28 લાખ બાળકોને સરકાર ગણવેશ આપશે

રાજ્યની આંગણવાડીમાં ભણતાં 28 લાખથી વધુ બાળકોના વાલીઓને આકર્ષવા ગુજરાત સરકાર લોકસભા ચૂંટણી પહેલાં બાળકોને યુનિફોર્મ આપશે. આવનાર 15 દિવસમાં દરેક બાળકને બે યુનિફોર્મ મળશે. આ ઉપરાંત 1 લાખથી વધુ આંગણવાડી અને તેડાઘરની બહેનોને 6 સાડીઓ અપાશે

જોકે આ અંગે ગુજરાત સરકારે ઘણા લાંબા સમય પહેલાં જ જાહેરાત કરી હતી પણ લોકસભા ચૂંટણી નજીક આવતાં બાળકોના વાલીઓના મત અંકે કરવા ગુજરાતની ભાજપ સરકારે યુનિફોર્મ આપવાના પ્રોજેક્ટને તાત્કાલિક અમલ કરવાના આદેશ કર્યા છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ મિલિંદ ટોરવેન્સ કહ્યું કે ‘અમે ટેન્ડરથી નક્કી કરી રહ્યા છીએ દરેક બાળકને (શર્ટ, ચડ્ડી અને ફ્રોક ) અપાશે. અમને યુનિફોર્મની ડિઝાઈન નિફ્ટ સંસ્થા દ્વારા મળી છે. ’

વેતનમાં વધારો
આંગણવાડી કાર્યકરના માનદ વેતનમાં કેન્દક સરકાર ધ્વારા એપ્રિલ 2008માં રૂ.500  તથા તેડાગર બહેનોના માનદ વેતનમાં રૂ.250નો વધારો કરવામાં આવ્યો હતો. જયારે ગુજરાત સરકારે ઓકટોબર 2007માં આંગણવાડી કાર્યકરના માનદ વેતનમાં રૂ.500 અને તેડાગર બહેનોના માનદ વેતનમાં રૂ.250નો વધારો કર્યો હતો આ ઉપરાંત ગુજરાત સરકારે મે 2010માં કરી એક વખત કાર્યકર બહેનોના વેતનમાં રૂ.500 અને તેડાગર બહેનોના વેતનમાં રૂ.250નો વધારો કર્યો હતો.
ભારત સરકારના મહિલા અને બાળ કલ્યા ણ મંત્રાલય ન્યુ દિલ્હીં ધ્વા રા આંગણવાડી કાર્યકર રૂ.1500 અને આંગણવાડી તેડાગરને રૂ.750 1 એપ્રિલ 20111થી અમલ કરતો વધારો જાહેર કરેલો હતો.

અગાઉ આંગણવાડી અને આશા વર્કર કાર્યકરોને આજે ભેટ સમાન ઘોષણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. જેની લાંબા સમયથી માગ કરવામાં આવતી હતી એ આશા વર્કરોની પ્રોત્સાહન રાશિ વધારીને બમણી તથા આંગણવાડી કાર્યકર્તાઓનાં વેતન 3000 રૂપિયાથી વધારીને 4500 રૂપિયા કરવાનો નિર્ણય લેવાયો હતો.

આંગણવાડી બહેનોના પગાર વધારાની જાહેરાત PMએ કરી હતી, તે 20 નવેમ્બર 2018 સુધી ચૂકવાયો ન હતો. ગુજરાતની એક લાખ આંગણવાડી બહેનોને પગાર વધારો હજુ સુધી ચૂકવવામાં નહીં. હવે તેમને 6 સાડી અપાશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગત 11 સપ્ટેમ્બર 2018માં આંગણવાડી વર્કર-હેલ્પરના માનદ વેતનમાં રૂ. 1500 તથા રૂ 750 વધારો તથા આશા વર્કરો અને ફેસીલીએટર બહેનોને-બહેનો સાથેના સંવાદ કાર્યક્રમમાં જાહેર કરેલ હતો અને તે મુજબ કેન્દ્ર સરકાર દ્વારા વધારો ચૂકવતો પરિપત્ર મહિલા અને બાલ વિકાસ વિભાગ દિલ્હી દ્વારા ગુજરાત સરકારને મોકલી અપાયો છતાં જાહેરાતને બે માસ થયા છતાં ગુજરાત સરકાર દ્વારા બહેનોને માન ભથ્થાનો વધારો ચૂકવાયો ન હતો.

દિવાળી સમયે પણ આંગણવાડી વર્કર-હેલ્પરને જૂના પગારો તથા બીલો બાબતે પણ અફડાતફડીનો માહોલ હતો. અનેક જિલ્લાઓમાં દિવાળી મસયે પણ જૂના પગારો ન ચૂકવાતા તેમજ 4 થી 6 માસના બીલો ન ચૂકવાતા દિવાળી બગડી હતી.

આંગણવાડી બહેનોએ, પોતાના ખર્ચે ખીસ્સામાંથી કરેલ નાસ્તા-ફળફળાદીના ખર્ચના બીલો પણ આજ સુધી ચૂકવાયેલ નથી તે બાબતે ભારે રોષ પ્રવર્તી રહેલ છે. આજરોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણી અને કમિશનર મીલીન્દભાઇ તોરવણે સચિવ, મહિલા અને બાલ વિકાસને સીધો પત્ર લખી રજૂઆત કરેલ છે.

આંગણવાડી વર્કરોના પગાર ઉપરાંતના લાંબા સમયથી નિવૃત્તિ વય મર્યાદા વધારવા, ગ્રેચ્યુઇટી પ્રો.ફંડ યોજનાનો અમલ કરવા, પેન્શન આપવા સહિતના પડતર પ્રશ્નો બાબતે પણ ગુજરાત સરકારના ઉદાસીન વલણ સામે ગુજરાતની એક લાખ આંગણવાડી બહેનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને પ્રશ્નો નો ઉકેલાય તો વ્યાપક આંદોલનની તૈયારી કરવામાં આવી રહી છે. તેમ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના ગુજરાત પ્રમુખ અરૂણ મહેતા સહિતના સભ્યોએ જણાવેલ છે.