20 Lakh Birds in Gujarat गुजरात में 20 लाख पक्षी
2025
ગુજરાતમાં 18 થી 20 લાખની પક્ષી વસ્તી સાથે ‘પક્ષી જીવન’ માટે સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે.
વૈશ્વિક પક્ષીઓના આવાગમન માટે દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 456 પક્ષી પ્રજાતિઓની વિવિધતા નોંધાઈ છે. જયારે સરહદી કચ્છ જિલ્લામાં 161 પ્રજાતિઓના 4.56 લાખ જેટલા પક્ષીઓ જોવા મળ્યા છે. જામનગર વિવિધ 221 પ્રજાતિઓની સાથે 4 લાખથી વધુ પક્ષીઓની સંખ્યા ધરાવે છે.
મહેસાણા, બનાસકાંઠા તેમજ અમદાવાદ એ પક્ષી જગતમાં નોંધપાત્ર ફાળો આપે છે જે ગુજરાત માટે પક્ષી જીવનનો અતુલ્ય વારસો દર્શાવે છે.
ગુજરાતમાં સ્થિત નળ સરોવર, નડા બેટ, બોરીયા બેટ, થોળ વગેરે જેવા સ્થળો અંદાજે 50 હજારથી પણ વધુ સ્થાનિકો તથા યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓના ‘હોટસ્પોટ’ તરીકે જાણીતા થયા છે.
3.65 લાખથી વધુ પક્ષીઓની વસ્તી સાથે 250થી વધુ વિવિધ પ્રજાતિઓ હોવાનું ગૌરવ અમદાવાદ ધરાવે છે. સરહદી એવા નડા બેટ વેટલેન્ડ કોમ્પ્લેક્સમાં એક લાખ કરતા વધુ પક્ષીઓ વસે છે.
‘રામસર સાઈટ’ કચ્છના છારી ઢંઢની કુલ 22,700 હેક્ટર જમીનમાં 150થી વધુ પ્રજાતિઓના 30 હજાર પક્ષીઓ છે.
પોરબંદરમાં આવેલી મોકરસાગર ‘રામસર સાઈટ’ 100 પ્રજાતિઓના અંદાજે 30,000 પક્ષીઓનું નિવાસ્થાન બન્યું છે.
વર્ષ 2010માં થોળ પક્ષી અભયારણ્યમાં 31,380 પક્ષીઓનું આગમન થયું હતું જે વર્ષ ૨૦૨૪માં વધીને 1.11 લાખથી વધુ યાયાવર પક્ષીઓનું આગમન થયું છે. જ્યારે, પક્ષીઓના ‘હોટસ્પોટ’ એવા નળ સરોવર ખાતે વર્ષ 2010માં 1.31 લાખથી વધુ યાયાવર પક્ષી નોંધાયા હતા જ્યારે વર્ષ 2024માં 3.62 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. છેલ્લા 14 વર્ષમાં થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્યમાં જળ પ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓનું અનુક્રમે 355 અને 276 ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત ખીજડિયામાં પક્ષી અભ્યારણમાં 1.50 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે.
2023-24
ગુજરાતમાં 456 કરતાં વધારે પ્રજાતિનાં 18 લાખ કરતાં વધારે જળકાંઠાનાં પક્ષીઓ છે.
ગુજરાતમાં દેવભૂમિ દ્વારકામાં પક્ષીઓની સૌથી વધુ 456 પ્રજાતિ જોવા મળી છે, જ્યારે કચ્છના રણવિસ્તારમાં રાજ્યના સૌથી વધુ 4.56 લાખથી વધુ પક્ષીઓ નોંધાયાં છે.
રામસર સાઇટ્સ નળસરોવરમાં 3.62 લાખથી વધુ પક્ષીઓ નોંધાયાં છે.
ગીધની સંખ્યા ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષ 2001માં ગીર ફાઉન્ડેશન ગણતરી અનુસાર ગુજરાતમાં ગીધની સંખ્યા 2135 હતી. વર્ષ 2021ની ગણતરી અનુસાર 283 જ રહી છે.
નોન-સ્ટીરોઇડલ ઍન્ટિ ઇમ્ફલેમેટરી ડ્રગ એ વલ્ચર માટે ઝેરી છે. ગીધને બચાવવા માટે ટોક્સિસિટી ફૉર વલ્ચર ડ્રગ્સ માર્કેટમાં ન આવે તે માટેનાં પગલાં લેવાં ખૂબ જ જરૂરી છે.
અભયારણ્ય અને રામસર સાઇટ્સ પર વનવિભાગના કાયદાનું પાલન કરવામાં આવે છે. પરંતુ બીજાં અન્ય કારણસર ગુજરાતમાં પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાત , મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટક રાજ્યમાં પક્ષીઓ આપવા અંગેનો સરકારનો પ્રોજેક્ટ છે. ત્યારબાદ ગુજરાતમાં પણ ઘોરાડ પક્ષીનું બ્રીડિંગ કરવામાં આવશે.
ઘોરાડ પક્ષીનું રાજસ્થાનના જેસલમેરમાં બ્રીડિંગ કરીને સંખ્યા વધારવા પર કામ કરાઈ રહ્યું છે. જેસલમેરમાં ઘોરાડ પક્ષીની 40 ઉપરાંતની સંખ્યા અન્ય રાજ્યોને આપવામાં આવશે.
લેસર ફ્લોરિકન પક્ષીની સંખ્યા ઘટી રહી છે. તેના સંરક્ષણ માટે ભાવનગરના વેળાવદરમાં લેસર ફ્લોરિકન પક્ષીનું બ્રીડિંગનો કરવા અંગેનો પ્રોજ્કટ ચાલી રહ્યો છે.
વધારે પક્ષીઓ નોંધાયેલી જગ્યાઓને રામસર સાઇટ્સ તરીકે જાહેર કરવા અંગે પ્લાનિંગ કરાઈ રહ્યું છે.
કચ્છના રણમાં હજારો ફ્લેમિંગો આગમન કરે છે. ગુજરાતમાં નળસરોવર, નડાબેટ, બોરિયાબેટ, થોળ વગેરે સ્થળો પર 50 હજાર કરતાં વધુ પક્ષીઓ આવે છે. જેમાં સ્થાનિક તેમજ વિદેશી યાયાવર પક્ષીઓનાં હોટસ્પૉટ તરીકે જાણીતાં છે.
ગુજરાતમાં દર વર્ષે શિયાળામાં યાયાવર બાર-હેડેડ હંસ આવે છે. આ પક્ષીઓ ઠંડીથી બચવા માટે 7000 મીટરથી વધુ ઊંચાઈએ હિમાલય પરથી ઊડીને ગુજરાતને તેમનું હંગામી આશ્રયસ્થાન બનાવે છે. જામનગરની આબોહવામાં માર્શ ફ્લેમિંગો પેલિકન અને ક્રેન્સને આવકારે છે. ગુજરાતના દરિયાકિનારે મેન્ગ્રોવ ઇકૉસિસ્ટમ સ્થાનિક અને યાયાવર પક્ષીઓ માટે અનુરૂપ વાતાવરણ છે.
ગુજરાતમાં પક્ષીઓની કોઈ નવી પ્રજાતિ જોવા મળી નથી.