200 વૃદ્ધોના એટીએમ કાર્ડ બદલી લઈને છેતરપીંડી કરતા ઝડપાયો

સુરતના શખ્સ પાસેથી 20 એટીએમ કાર્ડ રાજકોટ પોલીસે કબ્જે કર્યા હતા. ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક લોકોને છેતરી લાખો રૂપિયા પડાવી લીધા છે. કોઠારીયા રોડ રણુજા મંદિર પાસેથી સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા ધિરજકુમાર મોહનલાલ પંચાલને ઝડપી લીધો હતો. 200 વૃધ્ધોને તેમણે છેતર્યા છે.

મહારાષ્ટ્રમાં અગાઉ 110થી વધુ અને ગુજરાતના સુરત, અમદાવાદ, પાલનપુર, ખેડા,  મોરબી સહિતના જિલ્લાઓમાં 90 થી વધુ વૃદ્ધોને મદદના બહાને એટીએમ કાર્ડ બદલાવી લેતો હતો. પાલનપુર, સુરત, અમદાવાદ અને મહારાષ્ટ્રના સાત નોંધાયેલા ગુનાઓની કબુલાત કરી છે.
ધીરજે 4 મહિના પૂર્વે પાલંપુરમાંથી 79 હજાર, 5 મહિના પૂર્વે સુરતમાંથી 45 હજાર, બે વર્ષ પૂર્વે 53 હજાર, આંઠ મહિના પૂર્વે અમદાવાદમાં 80 હજાર, દોઢ મહિના પૂર્વે સુરતમાં 60 હજાર, 11 મહિના પૂર્વે મહારાષ્ટ્રમાં 1,03,000, એક વર્ષ પૂર્વે મહારાષ્ટ્રમાં 79 હજાર, 4 મહિના પેલા સુરતમાં અઢી લાખ, બે વર્ષ પેલા સુરતમાં 30 હજાર, છ મહિના પૂર્વે સુરતમાં 40 હજાર, 25 દિવસ પૂર્વે ખેડામાં 82 હજાર, બે વર્ષ પૂર્વે વાંકાનેરમાં 25 હજાર અને મહારાષ્ટ્રમાંથી એટીએમ કાર્ડ મેળવી લઇ રોકડા ઉપાડી લીધા હતા.