવા કહ્યું હતું કે, ભાજપ શાસનમાં ખેત-તલાવડી, બોરીબંધ, તળાવ ઉંડા કરવાના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જમીન વિકાસ નિગમની કચેરીમાં સ્થળ પરથી જ 55 લાખ રૂપિયા જેટલી માતબર રકમ પકડાય તે જ બતાવે છે કે, છેલ્લાં પંદર વર્ષમાં જમીન વિકાસ નિગમ મારફત ભાજપ સરકાર અને તેમના મળતીયાઓએ કરોડો રૂપિયાની લૂંટ ચલાવી છે. મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને તમામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે અને મોરબી જિલ્લામાંથી ભાજપનો સફાયો થતાં બેબાકળી બનેલી ભાજપા યેનકેન પ્રકારે રાજકીય કિન્નાખોરીથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને અજાણી વ્યક્તિ સાથેની ઓડિયો વાતચીતના આધારે ધરપકડ કરી હતી. જેને કોંગ્રેસે પક્ષ સખત શબ્દોમાં વખોડી હતી.
કોંગ્રેસના નેતાઓની નૈતિકતા કેટલી હદે કથળી છે તે આ નિવેદનથી સ્પષ્ટ થાય છે.
(દિલીપ પટેલ)