રેલ ગાડીના ભાડામાં આવી રહેલો ભાવ વધારો

ભારતીય રેલ્વે (Indian Railway) ટૂંક સમયમાં મુસાફરીના ભાડામાં વધારો કરી શકે છે. રેલ્વે બોર્ડને આ માટે મંજૂરી મળી ગઈ છે. આ માટે રેલ્વે અધિકારીઓ વચ્ચે ચર્ચા-વિચારણાની શરૂઆત થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ રેલ્વે શહેરી ટ્રેનોથી લઈને મેઇલ/એક્સપ્રેસ સુધીના દરેક વર્ગના ભાડામાં વધારો કરવાની તૈયારીઓ કરી રહી છે. આ વધારો પ્રતિ કિલોમીટર 5 પૈસાથી લઈને 40 પૈસા પ્રતિ કિલોમીટર સુધીનો હોઈ શકે છે. આ રીતે રેલ્વેના દરેક વર્ગના ભાડામાં 15 થી 20 ટકા વધારો થશે. ડિસેમ્બરના અંત સુધીમાં આ ભાડા વધારાની જાહેરાત થવાની સંભાવના છે. જ્યારે ભાડા વધારાનો અમલ 1 ફેબ્રુઆરી-2020થી અમલમાં આવી શકે છે. રેલવે છેલ્લી વખત 2014માં નવી સરકારની રચના બાદ ભાડામાં આશરે 15 ટકાનો વધારો કર્યો હતો. હાલના સમયમાં રેલવેમાં ખર્ચ કરતા સરેરાશ ભાડુ 43 ટકા ઓછું ભાડુ લેવામાં આવે છે. રેલવેને થઈ રહ્યું છે આટલું નુકસાન જો જુદા જુદા ક્લાસની વાત કરીએ તો તમામ શહેરી ટ્રેનોના ભાડા પર રેલ્વેને લગભગ 64 ટકાનું નુકસાન ઉઠાવવું પડે છે. જ્યારે નોન-સબ અર્બન ટ્રેનના કોચમાં મુસાફરી હેઠળ 40 ટકાનું નુકસાન થાય છે. તો એસી-1માં લગભગ 24 ટકા, એસી-2માં લગભગ 27 ટકા, સ્લીપર ક્લાસમાં લગભગ 34 ટકા અને ચેર કારમાં લગભગ 16 ટકાનું નુકસાન વેઠવું પડે છે. રેલવેને એસી-3 ક્લાસથી ફાયદો રેલવેને માત્ર એસી-3 ક્લાસના મુસાફરો લઈ જવામાં ફાયદો થાય છે, જે લગભગ 7 ટકા છે. આ અઠવાડિયે કેગે પોતાના અહેવાલમાં રેલ્વેની આર્થિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. રેલ્વેની ચોખ્ખી આવકમાં 66 ટકા ઘટાડો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રેલ્વેની ચોખ્ખી આવક સરપ્લસમાં 66 ટકા ઘટાડો થયો છે. જે 2016-17માં ઘટીને 4913 કરોડ રૂપિયા જ્યારે 2017-18માં રૂ.1665.61 કરોડ રૂપિયા પર પહોંચી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રેલ્વેની પોતાની કમાણીમાં પણ 3 ટકાનો ઘટાડો થયો છે, જેના કારણે કુલ બજેટ આધાર પર રેલવેની નિર્ભરતા વધી છે. કેગના જણાવ્યા અનુસાર રેલ્વેનો ઓપરેટિંગ રેશિયો 98.44 હતો. એટલે કે 100 રૂપિયા કમાવવા પાઠળ રેલવેએ 98 રૂપિયાથી વધુનો ખર્ચ કરવો પડશે. એટલે કે કેગના અહેવાલમાં પણ રેલ્વેના ભાડામાં વધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.