રાજકોટ,તા:૧૫ પડધરીના નાના સજાડિયા ગામના 42 વર્ષના યુવાનનો શંકાસ્પદ કોંગો ફિવરનો કેસ નોંધાયો, જેમાં રિપોર્ટ આવે તે પહેલાં જ દર્દીનું મોત નીપજ્યું હતું.
તબિયત બગડતાં યુવાનને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાવાયો હતો, જ્યાં યુવકની તબિયત વધુ નાજુક થતાંતેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દર્દીની તબિયત વધુ બગડતાં યુવાનના બ્લડ સેમ્પલ પુણેની ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીમાં મોકલવામાં આવ્યો હતો. જો કે રિપોર્ટ આવે તે પહેલાં જ યુવાનનું મોત નીપજ્યું હતું. આરોગ્ય વિભાગે આ કેસને ગંભીરતાથી લઈ સજાડિયા ગામની મુલાકાત લીધી હતી અને સજાડિયાનાં સ્થાનિકો અને ઢોરઢાંખરની તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં અને જિલ્લામાં એકતરફ મચ્છરજન્ય અને પ્રદૂષણયુક્ત પાણીયુક્ત રોગચાળો સતત વકરી રહ્યો છે, ત્યારે કોર્પોરેશન દ્વારા એક માસમાં ડેન્ગ્યુના માત્ર 12 કેસ નોંધાયા હોવાનું જણાવ્યું છે. જોવાનું એ છે કે સરકારી હોસ્પિટલ કરતાં ખાનગી હોસ્પિટલમાં લોકો વધુ સારવાર લઈ રહ્યા છે, જેના આંકડા સામે આવતાં જ નથી.
જનરલ પ્રેક્ટિસ કરતા એક ડોક્ટરના જણાવ્યા પ્રમાણે હાલમાં ગતવર્ષ કરતાં ડેન્ગ્યુના કેસ ઓછા નોંધાઈ રહ્યા છે, જે અંગે સરકારી હોસ્પિટલમાં રોજના 2થી 3 કેસ આવી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. રોજના વાઈરલ ઈન્ફેક્શનના 50થી 60 કેસ આવતા હોવાનું પણ ડોક્ટરે જણાવ્યું હતું.
એક તરફ જ્યાં મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓ પોતાની એ.સી. ચેમ્બરમાંથી બહાર નથી આવતા, અને શહેરમાં રોગચાળાના આંકડા દબાવી ઓછો દર્શાવી રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ જોતાં મ્યુનિ. દ્વારા અપાતા આંકડામાં સામ્યતા દેખાતી નથીય