ગીર પૂર્વાં વાયરસના કારણે 26 સિંહના મોત થતાં તેના અસ્તીત્વ સામે જોખમ ઊભું થયું હોવા છતાં ગીરના સિંહોની વાયરસથી કે બીજા રોગચાળામાં તમામના મોત ન થાય તે માટે પોરબંદર નજીક બરડા અભયારણ્યમાં નવું ઘર વસાવવામાં આવ્યું છે. પણ કેને નરેન્દ્ર મોદીની સરકારે દરખાસ્ત ફગવી દીધી છે. ગુજરાતને ફરી એક વખત અન્યાય થયો છે.
સાસણ ગીરમાંથી એશિયાટિક સિંહોને બરડા ડુંગરમાં ખસેડવાની દરખાસ્તને કેન્દ્ર સરકારે ફગાવી દીધી છે, સાથે જ ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશના કૂનો પાલપુર અભયારણ્યમાં સ્થળાંતર કરવાની યોજનાને પણ નામંજૂર કરી દીધી છે, ગીરમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ (સીડીવી)થી 45 જેટલા સિંહનો મોત થયા બાદ કેન્દ્ર સરકારે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પાસેથી સિંહ સંવર્ધન માટે દરખાસ્ત મંગાવી હતી, WIIએ રજૂ કરેલી દરખાસ્તમાં નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના નિરીક્ષણમાં ‘રિકવરી એન્ડ કન્ઝર્વેશન ઓફ એન્ડેન્જર્ડ લાયન્સ ઈન ગુજરાત’ પ્રોજેક્ટનો સમાવેશ કરાયો હતો, ગુજરાત સરકારે પણ ‘પ્રોજેક્ટ લાયન’નો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેની દરખાસ્તોને સ્વીકારી લેવાઈ હોવાનું અગ્ર મુખ્ય વન્ય સંરક્ષક એ.કે. સક્સેનાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, અને હવે ગીરના સિંહ ત્યાં જ રહેશે, તેમને અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે નહીં.
બરડા ડુંગરને સિંહોનું બીજું ઘર બનાવવાની વાત હતી
વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ રૂપિયા 99 કરોડની ગ્રાન્ટ સાથેનો પ્રોજેક્ટ મૂક્યો હતો, જેમાં બરડા ડુંગરમાં સિંહો માટે નવું ઘર, આ આખા પ્રોજેક્ટની NTCA સંસ્થા હંઠળ દેખરેખ, સિંહોને રેડીયો કોલર, બરડા ડુંગરના માલધારીનું અન્યત્ર સ્થળાંતર વગેરેની દરખાસ્તો હતી. આ સિવાય રખડતા કૂતરા અને પશુઓના રસીકરણ, સીડીવી અને અન્ય રોગો માટે પરીક્ષણ કરવું અને અન્ય વન્ય પ્રાણીઓના નમૂનાઓ એકત્રિત કરવાની વાત હતી.