ગુજરાતના દરિયામાંથી રૂપિયા 150 કરોડનું 30 કિલો હેરોઈન પકડાયું

ગાંધીનગર, 15 એપ્રિલ 2021

30 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂપિયા 150 કરોડ છે. સમુદ્રમાં એક સંયુક્ત ઓપરેશન કરાયું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ)એ સાથે કામ કર્યું હતું.

ગુરુવારે સવારે આઠ પાકિસ્તાની નાગરિકોને ગુજરાતના દરિયાકાંઠે પકડી લીધા હતા. જેની પાસે રૂપિયા 150 કરોડના હેરોઇન સાથે બોટ હતી. .

અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઇ બાઉન્ડ્રી લાઇનની નજીક બોટને કબજે કરી હતી.

પાકિસ્તાનથી બોટ દ્વારા મધ્ય સમુદ્રમાં માલ મોકલવાનો હતો.

આઈસીજીએ ટ્વિટર પર પોસ્ટ કરી, ભારતીય પાણીમાં આઈ.બી.બી.એલ. ની આશરે 30૦ કિલો હેરોઇન સાથે એટીએસ ગુજરાત સાથે સંયુક્ત કામગીરીમાં પાકિસ્તાની બોટ પીએફબી (પાકિસ્તાની ફિશિંગ બોટ) એનયુએચની ધરપકડ કરી.