જિલ્લાકક્ષાનાં મુખ્ય શહેરમાં છેલ્લા 3 વર્ષથી ભુગર્ભ ગટરની કામગીરી શરૂ છે. છેલ્લા એકાદ વર્ષથી ગેસ પાઈપલાઈન અને હવે વરસાદી પાણીનાં નિકાલ માટે જયાં ત્યાં આડેધડ નિયમ વિરૂઘ્ધ ખોદકામની કામગીરી થઈ રહી છે. તો ખાનગી મોબાઈલ કંપની કે પીજીવીસીએલ ઘ્વારા પણ વચ્ચે ખોદકા કરવામાં આવતાં શહેરનાં અંતરિયાળથી લઈને મુખ્ય માર્ગો પર ખોદકામ કરવામાં આવી રહૃાું છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે, શહેરીજનોનાં પરસેવાનાં પૈસાથી થતાં વિકાસકાર્યો અંગે શહેરીજનો જ અજાણ છે. શહેરીજનો અરસ-પરસ ચર્ચા કરતાં હોય છે કે આ વળી શેની કામગીરી થઈ રહી છે.
લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોનાં પૈસાનો પાઈ-પાઈનો હિસાબ અધિકારીઓ અને પદાધિકારીઓને દેવો પડતો હોય છે. કોઈ વિકાસ કાર્યો થતાં હોય તો કેટલું કામ છે, કેવું કામ છે, કેટલો ખર્ચ થશે, કામ કોણ કરે છે, કામ કયારે પુર્ણ થશે સહિતની માહિતી જાહેર જનતાની જાણકારી અર્થે આપવાની હોય છે અને કામનાં સ્થળે જાહેર બોર્ડ લગાવવાનું હોય છે પરંતુ તમામ નિયમોનો ખુલ્લેઆમ ઉલાળીયો કરવામાં આવી રહૃાો છે.
શહેરમાં હાલ અનેક માર્ગો પર ખોદકામ કે અન્ય કામગીરી થઈ રહી છે તે અંગે શહેરીજનોને કોઈ જાણકારી નથી અને લગભગ તમામ કામોમાં બેફામ ગેરરીતિ થઈ રહી હોય પરંતુ ભ્રષ્ટાચાર હાલ તોશિષ્ટાચાર બની ગયો હોય તેવું લાગી રહૃાું છે. કારણ કે, કોઈ કામની તપાસ જ કરવામાં આવતી નથી. કોન્ટ્રાકટર અને અધિકારીઓ / પદાધિકારીઓ ઘ્વારા સરાજાહેર ઉઘાડી લૂંટ શરૂ કરવામાં આવી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહૃાું છે.
અમરેલી શહેરમાં નેતૃત્વનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહૃાો છે. જેથી શહેરમાં દિનપ્રતિદિન અરાજકતાનો માહોલ વધી રહૃાો છે. ઉચ્ચ અધિકારીઓ કે પદાધિકારીઓને શહેરીજનોની કોઈ ચિંતા થતીનથી.