ગુજરાતના મોંઘેરા મહેમાન મોદીની વર્ષે સરેરાશ 25 મુલાકાત
નરેન્દ્રભાઈની એક વખતની મુલાકાતનું ખર્ચ 10 કરોડથી વધી 31 કરોડ થયું
વિદેશમાં મહેમાન પાછળ જંગી ખર્ચ મોદીના સૂત્રો બોલાવવા પાછળ
દિલીપ પટેલ
અમદાવાદ, 3 માર્ચ 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવે ત્યારે એક સભા કે એક દિવસ પાછલનું ખર્ચ રૂ. 10 કરોડ રહેતું હતું હવે તે વધીને એક દિવસનું ખર્ચ રૂ. 31 કરોડ સુધી પહોંચી ગયું છે.
સુરતના લિંબાયતમાં નિલગીરી સર્કલ ખાતે યોજાનારા કાર્યક્રમ અને જાહેરસભા માટે 31.50 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ મુકાયો છે. આ ખર્ચની રકમ આપવા સુરતના વહીવટીતંત્ર દ્વારા ગુજરાત પાસે માંગણી કરાઈ છે. આમંત્રણ પત્રિકા, બેનર અને તમામ બ્રાન્ડિંગ અને પબ્લિસિટી વર્ક માટે સૌથી વધુ ખર્ચ કરાયો છે.
8મી માર્ચે નવસારીમાં કાર્યક્રમ થશે. આમંત્રણ પત્રિકાથી લઈને નાસ્તો-ભોજન, મંડપ, પાર્કિંગ, વાહનવ્યવહાર, ફુટ પેકેટ, પીએમઓના સ્ટાફ તથા ક્રુ મેમ્બર્સ માટે રહેવા-જમવાની વ્યવસ્થા પણ સુરતના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે. જોકે, તેમાં મોદીની સલામતી અને તમામ કર્મચારી અને અધિકારીઓનો પગાર અને ખર્ચ રૂ. 10 કરોડ ઉમેદવામાં આવ્યો નથી.
ગુજરાતનો ખર્ચ
મોદી ગુજરાતમાં વર્ષે સરેરાશ 25 વખત મુલાકાતે આવેલા હતા. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને ઓક્ટોબર 2019 સુધીમાં તેમણે 52 વખત ગુજરાતની મુલાકાત લીધી હતી. 2019 પછી તેઓ દર વર્ષે સરેરાશ 25 વખત આવતાં રહ્યાં છે.
મોદી દિલ્હી બહાર ગુજરાત આવે છે ત્યારે એક યાત્રાનો ખર્ચ રૂ. 10 કરોડ થાય છે. જેમાં સલામતી, કર્મચારીઓના પગાર, ગુજરાતની સલામતી, અન્ય ખર્ચ, જાહેરાતોનું ખર્ચ વગેરે આવી જાય છે.
મોદીની દિલ્હીની સલામતી પાછળ રોજનું રૂ. 2 કરોડનું ખર્ચ થાય છે.
મોદીના મેકઅપ પાછળ એક કંપનીને રૂ. 80 લાખનું ખર્ચ કર્યું છે.
કપડા, ચશ્મા, ઘડિયાળ પાછળ મોટું ખર્ચ કરે છે.
રૂ.8400 કરોડનું વિમાન મોદીએ ખરીદ કર્યું છે.
મોદીના ઘરના રિનોવેશન રૂ. 90 કરોડનું ખર્ચ થયું હતું.
12 કરોડની અનેક કાર મોદી માટે હોય છે.
પોતાને ફકીર ગણાવતાં નરેન્દ્ર મોદીના નવા ઘરની પાછળ રૂ. 500 કરોડનું ખર્ચ થયું છે.
