હાસ્ય આવે એવું મોદીએ કહ્યું હતું કે ‘કોંગ્રેસમાં અર્થવ્યવસ્થા કટોકટીમાં હતી, મેં સુધારા કર્યા.'

વડા પ્રધાન મોદીએ સીએએને લઈને હોબાળો મચાવ્યો હતો, વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘5–6 વર્ષ પહેલા અર્થવ્યવસ્થા કટોકટીમાં હતી, આપણે સુધારા કર્યા.’

એક તરફ દેશમાં નાગરિકતા (સુધારેલા) અધિનિયમ (સીએએ) ને લઇને હંગામો મચી ગયો છે, બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અર્થતંત્રના મુદ્દા પર પોતાના મંતવ્યો આપ્યા હતા. તેમણે કહ્યું છે કે દેશમાં સુસ્ત અર્થવ્યવસ્થામાંથી બહાર નીકળવાની ક્ષમતા છે. પીએમએ કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે દેશની અર્થવ્યવસ્થામાં પલટો આવે. એસોચેમ ઇવેન્ટ દરમિયાન પોતાના સંબોધન દરમિયાન, તેમણે અર્થતંત્ર પર કામ ન કરવા બદલ અગાઉની મનમોહન સીંહની સરકારોને પણ દોષી ઠેરવી.

હાસ્ય ઉપજે એવી વાત કરતાં તેમણે કહ્યું, ‘પાંચ-છ વર્ષ પહેલાં આપણું અર્થતંત્ર ભયજનક દરમાંથી પસાર થઈ રહ્યું હતું, પરંતુ અમારી સરકારે તેને સ્થિર કરી દીધું છે, પરંતુ તેના માટે શિસ્ત લાવવાના પ્રયત્નો પણ કર્યા છે. દેશની અર્થવ્યવસ્થામાં પહેલા પણ ઉતાર-ચઢાવ આવી ચૂક્યા છે, પરંતુ દેશની આ ક્ષમતા છે કે તે આ સ્થિતિમાંથી દર વખતે બહાર આવી છે અને તે પહેલાં કરતા વધુ મજબૂત બની છે. ‘

નોટબંધીની નિષ્ફળતા કબુલવાના બદલે તેમણે કહ્યું કે, ‘જ્યારે વર્ષ 2014 પહેલાના વર્ષોમાં અર્થવ્યવસ્થા વિનાશકારી હતી, ત્યારે અર્થવ્યવસ્થાને સંભાળનારા લોકો કેવી રીતે તમાશા જોઈ રહ્યા હતા, આ દેશને ક્યારેય ભૂલવું જોઈએ નહીં. પછી અખબારોમાં કેવા પ્રકારની વાતો થઈ, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠા કેવી હતી, તે બધા જાણે છે. ‘

જીએસટીથી ઊભી થયેલી ખતરનાર સ્થિતી ઉપર બોલવાનું ટાળીને વ.પ્ર.એ કહ્યું કે અર્થવ્યવસ્થાને પારદર્શક અને મજબૂત બનાવવા માટે ઉદ્યોગ માટે કરવામાં આવતા દરેક નિર્ણય પર સવાલ ઉઠાવવો તે કેટલાક લોકોની રાષ્ટ્રીય ફરજ બની ગઈ છે. દેશમાં વ્યવસાયને સરળ બનાવવા માટે કંપની એક્ટની જોગવાઈઓને ગુનાહિત કાર્યવાહીથી મુક્ત કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. કોર્પોરેટ ટેક્સના દરોમાં તાજેતરના ઘટાડાથી તે કંપનીઓ માટે સર્વાધિક નીચા સ્તરે પહોંચી ગઈ છે.