30ના બદલે 35 કિલોની ભરતી તરકટ સામે ખેડૂતોએ મગફળીની હોળી કરી 

રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાંથી 6.5 લાખ મેટ્રીક ટન મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનું 15 નવેમ્બર 2018થી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અરાજકતા સર્જાતા અને ભાવમાં લૂંટફાટ શરૂ કરાતાં ખેડૂતોએ પોતાની મગફળીની હોળી કરી સરકાર સામે વિરોધ કર્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ કેન્દ્રો ખંભાળિયા, ભાણવડ અને ભાટિયા પર આ ટેકાની મગફળી ખરીદી કેન્દ્રો ખોલવામાં આવ્યા છે દરેક કેન્દ્ર પર 50 ખેડૂતોને મેસેજ કરી જાણ કરવામાં આવી હતી જે મુજબ ખેડૂતો પોતાના વાહન ભરી ટેકાના કેન્દ્રો પર લાવ્યા હતા.
        મોડા મોડા આવેલા બરદાન, વજન કાંટા અને નાફેડના અધિકારીઓની મોડી ઉપસ્થિતિના કારણે 1 વાગ્યા પછી ખરીદી ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી
         ખરીદીની જાહેરાત થતા જ ખડુતોમાં રોષની લાગણી જોવા મળી હતી. સરકારે જ્યારે મગફળીની ખરીદીની જાહેરાત કરી ત્યારે પ્રતિ બોરી 30 કિલોગ્રામ મગફળીની ભરતીની જાહેરાત કરી હતી. જ્યારે ખરીદીની શરૂઆત કરી ત્યારે 35 કિલોગ્રામ મગફળીની ભરતી કરવાની ફરજિયાત કરી હતી.
       બોરીની બાંધણું સિલાઈ મશીન દ્વારા કરવાનું હોય બોરી ઉપરથી અર્ધો ફૂટ ખાલી રાખવી ફરજીયાત છે. જેના કારણે બોરીમાં 4 થી 5 કિલો મગફળી ઓછી સમાય તેવી સ્થિતિ છે. તે ઉપરાંત આ વર્ષે મગફળી નબળા વર્ષના કારણે નબળી થઈ છે. જે 35 કિલો મગફળીની ભરતી શક્ય જ ન હોય ખેડૂતોમાં રોસ જોવા મળ્યો હતો.
          ખેડુતોએ રોષ સાથે લાગણી વ્યક્ત કરી હતી કે 35 કિલોગ્રામ ની ભરતીની માંગ એટલે મગફળીની ખરીદી કરવાની સરકારની દાનત ન હોય તેવું લાગે છે. જો સરકાર ખેડુતોની ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી ખેડૂતોને મદદ કરવા માંગતી હોય તો 30 કિલોગ્રામની ભરતી કરવી ફરજિયાત છે. નહિતર 80% ખેડૂતોને ધક્કા ખાવા પડશે. 35 કિલોગ્રામ ની ભરતી શક્ય જ નથી.
ખેડૂતો રોષે ભરાઈ પોતાની મગફળીની હોળી કરી રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, અહીંથી મગફળી પાછી લઇ જવી એના કરતાં તો સળગાવી નાખવી સારી એમ કહી ખેડુતોએ મગફળીની હોળી કરી હતી