વિદેશમાં ખર્ચા
2024માં મોદીની 16 દેશોની રાજદ્વારી મુલાકાત લીધી હતી. જેમાં મોદી સરકારે વડા પ્રધાનની રશિયાની બે મુલાકાતો પર 15 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો હતો. જ્યારે અબુ ધાબીની યાત્રાનો ખર્ચ લગભગ 5 કરોડ રૂપિયા થયો હતો. મોટાભાગના ભારતીય દૂતાવાસોએ હજુ સુધી જવાબ આપ્યા નથી. મોદી જે દેશોમાં ગયા હતા ત્યાંના તમામ ભારતીય દૂતાવાસોમાં RTI ફાઇલ કરવા છતાં, બત્રાને અત્યાર સુધી ફક્ત બે દેશો – મોસ્કો અને અબુ ધાબી તરફથી જ જવાબો મળ્યા છે.
મોસ્કો સમુદાયના સ્વાગતનો ખર્ચ રૂ. 1 કરોડ 87 લાખ છે. ફેબ્રુઆરી 2024માં મોદીની યુએઈ મુલાકાતનો 4 કરોડ 95 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.
રશિયાની બે મુલાકાતો – જુલાઈમાં મોસ્કો અને ઓક્ટોબરમાં કાઝાન – 15 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થઈ હતી. ઓક્ટોબરમાં કાઝાનની યાત્રામાં રાજ્યના ખજાનાને 10 કરોડ 24 લાખ રૂપિયાનો ખર્ચ થયો.
વૈભવી વડાપ્રધાન
ગરીબ ભારતના વૈભવી વડાપ્રધાન મોદી, 8 હજાર કરોડનું વિમાન, 3 હજાર કરોડની સલામતી, પ્રવાસનું એટલું જ ખર્ચ થાય છે. તેમના રહેણાંક અને કાર પ્રવાસ, મહેમાનો પાછળ ખર્ચ, તેમના નિવાસ સ્થાનનું ખર્ચ, વગેરે જંગી ખર્ચ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની SPG સુરક્ષાનું બજેટ વધારીને વર્ષે રૂ.600 કરોડ કરવામાં આવ્યું છે. તેમની પાછળ પાંચ વર્ષમાં 3000 કરોડ કરાશે. તેઓ 10 વર્ષ પૂરા કરશે ત્યારે રૂ.5000 કરોડ તો તેમની સલામતી પાછળ ખર્ચ કરી દેવામાં આવેશે.
એટલું જ ખર્ચ તેમના વિદેશ પ્રવાસ પાછળ થાય છે. હવે તેમના માટે રૂ.8,000 કરોડનું વિમાન ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પ્રોટેકશન ટીમ (એસપીજી)નું બજેટ ગયા વર્ષે રૂ.535.45 કરોડથી વધારીને નાણાકીય વર્ષ 2020-21 માટે રૂ.592.55 કરોડ કરવામાં આવ્યું છે.
મોદી સરકારે ગરીબો માટેની અનાજની સબસિડી બજેટ રૂ.70,000 કરોડ ઘટાડીને રૂ. 1,08,688.35 કરોડ કરી દીધું છે. બીજી તરફ પોતાની સલમતી અને વિદેશ પ્રવાસ તથા વિમાન ખરીદીમાં ખર્વો રૂપિયાનું ખર્ચ તેઓ કરી ચૂક્યા છે. તેમણે જાહેર કર્યું હતું કે તેઓ તો ફકીર છે થેલો લઈને નિકળી જશે. પણ તેઓ ગરીબ દેશના અમિર વડાપ્રધાન હોય તે રીતે વર્તી રહ્યાં છે.
એસપીજી કમાન્ડો
અત્યારે દેશમાં ફક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એસપીજી સુરક્ષા કવચ મળે છે. મોદીએ બીજા કોઈને આવું રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેઓ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે મનમોહન સીંગે મોદીને એસપીજી સુરક્ષા આપી હતી. બે મહિના પહેલાં મોદીએ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, તેમના પત્ની ગુરૂશરણ કૌર, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા આપવાનો ઈન્કાર કરીને પોતાની સુરક્ષા વધારી છે. સોનિયાને 31 ઓક્ટોબર 1984 ના રોજ પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની બોડીગાર્ડસ દ્વારા હત્યા બાદ એસપીજી- સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ બનાવવામાં આવ્યુ છે. દેશના બીજા 56 વીઆઈપી નેતાઓને CRPF દ્વારા ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે.
