3થી 5 લાખની નાની કારનું વેચાણ વધ્યું

દેશની એવી 4 કાર જેનું નવેમ્બર મહિનામાં સૌથી વધુ વેચાણ થયું છે.

Maruti Alto 800

મારૂતિની આ એન્ટ્રી લેવલની હેચબેક કાર Maruti Alto 800 ફરી એકવાર દેશની સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે. આ કારમાં કંપનીએ 0.8 લિટરની ક્ષમતાવાળા BS6-માનક એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે 48PS પાવર અને 69Nm ટોર્ક જનરેટ કરે છે. આ કાર પ્રતિ લીટરમાં 22.05 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે. તેમ છતાં BS-4 મોડેલની તુલનામાં તેની માઇલેજ ઓછી થઈ ગઈ છે. અગાઉનું મોડેલ પ્રતિ લિટર 24 કિલોમીટરની માઇલેજ આપતી હતી. આ કારની કિંમત રૂપિયા 2.88 લાખથી 4.09 લાખ રૂપિયાની વચ્ચે છે. ગયા નવેમ્બરમાં કંપનીએ આ કારના 15,086 યુનિટનું વેચાણ કર્યું હતું.

Maruti S-Presso

મારુતિ સુઝુકીની મીની એસયુવી Maruti S-Pressoએ ગયા નવેમ્બરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ નાની કાર બજારમાં એક જ પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ છે. આ કારમાં કંપનીએ BS-6 માનક ધરાવતા 1.0 લિટર ક્ષમતાવાળા પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 68PS પાવર અને 90Nm ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમોટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે. આ કાર 21.7 kmpl સુધીની માઇલેજ આપે છે. તેની કિંમત 3.69 લાખ રૂપિયાથી 4.91 લાખ રૂપિયા છે. કંપનીએ ગત નવેમ્બરમાં Maruti S-Pressoના 11,220 યુનિટનું વેચાણ કર્યું હતું.

Renault KWID

ફ્રાન્સની અગ્રણી કાર ઉત્પાદક Renaultએ તાજેતરમાં જ બજારમાં તેની નવી ફેસલિફ્ટ KWID લોન્ચ કરી છે. આ કાર બજારમાં બે અલગ અલગ એન્જિન સાથે પણ ઉપલબ્ધ છે. એક વેરિએન્ટમાં કંપનીએ 0.8 લિટર ક્ષમતાવાળા એન્જિનનો ઉપયોગ કર્યો છે. જ્યારે બીજા વેરિએન્ટમાં કંપનીએ 1.0 લિટર ક્ષમતાવાળા એન્જિનનો ઉપયોગ કર્યો છે. તે 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે. આ કાર પ્રતિ લિટર 21 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે. તેની કિંમત 2.83 લાખ રૂપિયાથી 4.92 લાખ રૂપિયા વચ્ચેની છે. ગયા નવેમ્બરમાં કંપનીએ આ કારના કુલ 4,182 યુનિટનું વેચાણ કર્યું હતું.

Datsun redi-GO

Datsun redi-GO બજારમાં બે અલગ અલગ પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ છે. એક વેરિએન્ટમાં કંપનીએ 0.8 લિટર ક્ષમતાવાળા પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે 54PS પાવર અને 72Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે બીજા વેરિએન્ટમાં કંપનીએ 1.0 લિટર ક્ષમતાવાળા એન્જિનનો ઉપયોગ કર્યો છે જે 68PS પાવર અને 91Nm ટોર્ક જનરેટ કરે છે. આ કાર પ્રતિ લિટર 22 કિલોમીટરનું માઇલેજ આપે છે. તેની કિંમત 2.79 લાખ રૂપિયાથી 4.37 લાખ રૂપિયા છે. નવેમ્બરમાં કંપનીએ આ કારના કુલ 802 યુનિટનું વેચાણ કર્યું હતું.