આજથી 15 વર્ષ પહેલા શરૂ થયેલા વિના મૂલ્યે નેત્ર કેમ્પ 275ના આંકડાને પણ પાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં ઘણાં ગરીબ લોકોને દ્રષ્ટિ આપી સાવરકુંડલાના શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળએ છે. 4-01-ર019ને શુક્રવારનાં રોજ સાવરકુંડલા ગામે 275માં નેત્રકેમ્પનું દિપ પ્રાગટય દાતા પરિવારના નરેન્દ્રકુમાર પોપટલાલ મહેતા તથા પુત્ર સમીરકુમાર તથા પુત્રી જલ્પાબેન દ્રશ્યમાન થઈ રહૃાા છે. આ કેમ્પમાં 30 દર્દીઓને વિનામૂલ્ય મોતીયાનાં ઓપરેશન કરી મણી બેસાડવામાં આવ્યા જયારે કુલ ર13 દર્દીઓને તપાસ્યા હતા જયારે ર0પ દર્દીઓને આંખના ટીપા-ટયુબ અનેપ7 દર્દીઓને બેતાળાના ચશ્મા આપવામાં આવ્યા હતા. કેમ્પના મુખ્ય દાતા નરેન્દ્રકુમાર પોપટલાલ મહેતા (મહેતા બ્રધર્સ) અમદાવાદ તરફથી આર્થિક સહયોગ મળ્યો હતો. કેમ્પને સફળ બનાવવામાં ઘનશ્યામભાઈ કનકોટીયાએ જહેમત ઉપાડી હતી.
ગુજરાતી
English