મોદીની સુરક્ષા માટે રોજ રૂ.1.62 કરોડનું ખર્ચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા પર રોજ 1.62 કરોડ રૂપિયા ખર્ચાય છે તેવું અમિત શાહના ગૃહ મંત્રાલયે કહ્યું છે. મોદીએ પોતાના માટે કાયદો સુધાર્યો છે, નવા કાયદા પ્રમાણે હવે એસપીજીની સુરક્ષા વ્યવસ્થા માત્ર પીએમ અને તેમના પરિવાજનોને જ મળશે. જોકે, વડાપ્રધાનના પત્ની જશોદાબેનને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવતી નથી. પોલીસ રક્ષણ આપ્યું ત્યારે જશોદાબેને તેનો વિરોધ કરીને કહ્યું હતું કે તેમની જાસૂસી કરવા માટે પોલીસ રક્ષણ અપાયું છે જે દૂર કરવામાં આવે.
એક દિવસમાં 1.62 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને 1 કલાકમાં આ રકમ 6.75 લાખ અને પ્રતિ મિનિટ 11,263 રૂપિયાનો ખર્ચ થાય છે.
મોદીએ પોતાના માટે નવો કાયદો બનાવ્યો
પીએમ મોદીની સુરક્ષા માટે નવા નિયમ બનાવ્યા છે જેથી તેમની સુરક્ષા યોગ્ય રીતે થઈ શકે. નરેન્દ્ર મોદીની સુરક્ષાને ‘અજ્ઞાત ભય’ અંગે કહેતા તમામ રાજ્યોને પણ એક પત્ર લખ્યો હતો.
પીએમ મોદીની આસપાસ રહેનારી ક્લોઝ પ્રોટેક્શન ટીમ (સીપીટી)ને વિશેષ નિર્દેશ કરાયા છે. કોઈ પણ પીએમની નજીક જઈ શકતા નથી.
એક સમિતિ બનાવી છે જે પીએમની સુરક્ષાનો રિવ્યૂ કરશે અને આ એક સતત પ્રક્રિયા રહેશે.
બ્લેક કેટ કમાંડો
ખાસ સિપાહી કાળા કપડાંમાં (સૂટથી સજ્જ) રહે છે. તેને બ્લેક કૈટ કમાન્ડો પણ કહેવામાં આવે છે. SPG સિક્યોરીટીમાં અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષા કરનારી સિક્યોરીટી કરતાં વધું ખર્ચાળ અને સજ્જડ છે. આ જવાનો પોલીસ અને BSF, CISF, ITBP, CRPFમાંથી લેવાયા હોય છે.
શ્રેણીમાં વિશિષ્ઠ વ્યક્તિની સુરક્ષામાં 36 જવાનો તૈનાત હોય છે. તેમાં 10થી વધારે એનએસજી કમાંડો સાથે દિલ્હી પોલીસ, આઈટીબીપી કે સીઆરપીએફના કમાંડો અને રાજ્ય પોલીસના પોલીસકર્મીઓ પણ શામેલ હોય છે. સુરક્ષા કરી રહેલા એનએસજી કમાંડો પાસે એમપી 5 મશીનગનની સાથે અત્યાધુનિક કોમ્યુનિકેશન સિસ્ટમ પણ હોય છે.
કેવી રીતે થાય છે સુરક્ષા
1 – નરેન્દ્ર મોદી હંમેશા તાલિમબદ્ધ તથા અત્યાધુનિક હથિયારોથી સજ્જ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ્સ (SPG)ના ઘેરામાં રહે છે. મોદી કોઈ પણ જાહેર કાર્યક્રમ દરમિયાન પણ એસપીજી કમાંડો વડાપ્રધાનની ચારેકોર ગોછવીને રાખે છે. કમાંડોની ઊંડી તપાસ બાદ વડાપ્રધાનની સુરક્ષામાં રખાય છે. કમાંડોના પરિવારનો આખો ઈતિહાસ તપાસવામાં આવે છે. કમાન્ડો જેની સાથે ઊઠે બેસે છે તથા સંબંધ ધરાવે છે તેની જાણકારી મેળવ્યા બાદ તેને એસપીજીમાં લેવામાં કરવામાં આવે છે.
