20 thousand tuition classes illegal in Gujarat गुजरात में 20 हजार ट्यूशन कक्षाएं अवैध
અમદાવાદ, 1 ઓગસ્ટ 2024
1 કરોડ વિદ્યાર્થીઓ ગુજરાતમાં છે. જેમાંથી ઓછામાં ઓછા 50 ટકા ટ્યુશન રાખતાં હોય તો પણ 50 લાખ વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસમાં જાય છે. એક ટ્યુશન ક્લાસમાં સરેરાશ 250 વિદ્યાર્થીઓ હોય છે. તે હિસાબે આખા ગુજરાતમાં 20 હજાર ટ્યુશન ક્લાસ છે.
દિલ્હી ખાતે થયેલા કોચિંગ ક્લાસમાં ભોંયરામાં વિદ્યાર્થીઓ પાણી ભરાવાથી મોતને ભેટ્યા ત્યાંથી ક્લાસ અંગે ગુજરાતમાં ચિંતા ઊભી થઈ છે.
વિદ્યાર્થીઓની સંખ્યા
2024 માટે ધોરણ 10ના 9,17,687 વિદ્યાર્થી જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073 વિદ્યાર્થી હતા.
ગુજરાત બોર્ડ પરીક્ષા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહ સહિત ગુજકેટ માટે માટે કુલ 16,76,739 વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ધોરણ 1થી કોલેજ સુધીમાં 1 કરોડ વિદ્યાર્થીઓ ભણે છે. જેમાં 50 લાખ વિદ્યાર્થીઓ ટ્યૂશન રાખતાં હોવાનો અંદાજ છે. એ માટે ગુજરાતમાં 20 હજાર ટ્યુશન ક્લાસ હોવાનો વાલી મંડળનો અંદાજ છે.
શિક્ષકો
પહેલાં બી.એડ.ના શિક્ષક જ આર્થિક તકલીફને કારણે ટ્યૂશન કરવા જતા. હવે, સૌથી વધુ એન્જિનિયરો ટ્યૂશન કરાવી રહ્યા છે. ઘણાં શિક્ષકો પાસે સ્કીલ હોતી નથી. 50 હજાર લોકો ટ્યુશન ક્લાસમાં રોજગારી મેળવે છે. ઉપરાંત, ઘરે ટ્યુશન કરતાં હોય એવા 25થી 30 હજાર લોકો છે.
ગેરકાયદે
ટ્યુશન ગેરકાયદેસર હોવાથી તેને માન્યતા પ્રાપ્ત કશું સર્ટિફિકેશન મળતું નથી. કોચિંગ ક્લાસિસમાં કોમ્પ્લેક્સના ભોંયરામાં કોઈપણ પ્રકારની સંખ્યાના નિયમોને અવગણીને ભરચક રીતે બેફામ ગેરકાયદેસર ટ્યૂશન ચાલી રહ્યા છે. શિક્ષકો ટ્યુશન નથી કરતાં એવી શાળાને લેખિત બાંહેધરી આપે છે. પરંતુ પાછળા બારણે બેરોકટોક ટ્યૂશન કરે છે. ખાનગી શાળાઓમાં શિક્ષકોનો પગાર ઓછો છે, તેથી તેઓ જીવન નિર્વાહ ચલાવવા માટે ટ્યૂશન કરે છે.
ટ્યુશન ફી
ટ્યૂશનમાં મોકલતા વાલીને પ્રાથમિકમાં વિષય દીઠ એક હજાર રૂપિયા પ્રતિ માસ ચૂકવવા પડે છે. જ્યારે હાઈસ્કૂલમાં આ ભાવ પ્રતિ વિષય રૂ. 1500 પ્રતિ માસ છે. 50 લાખ વિદ્યાર્થીઓની સરેરાશ 12 મહિનાની ફી રૂ. 10 હજાર ગણવામાં આવે તો પણ રૂ. 5થી 10 હજાર કરોડનો ધંધો ચાલે છે. ચોરી
ટ્યૂશન ક્લાસ દ્વારા સર્વિસ ટેક્સ ભરવો પડે છે. જેમાં ચોરી કરવામાં આવે છે. થોડા વર્ષો પહેલાં 12 ટ્યૂશન કલાસના સંચાલકો પાસેથી 40 લાખનો સેવા વેરો વસૂલાત કરવામાં આવ્યો હતો.
ખીચોખીચ ક્લાસ
એક વિદ્યાર્થીને બેસવા માટે નિયમ પ્રમાણે 8 ચોરસ ફૂટ જગ્યા જોઈએ. જેથી તેને પૂરતો ઓક્સિજન મળી શકે. એવું ટ્યુશન ક્લાસમાં નથી હોતું. શિક્ષણ વિભાગ દ્વારા દર દસ વર્ષે એકાદવાર ટ્યુશનો પર તવાઇ આવે છે. ભાજપના તત્કાલિન શિક્ષણમંત્રી નલિન ભટ્ટ અને આનંદીબેન પટેલના કાર્યકાળ દરમિયાન બે મોટી ટ્યૂશન વિરોધી કાર્યવાહી થઈ હતી. પછી બંધ છે.
અમદાવાદ
અમદાવાદમાં શહેરમાં 5000થી વધુ ટ્યુશન ક્લાસીસ છે. ખીચોખીચ ભરેલા કોઈપણ પ્રકારની નોંધણી વગર કે, પરવાનગી વગર ચાલે છે. સુરક્ષાના ધોરણો વિના જ કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને ભોંયરામાં ચાલી રહ્યા છે. અમદાવાદમાં 3 હજાર ટ્યુશન ક્લાસિસ એવા છે કે જ્યાં શિક્ષકો કોમ્પ્લેક્સમાં ભણાવે છે. અમદાવાદમાં સૌથી વધુ ટ્યૂશન ક્લાસીસ નારણપુરા, મણિનગર, બાપુનગર, રાણીપ, પાલડી, સેટેલાઈટ, વાડજ વિસ્તારમાં છે.
સુરત સુરતમાં ટ્યુશન ક્લાસમાં આગ લાગવાની ઘટના બાદ શહેરમાં તપાસ કરતાં 164 સ્કુલ અને 192 ટયુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા. 262 સ્કુલ અને 888 ટયુશન ક્લાસીસને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે નોટીસ ફટકારી હતી.
સુરતમાં કોચિંગ અને ખાનગી ટ્યુશન મળી કુલ 1500 જેટલા ટ્યુશન કલાસીસ આવેલા છે. જેમાં 400 જેટલા સુરત કોચિંગ એકેડેમિક એસોસિએશનમાં નોંધાયેલા થયેલા હતા.