17 વર્ષથી અમદાવાદમાં સાત્વિક ભોજન કેવા ખવાયા છે ?

અમદાવાદ : અમદાવાદના લોકો ગામડાના ખેડૂત પરિવારો દ્વારા તૈયાર કરેલું સાત્વિક લંચ કે ડિનર લેવાનો પ્રોગ્રામ લોકો હવે સૃષ્ટિના સાત્વિક મેળામાં ગોઠવે છે. ભીડ જામે છે. અમદાવાદ કેવું ભૂખ્યું શહેર છે તે અહીં જોવા મળે છે. લોકો બસ ખાધા કરે છે. ખાવા માટે તો લાઈનમાં ઊભા રહે છે. લોકો મોટા પ્રમાણમાં ફાસ્ટ ફૂડ, જંક ફૂડ છોડી સાત્વિક શુધ્ધ આહાર ખાવા લાગ્યા છે,

નાના ખેડૂતો પોતાના ખેતરમાં ઓર્ગેનિક પાક લે છે તેવા સામાન્ય લોકોનું અહીં બ્રાન્ડિંગ અહીં થાય છે. ખેડૂતો સાથે સીધા સંબંધો અહીંથી 17 વર્ષથી સ્થપાઈ રહ્યાં છે. યુનિક વાનગીઓનો સ્વાદ, અવનવા પાક, રાંધેલા, બાફેલા, સેકેલા અનાજ ખાદ્ય પદાર્થ શુધ્ધતાની ગેરંટી સાથે મળે છે. ખેડૂતોને બજાર શોધવામાં સરકારે જેટલી મદદ નથી કરી તેનાથી 17 વર્ષથી સાત્વિક મેળાએ કરી છે. ખેડૂતો ઈચ્છે છે કે આવા મેળા દરેક એપીએમસી બજારમાં થાય તો ખેડૂતોને સીધો ફાયદો મળી શકે છે.
પીત્ઝા, સેન્ડવીચ, બર્ગર જેવા જંકફુડ વચ્ચે વિસરાઇ ગયેલી પારંપરિક સાત્વિક વાનગીઓ લોકો પાંચ દિવસ સુધી ખાશે. ફાસ્ટફૂડના કારણે પરંપરાગત વાનગીઓ વિસરાઈ ગઈ છે. અમદાવાદ બાદ હવે બીજા શહેરોમાં સાત્વિક વાનગી ઉત્સવ થવા લાગ્યા છે.
બદલાયેલા જીવનથી પારંપરિક, પૌષ્ટિક વાનગીઓ, પોષણમૂલ્ય અને આયુર્વેદિક મહત્વ ધરાવતાં ધાન્યો વિસરાઈ રહ્યા છે. જંતુનાશક દવાઓ અને રસાયણમુકત સજીવ ખેતપેદાશો, પોષણમૂલ્ય અને આયુર્વેદિક મહત્વ ધરાવતાં ધાન્યમાંથી તૈયાર થતી વાનગીઓ ઓછી થઈ છે.