2 – વડાપ્રધાનના અંગત સુરક્ષા ગાર્ડ સિક્યોરિટી કવરના બીજા સ્તરમાં તૈનાત રહે છે. તે પણ એસપીજી કમાંડોની માફક જ ટ્રેનિંગબદ્ધ અને નિપુણ હોય છે. આસપાસ ભટકનારાઓના હાવભાવ અને વ્યવહાર પર નજર રાખે છે. તેમની ચાલ પર પણ નજર રાખે છે.
3 – ત્રીજુ સુરક્ષા કવર નેશનલ સિક્યોરીટી ગાર્ડ (NSG)નું હોય છે. આ કમાંડો પણ સઘન તાલિમ બાદ વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત કરવામાં આવે છે. તેમનો પણ પરિવારનો ઈતિહાસ અને સંબંધોની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે.
4 – સુરક્ષાના ચોથા સ્તરમાં અર્ધસુરક્ષાબળના જવાન અને જુદા જુદા રાજ્યોના પોલીસ અધિકારીઓ હોય છે. મોદી કોઈ રાજ્યમાં જાય છે ત્યારે પ્રદેશ પોલીસની જવાબદારી રહે છે કે તે બહારનું સુરક્ષા કવચ પુરું પાડે. આ ખર્ચ ઘણું મોટું હોય છે.
5 – કમાંડો અને પોલીસ કવર સાથે કેટલાક અત્યાધુનિક ટેકનિકથી સજ્જ વાહનો અને એરક્રાફ્ટ હોય છે. આ વાહન ઉચ્ચ ક્ષમતાના સૈન્ય હથિયારોથી સજ્જ હોય છે. જો વડાપ્રધાન જથ્થા પર જમીની કે હવાઈ હુમલો થાય તો તેની સામે આસાનીથી રક્ષણ મેળવી શકાય છે. તે કોઈ પણ પ્રકારના રાસાયણિક કે જૈવિક હુમલાનો જવાબ આપે છે.
ગુજરાતમાં 49 કમાન્ડો હતા
મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે એનએસજીના 49 કમાન્ડોના દ્યેરામાં રહેતા હતા. ઉપરાંત મનમોહન સીંગ દ્વારા મોદીને મહિલા બોડીગાર્ડનું કવચ અપાયું હતું. મોદીને ઝેડ પ્લીસ સિક્યો રીટી ઉપરાંત જેતે રાજયની એસીએલ અને ગુજરાતની એસીએલ વચ્ચે લાયઝન માટે ગૃહમંત્રાલયની એસીએલનો ઉમેરો કર્યો હતો.
ગરીબ ભારતના વૈભવી વડાપ્રધાન
ભારતમાં કુપોષણનો શિકાર બાળકોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. જેમના ખર્ચ અને ખોરાકમાં કાપ મૂકીને મોદીએ પોતાની સુરક્ષા વધારીને બીજાની ઓછી કરી છે.
2019માં ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) માં ભારતને વિશ્વના 117 દેશોમાં 102મોં ક્રમ મળ્યો છે. વર્ષ ના સૂચકાંકમાં આ માહિતી બહાર આવી હતી. દેશની કેટલી વસ્તીને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહ્યો નથી. એટલે કે દેશના કેટલા લોકો કુપોપણનો શિકાર છે. ભૂખે મરે છે. 2013 માં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો કોંગ્રેસની આગેવાની હેઠળની મનમોહન સીંગની યુપીએ સરકાર હેઠળ લાવવામાં આવ્યો હતો. જેથી ગરીબો અને કુપષણ ધરાવતાં બાળકોને અનાજ કે ખોરાક મળી શકે. હવે તે ખોરાક ઘટાડી દેવાયો છે. મોદી સરકારના આ પગલાને દેશના ગરીબ વર્ગની વિરુદ્ધમાં જોવામાં આવી રહ્યો છે. વળી, મોદી સરકારે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનપીઆર) તૈયાર કરવા માટે તાત્કાલિક બજેટમાં રૂપિયા 4,000 કરોડ ઉમેરી દીધા છે પરંતુ ખાદ્ય સબસિડી માટેનું બજેટ ઘટાડી દીધું છે.
