24 સિંહના મોત છતાં વસ્તી વધીને 600ને પાર થઈ

ગીરમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. 2015માં સિંહોની સંખ્યાં 511 હતી.અને હવે છેલ્લી ગણતરી મુજબ 600થી વધુ સિંહ નોંધાયા છે. વનવિભાગ દ્વારા પૂનમની રાત્રીએ કરાયેલી સિંહોની ગણતરીમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી છે. જેમાં 60 સિંહ બાળ હોવાનું સામે આવ્યું છે. ગત વર્ષે અમરેલી જિલ્લાની દલખાણિયા રેંજમાં એક વાઇરસને કારણે 24 સિંહોના મોત થઇ ગયા હતા અને સિંહોની સંખ્યા ઘટી ગઇ હતી, જો કે વનવિભાગે તાત્કાલિક અન્ય સિંહોને રસી આપીને બચાવી લીધા હતા. અને હવે આવેલા નવા આંકડાઓ મુજબ ગીરમાં સિંહોની સંખ્યા વધતા સિંહ પ્રેમીઓ અને વાઇલ્ડ લાઇફ સંસ્થાઓમાં આનંદ છવાઇ ગયો છે.