અગાઉના મેળામાં શું હતું ખાવાનું ?
ઓર્ગેનિક શાકભાજી અને અનાજ
મકાઇ, રાગી, જુવાર, સરગવા, સોયાબીન, ઘેંસ, સામા, કોદરી, બંટી, બાવટો, નાગલી, સામો, કૃષ્ણ કમોદ, લાલ ચોખા,
ખાણું  – વાનગી
રોઠાનું શાક, રીંગણનો ઓળો, રોટલા, રાંધેલા,  બાફેલા,  સેકેલા અનાજ, કોદરી, બંટી, બાવટો, નાગલી, સામો, જુવાર, હર્બલ સૂપ, દક્ષિણ ગુજરાતની વનગીઓ અને ડાંગી ડીશ, રાગીના પાપડ, ઢોકળા, બથુઆની ઘેંસ,  રોટલા, ભેળ, થેપલા, કંકોડા, થૂલી અને ઢોકળા, ફરાળી સૂપ, ફરાળી ચાટ, બાસ્કેટ, ભેળ, આમળાનો મુખવાસ, ઊંટનું દૂધ, કોળાની રોટલી, ઘી, વનમાં બનેલી ચીજવસ્તુ, વાંસ, મહુડાની વાનગીઓ, કોદરીની ખીચડી, ભેડકુ (ઘઉંના ફાડામાંથી બનતી કઢી), અડદના ઢેબરા તથા થીંગળાના રસનો ઉપયોગ કરીને બનાવેલ વાનગીઓ હતી. બીજા ધાન્યોમાંથી બનતી સાત્વિક વાનગીઓ. તેલ અને પાણીના ઉપયોગ વિના બનાવેલી વાનગીઓ રહેતી આવી છે.
ફરસાણ
બ્રાહ્મીના ભજીયા, સ્ટફ્ડ પરોઠા, રાગીના જવના પાણીના ખાખરા, અળસી તથા કોળુના લાડું, ઓટ્સની કટલેસ, લીલી મકાઇના ભજીયા, કોંકણી વડા અને ચટણી, ઝૂણકાભખર કેચા, સોમોસા,  ગરબડ મીક્ષ, કોદરીની ઇડલી રસમ, આમ પાપડ, રાગીના પીત્ઝા, ફલાફલ, ઘૂઘરો, મકાઈના વડા વગેરે.
મીઠાઈ
દન્તારાનો શીરો, વાંસનો શીરો, બ્રાહ્ની સતાવરી બિસ્કિટ, રાજગરાનો લાડુ, બાવટાના લાડુ, મકાઇની ઘેંસ, ઔષધિય રાબ, રબડી, લસ્સી, હલવો, શીરો, કેક, મોદક, સાલમપાક, ચીકુનો હલવો, રાગીની ફ્રેન્કી, ઝેંક રૂપ્ટ ચીપ્સ, દેશી ટાકોસા, કોળામાંથી દૂધનો શ્રીખંડ, જાસૂદના ફૂલની આઈસ ટી, આમળાની ચોકલેટ, અમળાની મીઠાઇ, રાગીની સુખડી, બાદરીનું ચુરમું, મીશ્રી દહી, ખંજૂરનો ગોળ, સરસવ સોસ,
આઈસક્રીમ
મહુડાનો આઈસ ક્રીમ, ચીકુનો આઈસ્ક્રિમ, કેકટ્સનો આઈસક્રીમ,
શરબત
ફિંડલાનું શરબત, આદુ- આમલા – ફૂદીનાનો શરબત, આમળાના શરબત, દ્રાક્ષનું શરબત
અથાણા
વાંસનું અથાણું, અમળાના અથાણા,
વસાણા – પાક
મકાઇ, રાગી, જુવાર, સરગવા, સોયાબીન, ઘેંસ, સામા, ખજૂર અને શિયાળું વસાણા, આમળાના ચ્યવનપ્રાસ, આંમળાનો રસ હતા.
2018માં 20થી 22 ડિસેમ્બરે શું હતું ?
ફેસ્ટિવલમાં આ વર્ષે જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, પં.બગાળ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કેરેલા, તામીલનાડુ, આન્ધ્ર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, બુંદેલખંડ, બેંગ્લોર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને કલકત્તાથી પરંપરાગત ગરમ 450 વાનગીઓના કુલ 77 સ્ટોલ હતા.
રાબડી – હરિયાણા, ખુરી – સિક્કીમ, આરસા ટોટના – ઉત્તરાખંડ,  ઓર્ગેનિક ચીક્કી, ઓર્ગેનિક ચોકલેટ્સ,  સૂંઠ-ગંઠોડાની સુખડી,  નાગલીના પાપડ,  કોળાનો શ્રીખંડ, બાજરાની રબડી,  કુંવારપાઠું હલવો, રતનપાક, લીલા નારિયેળનો હલવો,  મગની દાળનો શીરો, કેસર માલપૂઆ, કોપરા બદામની રાબ,  આદુંની સુખડી, ફીંડલા શરબત,  જામફળ સૂપ, સરગવાનો સૂપ, સફરજન-પાઈનેપલની જલેબી, ચીકુ-વરિયાળી શરબત, ત્રણ ટેસ્ટ આપતું હાઈબ્રીડ જામફળ
જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હરિયાણા, સિક્કીમ, મહારાષ્ટ્ર, રાજસ્થાન,વેસ્ટ બંગાળ અને મધ્ય પ્રદેશની પરંપરાગત ગરમ અને સાત્વિક વાનગીઓના 76 સ્ટોલ હતા.
રાબડી
ઠંડીનાસમયે રાબડી હરિયાણામાં બનાવવામાં આવે છે. મકાઇના લોટ અને છાશનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી રાબડી 24 કલાકે તૈયાર થાય છે જેમાં ડુગડી, મઠની દાળ, ચણાનો લોટ, સંચળનો ઉપયોગ કરવામાં આવે છે.
સિક્કીમની ખુરીનામ
ખુરીનામની વાનગી સિક્કીમના જંગલોમાં મળતા લેટયુઝ નામના બીજને ઘઉંના લોટમાં મેળવીને બનાવવામાં આવે છે. સીંગદાણા જેવા નુઉમ બીટ પણ તેમાં ઉમેરવામાં આવે છે. માખણ  લગાવીને વેજ રોલની જેમ ખવાય છે.
ઉત્તરાખંડનોઆરસા ટોટના
પહાડી ચોખામાંથી બનાવવામાં આવતી સ્થાનિક મીઠાઈ હતી. ઉત્તરાખંડમાં કોઇ પણ પ્રંસગમાં આરસા ટોટના નામની વાનગી બનાવવામાં આવે છે. વાનગી પહાડી ચોખા અને રાજમા લોટથી બને છે.