1500 કરોડ વિદેશનું ખર્ચ
જૂન, 2014થી 4 વર્ષમાં મોદીએ 84 દેશોમાં પ્રવાસ કર્યો હતો. આ વિદેશ પ્રવાસ માટેની ચાર્ટડ ફલાઇટો, વિમાનની સારસંભાળ અને હોટલાઇન સુવિધા પાછળ રૂ.1484 કરોડનું ખર્ચ કર્યું હતું. વિદેશ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન વી કે સિંહે રાજ્ય સભામાં વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ હેઠળ ચાર્ટડ ફલાઇટો, વિમાનની સારસંભાળ અને હોટલાઇન સુવિધા પાછળ થયેલા ખર્ચની વિગતો રજૂ કરી હતી.
15 જૂન, 2014થી 10 જૂન, 2018 સુધીમાં વડાપ્રધાન મોદીના વિમાનની સારસંભાળ પાછળ રૂ.1088.42 કરોડ રૃપિયા, ચાર્ટડ ફલાઇટ પાછળ રૂ.3787.26 કરોડ અને હોટલાઇન પાછળ રૂ.9.12 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
મોદીએ
2014-15માં 13
2015-16માં 24
2016-17માં 18
2017-18માં 19 દેશોની મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન બન્યા પછી મોદીનો પ્રથમ વિદેશ પ્રવાસ જૂન, 2014માં ભૂતાનનો હતો.
ચાર્ટડ ફલાઇટનો ખર્ચ
2014-15માં રૂ.93.76 કરોડ,
2015-16માં રૂ.117 કરોડ,
2016-17માં રૂ.76.27કરોડ
2017-18માં રૂ.99.32 કરોડનો ખર્ચ થયો હતો.
ગુજરાતની 32 મુલાકાતમાં 520 કરોડનું ખર્ચ
વડાપ્રધાનની દેશમાં કોઈપણ રાજ્યમાં એક મુલાકાત પાછળ દેશની તિજોરી પર અંદાજે રૂ. 10 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ગુજરાતની સત્તાવાર મુલાકાતે 32 વખત અને બિન સત્તાવાર મુલાકાતે 20 વખત આવી ગયા છે. આમ, વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પાછળ કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે રૂ. 520 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન કેટલી વાર ગુજરાત આવ્યા?
વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને ઓક્ટોબર 2019 સુધીમાં તેમણે 52 વખત ગુજરાતની મુલાકાત લીધી છે. સામાન્ય રીતે કોઈપણ વડાપ્રધાનની મુલાકાત કોઈ રાજ્યમાં હોય તો સઘન વ્યવસ્થા કરવી પડે છે. વડાપ્રધાનના પ્રવાસ સમયે તેમના એસપીજી, તેમની હોટલાઈન, તેમનું એરક્રાફ્ટ, તેમના જે તે રાજ્યના પ્રવાસ દરમિયાન વાહનોની વ્યવસ્થા, એસપીજી એક સપ્તાહ પહેલાથી જ પહોંચતા હોવાથી તેમનો હોટેલમાં રહેવાનો ખર્ચો, સ્થાનિક રાજ્યની પોલીસ ફોર્સ, સ્થાનિક આઈબી, વડાપ્રધાન હોવાના કારણે તેમના ભોજન અને પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા વગેરે એમ કુલ મળીને અંદાજે રૂ. 10 કરોડ એક પ્રવાસ પાછળ ખર્ચ કરવો પડતો હોય છે. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014થી ઓક્ટોબર 2019 સુધીમાં સત્તાવાર રીતે ગુજરાતના પ્રવાસે 32 વખત આવ્યા છે, જ્યારે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના ભાજપના પ્રચાર માટેના પ્રવાસને તેમના બિન સત્તાવાર પ્રવાસની ગણતરીમાં લેવામાં આવે છે. આ બિન સત્તાવાર પ્રવાસે તેઓ કુલ 20 વખત આવ્યા છે. અને તેનો ખર્ચો ભાજપે ભોગવ્યો હોવાનું કહેવાય છે.
