આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાએ 18 જાન્યુઆરી 2019થી શરુ થઈ રહેલા વિધાનસભા સત્રમાંં કેવડિયા સહિતના આદિવાસીઓના પ્રશ્નો ઉપર ચર્ચા કરવા આદિવાસી ધારાસભ્યો સમક્ષ માંગણી કરી છે. જો ભાજપ સરકાર ચર્ચા ન કરે કે અધ્યક્ષ મંજૂરી ન આપે તો વિધાનસભાનો બહિસ્કાર કે રાજીનામાં આપી દેવા 27 આદિવાસી ધારાસભ્યો ને અપીલ કરી છે.
છોલ્લા લાંબા સમયથી આદિવાસી સમાજ ગુજરાતમાં વિવિધ પડતર પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવી રહ્યો છે. સ્થાનિક સ્તરે ઉઠતા અવાજને ડામી દેવા માટે વિવિધ હથકંડા અપનાવી આદિવાસીઓના હિતમાં ઉઠતા અવાજ ને દબાવવામાં પણ આવતો રહ્યો છે. તાજેતરમાં કેવડિયા ખાતે જમીન સંપાદન કરવાના નામે આદિવાસી સમાજ સાથે થઈ રહેલા અન્યાય અને અત્યાચારનો મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં આવ્યો હતો. હજારો આદિવાસી રોડ ઉપરી આવી સરકારની નીતિનો વિરોધ કરવા મજબુર બન્યા છે. પ્રજાના પ્રશ્નોના નીરાકરણ બાબતે વિધાનસભામાં પ્રતિનિધિઓને પ્રજા મત આપી ધારસભ્યોને ચુંટીને મોકલે છે. તે આશા સાથે કે પોતાના વિસ્તારના કામ કરે.
ગુજરાતમાં કુલ 27 વિધાવસભા આદિવાસી (ST) માટે અનામત છે. જે આદિવાસી સમાજના પ્રતિનિધિ તરીકે પહોચ્યાં છે.આજે 90 લાખ આદિવાસીની વસતી ભાજપ સરકારથી નારાજ છે. લાખોની સંખ્યામાં રોડ ઉપર આવી સરકાર ની નિતિઓ સામે સંઘર્ષ કરી રહ્યો છે. ત્યારે આદિવાસી ધારાસભ્યોની 18 ફોબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનાં શરુ થઈ રહેલા સત્રમાં મહત્વની ભુમિકા ભજવવાનો ઐતિહાસિક સમય છે. આ બાબતે અમારા સંગઠન AKSM દ્રારા આદિવાસી સમાજના પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરી અને તમામની તૈયારી અને સહમતી સાથે તમામે તમામ ૨૭ ધારાસભ્યો છે તે તમામને મિડિયા મારફતે તોમજ અન્ય રીતે અપીલ કરવા પહેલ કરી છે કે ૧૮ ફોબ્રુઆરી થી શરુ થઈ રહેલા વિધાનસભા સત્ર માં આદિવાસી સમાજ ની માંગો ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવે અનેે સરકાર જો તેમ ના કરે તો તમામ ધારસભ્યો વિધાનસભા બવિષ્કાર કરવાની ઘોષણા કરે અથવા રાજીનામાં આપવા ની તૈયારી કરે. સમાજ માટે અવાજ ઉઠાવનાર તમામ ધારાસભ્યો સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરવાનો આ ખરો સમય છે.
આ પ્રેસ નોટ મારફતે તમામ ધારાસભ્યો સમક્ષ ગુજરાત ભરના વિવિધ આદિવાસી સંગઠનો વિધાનસભા માં આદિવાસીઓનો અવાજ મજબુતી સાથે પહુંચાડવા અપીલ કરે અને કહે કે ચર્ચા કરવા સરકાર તૈયાર ના થાય તો ધારાસભ્યો વિધાનસભા બહિષ્કાર કરવાની કે રાજીનામાં મુકવાની જાહેરાત કરે તે જરુરી છે.
આદિવાસી સમાજના 27 ધારાસભ્યો જે ભલે અલગ અલગ પક્ષના હોય પણ આદિવાસી સમાજના પ્રશ્નો બાબતે એક મત થઈ સરકાર સમક્ષ પોતાના વિસ્તારના પ્રશ્નો રજુ કરે. તેમજ વર્તમાન માં ચાલી રહેલા કેવડિયાના જમીન સંપાદનામાં પિડિત આદિવાસી ઓને ન્યાય આપવા તત્કાલ નિતિઓ બનાવડાવે તે અનિવાર્ય છે.
આદિવાસી સમાજની રાજકીય તાકાત બતાવવાનો ખરો સમય આવ્યો હોય સમાજના યુવાનો , વડીલો, સંગઠનો, સંસ્થાઓ આ મુદ્દે ગંભીરતાથી લખે, બોલે, અવાજ ઉઠાવે તેમ આદિવાસી કિસાન સંઘર્ષ મોરચાના રોમેલ સુતરિયાએ જણાવ્યું હતું.