21 વિધાનસભામાં 100 વર્ષથી વધું ઉંમરના 719 મતદારો, ધંધુકામાં લોકો કેમ વધું જીવે છે ?

અમદાવાદ જિલ્લામાં 100થી વધુ ઉંમરના 719 મતદારોમાંથી સૌથી વધુ ધંધુકામાં 88 તથા સૌથી ઓછા
અમરાઈવાડીમાં 07 છે. અમદાવાદ શહેર-જિલ્લામાં 21 વિધાનસભા વિસ્તાર આવેલા છે.

અમદાવાદના મણીનગરમાં રહેતા લીલાબેન પટેલની ઉંમર ભલે ૧૦૧ વર્ષ છેઉંમરની સદી વટાવી ચુકેલા લીલાબેન પટેલ આમ તો પથારીવશ થઈ ગયા છે, પરંતુ હજી એમનો જુસ્સો હજી પણ અકબંધ રહ્યો છે. અનેક ચુંટણીઓ તેમણે જોઈ છે. તેઓ મતદાન કરતા રહ્યા છે. લીલાબેનને ચાર દીકરા અને એક દીકરી છે. વિનોદભાઈ સાથે અમદાવાદમાં રહે, બાકીના દીકરા વિદેશ છે. તે કહે છે મત તો આપવો જ જોઈએ.

ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં 35 શતાયુ મતદારો છે. ઘાટલોડિયામાં રહેતા ઉમીયાબેન ઉંમરની સદી વટાવી ચુક્યા છે. તેઓ મુળ અમદાવાદ જિલ્લાના દેત્રોજના વતની છે. તેઓ કહે છે કે, ‘‘1977માં મારા પતિનું અવસાન થયું, તેના બીજા જ દિવસે ચુંટણી હતી અને હું બેસણાના દિવસે મતદાન કરવા ગઈ હતી. લોકો આળસમાં મતદાન કરવા જતા નથી, પરંતુ મતદાન કરવા જઈએ તો સારો માણસ ચુંટાય.
અમદાવાદના ઈસનપુરમાં રહેતા વયોવૃધ્ધ મતદાર સીતાબેન ઠાકોર કહે છે કે, મેં તો બધી ચુંટણીઓમાં મતદાન કર્યું છે. મને હમજાતું નથી કે આજના લોકો મતદાન કરવા કેમ નથી ?
અમદાવાદ જિલ્લાના બાવળાના મંગુબેન પટેલની ઉંમર 108 વર્ષની છે. લગભગ બધી ચુંટણીમાં તેમણે પણ મતદાન કર્યું છે.

ક્યાં કેટલા 100 વર્ષથી વધુ ઉંમરના મતદારો

સાણંદ વિધાનસભા 29

વિરમગામમાં 43
ઘાટલોડિયામાં 35

વેજલપુર 41

વટવા 22

એલિસબ્રીજ 82

નારણપુરા 55

નિકોલ 20

નરોડા 29

ઠક્કરબાપાનગર 08

બાપુનગર 44

અમરાઈવાડી 07

દરિયાપુર 29

ખાડીયા-જમાલપુર 28

મણીનગર 24

દાણીલીમડા 15

સાબરમતી 37

અસારવા 21

દસક્રોઈ 27

ધોળકા 42

ધંધુકા વિધાનસાભા વિસ્તારમાં 88