આરટીઆઈમાં વિગતો જાહેર
જાન્યુઆરી 2019માં એક આરટીઆઈના જવાબમાં ભારતીય વાયુ સેના દ્વારા વિગતો જાહેર કરાઈ હતી. ભારતીય વાયુ સેનાના કહેવા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મે 2014થી જાન્યુઆરી 2019 સુધીના બિન સત્તાવાર પ્રવાસ માટે ભારતીય જનતા પક્ષ દ્વારા રૂ. 1.4 કરોડ ચૂકવવામાં આવ્યા છે. વાયુસેનાના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાનના આ બિન સત્તાવાર પ્રવાસ માટે ફાળવેલા વિમાન કે હેલિકોપ્ટરનો ચાર્જ પ્રતિ પ્રવાસ નથી વસુલાયો પણ દિલ્હીથી જે તે રાજ્યના વિસ્તાર સુધીના કોમર્શિયલ ભાવ પ્રમાણે વસૂલ કરવામાં આવ્યો છે. પરંતુ, અહીં સવાલ એ થાય છે કે, દિલ્હીથી અમદાવાદ સુધીના કોમર્શિયલ પ્લેનનું ભાડું અંદાજે રૂ. 2500થી 7000 સુધીનું હોય છે ત્યારે વાયુસેનાને ભાજપે ઓછામાં ઓછા રૂ. 744 પ્રતિ પ્રવાસ ચૂકવ્યા હોવાનું કહેવાય છે. વાયુસેનાના કહેવા પ્રમાણે બિન સત્તાવાર પ્રવાસ માટે સંરક્ષણ મંત્રાલયે નક્કી કરેલા દર પ્રમાણે અમે તેનું બિલ તૈયાર કર્યું છે. 1999માં નક્કી કરાયા મુજબ પ્રતિ કિલોમીટર પ્રતિ મુસાફર ભાડું આપવાનું હોય. પરંતુ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસમાં ભાજપ દ્વારા માત્રને માત્ર રૂ. 744થી લઈને 1000 સુધીનો ચાર્જ જ ચૂકવવામાં આવ્યો છે. સામાન્ય રીતે દિલ્હીથી અમદાવાદના પ્રવાસ માટે વાયુસેનાનું વિમાનનું ભાડું રૂ. 50 લાખ જેટલું ચૂકવવાનું થતું હોય છે.
વડાપ્રધાનના બિન સત્તાવાર પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014થી ઓક્ટોબર 2019 સુધીમાં ગુજરાતની 20 વખત બિન સત્તાવાર મુલાકાત લીધી છે. વડાપ્રધાન મોદી વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ગુજરાત આવ્યા તેને વડાપ્રધાન કાર્યાલયે બિન સત્તાવાર પ્રવાસની યાદીમાં મૂક્યા છે. વડાપ્રધાન કાર્યાલયમાંથી મળતી વિગતો પ્રમાણે વડાપ્રધાન મોદીએ કુલ 20 વખત ગુજરાતનો પ્રવાસ કર્યો અને તે તમામ પ્રવાસ ભારતીય વાયુસેનાના પ્લેનમાં જ પ્રવાસ કર્યો છે. આ પ્રવાસ ભાજપના પ્રચારનો હોવાના કારણે તેનો ખર્ચ ભાજપ દ્વારા ચૂકવવામાં આવ્યો છે. પરંતુ જે રીતે ભાજપે વાયુસેનાને ઓછી કિંમત પ્રવાસ પેટે ચૂકવી છે તેના કારણે ઓછી આવક થઈ છે અને આમ દેશની તિજોરી પર બોજ પડ્યો છે.
