ગાંધીનગર : સિંચાઈ કરીને ખેતી કરવાનું વલણ ગુજરાતમાં બદલાઈ રહ્યું છે. 42.68 લાખ હેક્ટરમાં કૂવો, બોર, તળાવ, નદી, નાના બંધ અને મોટા બંધથી સિંચાઈ કરીને ખેતી કરવામાં આવે છે. પાણી હોય તો વર્ષમાં ત્રણ વખત ખેતરમાં પાક લઈ શકાય છે. મોટા ભાગે ખેડૂતો હવે સિંચાઈ વિસ્તારમાં એક વખત પાક લઈ રહ્યાં છે. પણ ત્રીજો પાક કો એક પણ ખેડૂત લેતા નથી. બદલાયેલા આ વલણથી ગુજરાતની ખેતીની ઉત્પાદલતા ઘટી રહી છે. મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે.
42.68 લાખ હેક્ટર સિંચાઈ વિસ્તારમાંથી 31 લાખ હેક્ટરમાં એક વખત પાક લેવામાં આવી રહ્યો છે. 11 લાખ હેક્ટરમાં સિંચાઈની સુવિધા હોવા છતાં ખેડૂતો પાક લેવાનું ટાળે છે. તેની પાછળનું કારણ એવું બતાવવામાં આવે છે કે, દિવસે વીજળી ન આવતી હોવાથી, ખેતીની અનિશ્ચિતતા, ઊંચું ખર્ચ, મજૂરોની તંગી અને ઊંચી મજૂરી ઉપરાંત કૃષિ ઉપજના વાજબી ભાવ મળનાની અનિશ્ચિતતા માનવામાં આવી રહી છે.
બે વખત ચિંચાઈ 9 લાખ હેક્ટરમાં
બે વખત સિંચાઈ કરવામાં આવતી હોય એવા 9.30 લાખ હેક્ટર છે. જે લગભગ 9 ટકા જ વિસ્તાર થાય છે. તેનો મતલબ કે બંધોનું પાણી ખેતર સુધી પહોંચવાના દાવા સરકાર કરે છે તે ખરેખર સાચા નથી. નર્મદાનું પાણી ખેતર સુધી પહોંચતું નથી. જો તે પહોંચતું હોત તો 30 લાખ હેક્ટરમાં નહેર આધારિત સિંચાઈ થઈ શકતી હોત.
નાના ખેડૂતોને સિંચાઈ ઓછી
છેલ્લાં 20 વર્ષમાં જમીનોના ભાવો વધવાના કારણે જમીનની માલિકી હક્ક મોટા પ્રમાણમાં બદલાયા છે. શ્રીમંત ખેડૂતો નહેરની નજીક જમીન લઈ લીધી છે અથવા તો શહેરી વિસ્તારોની નજીક ખેતીની જમીન લીધી છે. કારણ કે 1 હેક્ટરથી નીચે જમીન વધું છે પણ સિંચાઈની સુવિધા તો માંત્ર 4.62 લાખ હેક્ટરમાં છે. તેમાંએ એક વખત પાક લેવાતો હોય એવી સિંચાઈની જમીન 3.64 લાખ હેક્ટર છે. બે પાક લેવાતા હોય એવી જમીન ઓછી છે. આમ નાના ખેડૂતોને તો સિંચાઈના લાભ મળતાં ન હોવાથી ગરીબીમાં વધારો થાય છે અને તેથી રોજગારી માટે ખેડૂતોએ હિજરત કરવી પડે છે અને જમીન વેંચી દેવી પડે છે.
1થી 2 હેક્ટર જમીન ધરાવતાં ખેડૂતોની પણ લગભગ આવી જ હાલત છે. 9.41 હેક્ટરમાં સિંચાઈ મધ્ય કદના ખેડૂતો કરે છે. પણ તેઓ બે વખત પાક લેતાં હોય એવો વિસ્તાર 50 હજાર હેક્ટર જ છે. મોટા ભાગની જમીન પર એક વખત પાક લેવાય છે. તે પણ ચોમાસું ઋતુ પુરતો લેવાતો હોઈ શકે છે. ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષથી આવેલી અસમાનતા પાછળ કઈ નીતિ જવાબદાર તેનો જવાબ કૃષિ વિભાગના અધિકારી આપે છે કે, નાના ખેડૂતો સિંચાઈ વિસ્તારમાં ઓછા રહ્યાં છે. ગમે તેમ પણ સરકારની બંધ વિરોધી અને ખેડૂતો વિરોધી નીતિના કારણે નાના ખેડૂતો ગરીબ બની રહ્યાં છે.
2 હેક્ટરથી વધું જમીન ધરાવતાં હોય એવા ખેડૂતો સારી રીતે સિંચાઈ કરે છે. બે વખત સિંચાઈ કરવાનું પ્રમાણ પણ વધું છે અને તેમની પાસે જમીન પણ વધું છે. 25 લાખ હેક્ટર જમીન મોટા ખેડૂતો પાસે એવી છે જ્યાં સિંચાઈની એક કે વધું વખત સુવિધા છે.