વરસાદ ખેંચાતા ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે પ્રતિદિન આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. અદાણી, એસ્સાર જેવી ખાનગી વીજ કંપનીઓ અને કેન્દ્રીય પાવરગ્રીડમાંથી વીજળી ખરીદ કરાશે.
ખેતરના ઊભા પાકને પાણી આપવાની જરૂરીયાત ઊભી થતાં ૭૩૦૮ કૃષિ ફીડરોના ૧૫ લાખ જેટલા ખેડૂતોને તાત્કાલિક ધોરણે લાભ મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ઉત્તર ગુજરાતના ૨૮૬૩ ફીડરો, પશ્ચિમ ગુજરાતના ૩૪૭૧ ફીડરો, મધ્ય ગુજરાતના ૬૧૮ અને દક્ષિણ ગુજરાતના ૩૫૬ ફીડરો મળી રાજ્યભરના કુલ ૭૩૦૮ કૃષિલક્ષી ફીડરોો છેે.
રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે રાજ્ય સરકાર ઉપર પ્રતિ માસ રૂ. ૨૦૦ થી રૂ.૨૫૦ કરોડનું આર્થિક ભારણ આવશે. હાલ રાજ્યમાં પ્રતિદિન ૬.૮ કરોડ યુનીટ વીજળી કૃષિ ક્ષેત્રે આપવામાં આવે છે. વધારાના ૧.૨ કરોડ યુનિટ સાથે દૈનિક આઠ કરોડ યુનિટ વીજળી આપવામાં આવશે. જે અત્યાર સુધીમાં રાજ્યમાં કૃષિ ક્ષેત્રે અપાતો સૌથી વધુ વીજ પુરવઠો છે. તેમ ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું.