ગુજરાત સરકારે 19 ઓક્ટોબર 2017માં રૂ. 10,400 કરોડના ત્રણ કંપનીઓ સાથે પ્રોજેક્ટસ માટે એમઓયુ કર્યા હતાં. જેમાં ફાઇબર, ગાર્મેન્ટ, એગ્રોકેમિકલ્સ તેમજ ઇન્ટરમીડિએટ સેકટર્સનો પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ 2018માં શરૂ થવાના હતા અને તેમાં 21,300 યુવાનોને કામ મળવાનું હતું. પણ આજ સુધી આ ત્રણ કંપનીઓ અને ગુજરાત ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતાનું વચન પાળી શક્યા નથી.
ત્રણ પ્રોજેકટ્સ હેઠળ આદિત્ય બિરલા ગ્રુપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી લિમિટેડ અંદાજે રૂ.3500 કરોડના વિસ્કોસ સ્ટેપલ ફાઇબર (VSF) પ્લાન્ટને ભરૂચમાં ડેવલપ કરવાની હતી. 2020 સુધીમાં તૈયાર થઇ જનારા આ પ્લાન્ટથી 1000 લોકોને રોજગારી મળવાની હતી. કંપની ખરચ અને કોસંબામાં સેલ્યુલોઝ ફાઇબર ફેસિલીટી પાછળ રૂ.600 કરોડનું રોકાણ કરવાની હતી. અરવિંદ લિમિટેડે ન્યુ ગુજરાત અપિરીયલ પોલિસી હેઠળ મેગા અપિરીયલ ફેસિલીટી માટે એમઓયુ કર્યા હતા.
કંપની આ માટે બે ફેઝમાં રૂ.300 કરોડનું રોકાણ કરશે. દહેગામ ખાતેના આ પ્લાન્ટથી 10000 લોકોને રોજગારી મળે એવો અંદાજ છે. કંપની કોમર્શિયલ પ્રોડકશન સંપૂર્ણ રીતે 2018 સુધીમાં ચાલુ કરશે. એગ્રોકેમિકલ સેકટરની કંપનીએ પણ રૂ.6000 કરોડના એમઓયુ કર્યા છે. આ કંપનીએ પોતાના પ્રોડકશન વેન્ચર માટે ભરૂચના દહેજમાં રસ દાખવ્યો છે. આ પ્રોજેકટ હેઠળ આશરે 10,000 કરતાં વધુ લોકોને રોજગારી મળવાની હતી.
જયારે પ્લાન્ટ સમગ્ર રીતે કાર્યરત થતાં 24 મિલિયન કાપડ યુનિટ જેટલું પ્રોડકશનનો અંદાજ હતો. કોમર્શિયલ પ્રોડકશન સંપૂર્ણ રીતે 2018 સુધીમાં ચાલુ કરવાનું હતું. હજું કંઈ થયું નથી. જેમાં આશરે 10,000 લોકોને નોકરી મળવાની જાહેરાત કરી હતી.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં થયેલાં કરાર અંગે આજે શું સ્ટેટસ તે અંગે સરકાર કંઈ કહેવા તૈયાર નથી.