રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ મુજબ લાભાર્થી સરળતાથી, ઝડપી તેમજ પારદર્શિતાથી સહાય/લાભ તેઓના બેંક ખાતામાં સીધો મેળવી શકે તે હેતુથી વ્યક્તિલક્ષી યોજનાઓનો અમલ ઓનલાઇન કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે જેના ભાગરૂપે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળના નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામકશ્રી, વિકસતિ જાતિ કલ્યાણ તથા નિયામકશ્રી, સમાજ સુરક્ષા કચેરીઓ દ્રારા અમલી એવી વધુ ૮ યોજનાઓને આજે ગાંધીનગર ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારના હસ્તે ઓનલાઇન કરવામાં આવી છે.
તા. 01 જાન્યુઆરી 2020થી આ નવીન યોજનાઓની માહિતી www.esamajkalyan.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આમ હવે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ કુલ 29 યોજનાઓ ઓનલાઇન કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની કુલ:૨૧ યોજનાઓને મંત્રીશ્રીના હસ્તે ઓનલાઇન કરવામાં આવી હતી.
આજે મંત્રીશ્રીના હસ્તે ઓનલાઇન કરવામાં આવેલ 8 યોજનાઓની માહિતી આ મુજબ છે.
નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર હસ્તકની યોજનાઓ
અ.નં. | યોજનાનું નામ | સહાયની વિગત | આવક મર્યાદા |
૧. | ડૉ. પી.જી. સોલંકી વકીલોને નાણાંકીય સહાય યોજના (સ્ટાઈપેન્ડ) |
|
આવકમર્યાદા નથી. |
૨. | ડૉ. પી.જી. સોલંકી કાયદા સ્નાતકોને લોન / સહાય યોજના |
|
ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.1,20,000/- અને શહેરી વિસ્તાર માટે રૂ.1,50,000/- |
૩. | ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકોને લોન / સહાય યોજના |
|
ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.1,20,000/- અને શહેરી વિસ્તાર માટે રૂ.1,50,000/- |
વધુ માહિતી માટે જિલ્લાની અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
નિયામકશ્રી, વિકસતિ જાતિ કલ્યાણ, ગાંધીનગર હસ્તકની યોજનાઓ
અ.નં. | યોજનાનું નામ | સહાય / પાત્રતાની વિગત | આવક મર્યાદા |
૧. | સમાજ કલ્યાણ શિબિર માટે સહાય | સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત તથા આર્થિક રીતે પછાત વર્ગના લોકોમાં જાગૃતિ આવે અને તેમને લગતી યોજનાઓનો બહોળો પ્રચાર થાય તે માટે જિલ્લા દીઠ ત્રણ શિબિર યોજવામાં આવે છે. શિબિર દીઠ રૂ. 15,000/- ખર્ચ કરવાનું મુકરર થયેલ છે. | આવક મર્યાદાનું ધોરણ નથી |
વધુ માહિતી માટે જિલ્લાની વિકસતિ જાતિ કલ્યાણ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
નિયામકશ્રી, સમાજ સુરક્ષા, ગાંધીનગર હસ્તકની યોજનાઓ
અ.નં. | યોજનાનું નામ | સહાયનીની વિગત | આવક મર્યાદા |
૧. | પાલક માતા પિતા યોજના | આ યોજનાનો લાભ 0 થી 18 વર્ષની ઉંમરના બાળકોના માતા-પિતા મ્રુત્યુ પામ્યા હોય અથવા પિતા મ્રુત્યુ પામ્યા હોય અને માતાએ પુન: લગ્ન કર્યા હોય તેમને પ્રતિમાસ બાળક દિઠ રૂ. 3000/-ની સહાય ચુકવવામાં આવે છે. | પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.27,000 થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ. 36,000 થી વધારે હોવાનો મામલતદારનો દાખલો રજુ કરવાનું રહેશે. |
૨. | દિવ્યાંગ લગ્ન સહાય | આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે યુગલને રૂ.1,00,000/- તેમજ સામાન્ય વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂ. 50,000/-ની સહાય દિવ્યાંગ વ્યકિતને ચુકવવામાં આવે છે. | આવક મર્યાદા નથી |
૩. | નિરાધાર વૃધ્ધો અને નિરાધાર દિવ્યાંગોને આર્થિક સહાય યોજના |
|
ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.1,20,000/- અને શહેરી વિસ્તાર માટે રૂા. 1,50,000/- થી વધુ ન હોવી જોઈએ.
(આ યોજનાની વધુ માહિતી માટે મામલતદાર કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે.) |
૪. | દિવ્યાંગ કલ્યાણકારી સંસ્થાઓની નોંધણી | દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ-2016 ની કલમ-51/2 મુજબ આ સંસ્થાઓની નોંધણી અને પુનઃનોંધણીની પ્રક્રિયા કરવામાં આવે છે અને જે વર્ષ 2019-20માં કુલ 81 સંસ્થાઓની નોંધણી અને પુનઃનોંધણી કરવામાં આવેલ છે. | આવક મર્યાદા લાગુ પડતી નથી. |