28મીએ ગુજરાત બંધ, વોલ માર્ટ સામે ગુજરાતના 40 લાખ વેપારીઓનો વિરોધ

વોલ માર્ટ સામે 28 સપ્ટેમ્બર 2018ના દિવસે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. વેપારીઓ વોલમાર્ટનો સમગ્ર દેશમાં વિરોધ કરી રહ્યાં છે જેમાં ગુજરાતના વેપારીઓ પણ જોડાયા છે. ગુજરાતના વેપારીઓ એવું કહી રહ્યાં છે કે, ગુજરાત સરકારે દેશમાં વોલ માર્ટને ન પ્રવેશવા દેવા માટે વિવોધ કર્યો હતો. તે સમયના ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન જયનારાયણ વ્યાસે કહ્યું હતું કે, વોલ માર્ટની સામે ભારતભરમાં વિરોધ થઈ રહ્યો છે. મનમોહનસીંહે દેશ હીતને નેવે મૂકીને વોલમાર્ટને આવવા માટે કહ્યું છે. કરોડો નાના વેપારીઓ અને નાના ઉત્પાદનોને મરણતોલ ફટકો વોલમાર્ટ આવવાથી થશે. કોંગ્રેસ સરકાર રાષ્ટ્ર વિરોધી નિર્ણય કર્યો છે. ત્યારે હવે કેન્દ્રની ભાજપ સરકાર કરી રહી છે તે દેશ હિત કઈ રીતે હોઈ શકે. ગુજરાત ભાજપે પોતાની નીતિથી વિરૂદ્ધ જઈને આવો નિર્ણય કર્યો છે. ફ્લિપકાર્ટ અને અમેરિકાની કંપની વોલમાર્ટની એક લાખ ડોલરમાં ખરીદવા કોમ્પિટેશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ મંજૂરી આપી દીધી છે. ત્યારે ગુજરાત સરકારના પ્રવક્તા જનરાયણ વ્યાસ ક્યાં છુપાઈ ગયા છે.

વોલમાર્ટ-ફ્લિપકાર્ટ કરાર વિરુદ્ધ ટ્રેડર્સ એસોસીએેશન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) દ્વારા 28 સપ્ટેમ્બર 2018માં વેપાર-ધંધા બંધ રાખીને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. વોલમાર્ટ 16 અબજ ડોલરમાં ફ્લિપકાર્ટ ખરીદી રહી છે.

તેના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે બંધ આપેલું છે અને 16 ડિસેમ્બરે દિલ્હીમાં રાષ્ટ્રીય વ્યાપાર રેલી યોજાશે. વોલમાર્ટ ભલે દેશમાં ઓનલાઇન માર્કેટમાં આવી રહી હોવાથી નાના 3 કરોડ દેશના અને ગુજરાતના 40 લાખ વેપારીઓનો વેપાર ખતમ થવાનો છે. દેશમાં આજકાલ લગભગ 7 કરોડ રિટેલર્સ છે. જેમાંથી લગભગ 3 કરોડ રિટેલર્સને આ ડીલથી સીધી રીતે નુકસાન થવાનું છે.