હોપ શુટ અને ગુચ્છી નામની અતિ મોંધી ભાજીનું વાવેતર ગુજરાતમાં થઈ શકે તેમ છે કે કેમ તેની શક્યતા કૃષિ વિજ્ઞાનીઓ ચકાસી રહ્યાં છે. ખાનગી રીતે આ પ્રયોગો સૌરાષ્ટ્રમાં થઈ રહ્યાં છે. જેમાં સફળતા મળતાં તે અંગેની વિગતો જાહેર કરવામાં આવશે. આ ભાજી રૂ.30,000 થી રૂ.82,000 સુધીના આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાય છે. આજે ગુજરાતમાં આવો ભાવ એક પણ ખેત પેદાશોને મળતો નથી. પણ ગીરનાર, કચ્છ, પોરબંદરમાં તે થઈ શકે તેમ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.
હોપ શુટ
હોપ શુટ નામની ભાજીની કિંમત રૂ.1000 યુરો એટલે કે રૂ.80થી 82,000 એક કિલોના છે. બ્રિટેન, જર્મની સહિત અનેક યુરોપીય દેશોના જંગલમાં તેની ખેતી થાય છે. ભાજીમાંથી શાક અને ફૂલમાંથી આચાર બને છે. છોડની ખાસીયત એ છે કે તે એક દિવસમાં છ ઈંચ સુધી વધી જાય છે.
ગુચ્છી
ગુજરાતના અને હવે રાષ્ટ્રીય નેતા બનેલાં નેતા ગુચ્છી ભાજી ખાય છે. જેનાથી બુદ્ધિમત્તા વધે છે અને ચામડી સફેદ બને છે. જેની એક કીલોની કિંમત રૂ.30,000 આસપાસ રહે છે. 2001માં ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તાજગી અને એનર્જી માટે ગુચ્છી ખાય છે.
હિમાલયના હિમાચલ પ્રદેશનું આ ફળ ખૂબ જ અનેક ગુણોથી ભરપૂર છે. તે ભાજી છે અને મસરૂમની એક જાત જેવી છે. વૈજ્ઞાનિક નામ માર્કુલા એસ્ક્યુપલેંટા છે. જો તે ગુજરાતમાં થવા લાગે તો ખેડૂતોને એક કિલોના રૂ.10,000 મળી શકે તેમ છે. . વૈજ્ઞાનિક નામ માર્કુલા એસ્ક્યુપલેટા છે. તેને સપંજ મશરૂમના નામથીપણ ઓળખવામાં આવે છે. તેમાં વિટામીન બી,સી,ડી અને કે નું પ્રમાણ ભરપુર હોય છે. આ ભાજીને શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે છે.
મોંઘું કેસર
એક કિલો સાચા કેસરનો હાલમાં ભાવ રૂ.90 હજારથી રૂ.1,000 લખ સુધી છે. બજારમાં રૂ.5થી 6 હજારના ભાવે પણ કેસર મળે છે. પણ તે સાચું છે તેવું માની ન લેતા. જૈન દેરાસરોને આ ભાવે મળે છે.
કેસરના ઓક્ટોબર મહિનામાં કેસરના ફૂલ ખીલે છે. એક છોડ પર જાંબુડિયા અને ફાલસાઇ રંગના છ પાંખડીવાળા બેથી ત્રણ જ ફૂલ ખીલે છે. કેસરના ફૂલની વચ્ચેથી લાલ અને પીળા રંગના તાંતણા નીકળેલા હોય છે. પીળા રંગના પુ કેસરના તાંતણા નકામા હોય છે. વચ્ચેના ત્રણ લાલ રંગના સ્ત્રી કેસર હોય છે. જેને કેસર કહે છે. કેસરના બગીચામાં ઓક્ટોબર માસમાં સવારના પહેલા સૂર્ય ઉગતાં પહેલાં સુગંધ ઊડી જાય તે પહેલાં ફૂલો વીણી લે છે. ફઉલને ચીરીને તેમાંથી કેસરના તાંતણા કાઢી તેને ભઢ્ઢીમાં સેકવામાં આવે છે. એક એકરમાં ટનબંધ ફુલોમાંથી માત્ર 4 કિલો કેસર નિકળે છે. 6 લાખ ફુલમાંથી એક કિલો કેસર નિકળે છે. ભારતમાં સૌ પ્રથમ કાશ્મિરના પમ્પુર ગામમાં કેસરની ખેતી થતી હતી, હવે 40 ગામમાં થાય છે.
સુરેન્દ્રનગર જિલ્લા તથા બીજા કેટલાંક જિલ્લામાં કેસર થતું હોવાનું જણાવીને હજારો ખેડૂતો પાસેથી લેભાગુ લોકોએ બિયારણના લીધા હતા. ખેડૂતોએ તે ઉગાડ્યું પણ હતું. પણ તે છોડના ફૂલમાંથી કેસર જેવું નકલી તાતણાં હતા. હજું પણ ખેડૂતોને ગુજરાતમાં આ રીતે છેતરવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં કેસર પેદા થઈ શકતું નથી.