માલ સેવા વેરાના બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલી અમદાવાદની ચાર કંપનીઓના માલિકોની ધરપકડ કરી છે. જેમાં ઉત્તમ મેટલ્સ એન્ડ એલોય્ઝના ઉત્તમ શાહ, જેએસકે મેટકાસ્ટ ભાગીદાર અને મહર્ષિ મેટલના માલિક અનિલ કાબરા, આસ્થા મેટલ્સના માલિક કમલેશ સોનીનો સમાવેશ થાય છે. સરકારમાં જીએસટી ભર્યા વિના તેમણે ઇનપુટ ટેક્સક્રેડિટ માત્ર બિલના રેકોર્ડ બનાવીને મેળવી લીધી છે.
ચારેય કૌભાંડી કંપનીઓએ કાગળ પરની કંપનીઓના નામે બોગસ બિલ બનાવ્યા છે. બોગસ બિલિંગના કૌભાંડ 200 કંપનીઓ છે. તમામની તપાસ શરૂ થઈ છે.
બોગસ બિલ બનાવનાર મુખ્યસૂત્રધાર હાલારી મહમ્મદુસમાન ઝુબેરભાઈની ધરપકડ કરવામાં આવી છે. જેણે ભાવનગરમાં અનેક બોગસ કંપનીઓ ઊભી કરીને બોગસ બિલ બનાવેલા છે.
મેસર્સ જેએસકે મેટકાસ્ટના પ્રમોટર જ મહર્ષિ મેટલ, ઉત્તમ મેટલ્સ એન્ડ એલોય્ઝના મેસર્સ આસ્થા મેટલ્સના માલિકે મહમ્મદ હાલારીએ બનાવી આપેલા બોગસ બિલનો ઉપયોગ કરીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી છે.
રૂા.50 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી રૂા.300 કરોડથી વધુના બોગસ બિલ બનાવીને માલની હેરાફેરી કરી નથી.
ચારેય કંપનીઓએ પણ અનેક કંપનીઓને બોગસ બિલ આપ્યા છે. માલ આપ્યા વિના બોગસ બિલ આપી દીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપાડ કરવા માટેની સુવિધા ઊભી કરી આપવામાં ભૂમિકા ભજવી છે. આ ચારેય કંપનીઓએ રૂા.50 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપાડ કરી લીધો છે.
ઈ-વે બિલ મેળવવા ટ્રાન્સપોર્ટર્સ પાસેથી બોગસ ટ્રાન્સપોર્ટ રિસિપ્ટ મેળવી માલની ડિલીવરી કરાવ્યા વિના ટ્રાન્સપોર્ટ ચાર્જ ચૂકવવામાં આવ્યો છે.