વેબસાઈટમાં ડોમેસ્ટિક પ્રવાસના ખર્ચનો ઉલ્લેખ જ નહિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયની વેબસાઈટ www.pmindia.gov.in ઉપર આપેલી માહિતી પ્રમાણે તેમના વિદેશ પ્રવાસનો કુલ કેટલો ખર્ચ કરાયો તેની વિગતો મૂકવામાં આવી છે, પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં જે પ્રવાસ કર્યો છે તેની માત્ર તારીખ અને જે તે રાજ્યનું નામ જ દર્શાવવામાં આવ્યું છે. પણ તેમના આ પ્રવાસના ખર્ચની વિગતો રજૂ નથી કરવામાં આવી.
મોદીનું ઘર કેવું છે ?
PM નરેન્દ્ર મોદીનું સરકારી આવાસ રાજધાની દિલ્હીના લુટિયંસ ઝોનના લોક જનનાયક માર્ગ પર સ્થિત 7 નંબરના બંગલામાં 2014થી નરેન્દ્ર મોદી રહે છે. રેસ કોર્સ રોડ નામ બદલીને લોક જનનાયક માર્ગ કરવામાં આવ્યુ છે. 5 બંગલાને ભેગા કરીને બનાવવામાં આવ્યો છે. 7 લોક કલ્યાણ માર્ગમાં રહેનારા પહેલાં પ્રધાનમંત્રી રાજીવ ગાંધી હતા. તેઓ 1984 માં અહીં આવ્યા હતા.
1980માં બનેલું PM નરેન્દ્ર મોદીનું ઘર 12 એકર જમીનમાં બનાવવામાં 5 બંગલામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલય છે. જેમાં બે બેડરૂમ, એક વધારે રૂમ, એક ડાઈનિંગ રૂમ અને લિવિંગ રૂમ છે. જ્યાં ઓછામાં ઓછા 30 લોકો બેસી ઉઠી શકે છે. સહ આવાસ ક્ષેત્ર અને સુરક્ષા પ્રતિષ્ઠાન, તેમાં એક વિશેષ સુરક્ષા સમૂહ 9 નંબરના બંગલામાં અને બીજા બંગલા નંબર 3માં ગેસ્ટ હાઉસનો સમાવેશ કરવામાં આવેલો છે. બંગલામાં ટેનિસ કોર્ટ પણ છે. બંગલા નંબર 1માં મોદી માટે હેલિપેડ બનાવવામાં આવ્યું છે, જેનો ઉપયોગ 2003 થી કરાઈ રહ્યો છે.
દરેકને મેળવીને તેમાં 5 લોક કલ્યાણ માર્ગ છે. 5-7 લોક કલ્યાણ માર્ગને નકશો રોબર્ટ ટોર રસેલે ડિઝાઈન કર્યો છે, જે બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયનની ટીમનો ભાગ હતો. જેઓએ 1920 અને 1930ના દાયકામાં નવી દિલ્હીને ડિઝાઈન કર્યું હતું.
7 લોક કલ્યાણ માર્ગમાં ફ્કત એક જ પ્રવેશદ્વાર છે. જે સતત SPG ની નજર હેઠળ રહે છે. આ બંગલામાં લગભગ 2 કિમી. લાંબી સુરંગ પણ છે. જે તેને સફદરજંગ એરપોર્ટ સાથે જોડે છે. કાર્યસ્થળ પર બે નાના રૂમ છે. જેમાં બે વ્યક્તિગત સચિવ રહે છે. જ્યારે વીસીટર રૂમ જમણી બાજુ છે. ત્યારબાદ આગળ ગેસ્ટહાઉસ બનેલું છે. તો મોટી બેઠકો માટે એક મોટો રૂમ બનાવેલો છે. અને પાછળની સાઈડ ડાઈનિંગ રૂમ છે, જ્યાં બપોરનું જમવાનું આયોજન કરવામાં આવે છે.