30મો આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ અમદાવાદમાં છઠ્ઠી જાન્યુઆરીથી

રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ સંચાલિત સ્ટેટ ઈન્સ્ટીટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટ અને આંતરરાષ્ટ્રીય ઈન્સ્ટીટ્યુટ વચ્ચે સ્ટુડન્ટ સ્ટડી એક્સચેન્જના લેટર ઓફ ઈન્ટેન્ટ પણ હસ્તાક્ષર કરીને આદાન – પ્રદાન થયું હતું.
આ પતંગોત્સવમાં ૪૫ દેશોના અને ભારતના વિવિધ ૧૩ રાજ્યોના તેમજ ગુજરાતના ૧૯ શહેરોના ૫૦૦ જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજોની પોતાના પતંગની આગવી ઓળખ સાથેની પરેડ-માર્ચ પાસ્ટ પણ યોજવામાં આવી હતી.

છઠ્ઠી જાન્યુઆરીથી અમદાવાદમાં સવારે આઠ વાગે રાજયના ત્રીસમા આંતરરાષ્ટ્રિય ૫તંગ મહોત્સવનો પ્રારંભ થશે.
આ ત્રીસમા આંતરરાષ્ટ્રિય પતંગોત્સવમાં ૧૫ જેટલા દેશોના રાજદૂતો પણ હાજર રહેનાર છે. આ દેશોમાં; પેલેસ્ટાઈન, લિબિયા, ડી.આર. કોંગો, મ્યાનમાર, તનિસિયા, માલી, ઝિમ્બાવે, તાઈપાઈ, બ્રુનેઈ દારુસલેમ, રવાંડા, મલેશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.
દેશ-વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બની ચૂકેલા ગુજરાતના આ ઉત્તરાયણ ખૂબ જ મહત્વના તહેવાર પ્રસંગે યોજાઈ રહેલા આ પતંગોત્સવમાં પિસ્તાલીસ [45] જેટલા દેશોના એકસો એકાવન [151] પતંગ રસિકો ભાગ લેશે. જ્યારે દેશના તેર [13] જેટલા રાજ્યોમાંથી એકસો પાંચ [105] અને રાજ્યના ઓગણીસ [19] શહેરોના પાંચસો પીસતાલીસ [545] જેટલા પતંગ રસિકો ઉત્સાહભેર ભાગ લેનાર છે. છઠ્ઠી જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે પ્રારંભ થયા બાદ આ આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ રાજ્યના વિવિધ અગિયાર જેટલા નાના મોટા નગરો અને ફરવાના સ્થળોએ પણ પતંગોત્સવ યોજાશે. તારીખ સાતમી જાન્યુઆરીના રોજ વડોદરા ખાતે અને બીજા દિવસે આઠમીના રોજ પ્રથમ વાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કેવડિયા ખાતે પતંગોત્સવ યોજાશે. આજ દિવસે સૌરાષ્ટ્રમાં દ્વારકા ખાતે પણ યોજાનાર છે. નવમી તારીખે રાજકોટ અને સુરત ખાતે જ્યારે, દસમીના રોજ સોનગઢ અને જેતપુર ખાતે યોજાશે. અગિયારમી એ ગુજરાતના એકમાત્ર હિલ-સ્ટેશન સાપુતારા અને કચ્છના ધોરડોમાં પતંગ મહોત્સવ યોજાશે. ધોરડો ખાતે બીજા દિવસ એટલે કે, બારમી જાન્યુઆરીના રોજ પણ સફેદ-રણમાં પતંગોત્સવ યોજાશે. જેનો લાભ રણ- ઉત્સવની મુલાકાતે આવનાર પ્રવાસીઓ પણ લઈ શકશે. છેલ્લા દિવસ એટલે કે ચૌદમી જાન્યુઆરી, ઉત્તરાયણના દિવસે અમદાવાદની પોળોમાં પરંપરાગત રીતે ધાબા અને મકાનોની અગાશીઓ ઉપર પ્રવાસન નિગમ દ્વારા દેશ વિદેશના વિવિધ પતંગ રસિકો સાથે પતંગોત્સવ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જોકે અમદાવાદમાં બધા દિવસ છઠ્ઠી જાન્યુઆરીથી ચૌદમી જાન્યુઆરી દરમિયાન ઉજવણી થશે. આ મહોત્સવ ગુજરાતના પર્યટન ઉદ્યોગ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યો હોઈ દેશના સોળ જેટલા રાજ્યોમાંથી ટ્રાવેલ ઉદ્યોગના પ્રતિનિધિઓ પણ પતંગોત્સવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર છે.