દિલીપ પટેલ allgujaratnews.in
નિવૃત્ત પોલીસ સનદી અધિકારી આર.જે. સવાણીએ રૂ.300 કરોડની લાંચ લેનારા અને સીબીઆઈમાં કામ કરનારા એ પોલીસ અધિકારીનો ઉલ્લેખ કર્યો છે, તે કોણ છે એ સવાલ ઊભો થયો છે. ભ્રષ્ટાચાર ઉપરથી વહે છે એટલે કે ગાંધીનગરની ડી જી કચેરી અને પ્રધાનોની સ્વર્ણિમ સંકુલ કચેરી એવો આરોપ પણ છે. આવા લોકોને એસીબી પકડતી નથી. મોટો ભ્રષ્ટાચાર તો IPS અધિકારીઓ કરે છે. આ ભ્રષ્ટાચાર પ્રસરીને નીચેના સ્તરે ઊતરે છે. ભ્રષ્ટ IPS અધિકારીઓ શરમ રાખ્યા વિના ભ્રષ્ટાચાર કરે છે. તક મળે તો પાછા પડતા નથી. તક ન હોય તો ઊભી કરે છે. એવા ઉચ્ચારો ગુજરાતની રૂપાણીની ભાજપ સરકાર સામે અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યાં છે.
કેટલાક IPS અધિકારીઓ ‘નોન કરપ્ટ’ હોવાનો આબાદ ઢોંગ કરે છે, ગુજરાત કેડરના એક IPS અધિકારીએ વડોદરામાં રૂપિયા 300 કરોડની લાંચ લીધેલી અને તેની તપાસ CBIમાં ચાલતી હતી તેમ છતાં આ ભ્રષ્ટ અધિકારીની નિમણૂંક CBIમાં થઈ ગઇ હતી. એવી વાત બહાદુર આર જે સવાણીએ લખી છે ત્યારે રૂ.300 કરોડની લાંચ લેનારા આ અધિકારી કોણ છે તે અંગે ગુજરાતમાં ચર્ચ શરૂ થઈ છે. તેનું નામ હજુ સુધી જાહેર થયું નથી.
પ્રશ્ન કેમ ઊભો થયો
ગુજરાતમાં પોલીસના લાંચના બે કેસમાં લાખો રૂપિયા મળી આવ્યા છે. રૂ.8 લાખની લાંચમાં જેતપુરના ડીવાયએસપી જે.એમ.ભરવાડ પછી જૂનાગઢ એસીબીના પીઆઇ ડી.ડી.ચાવડા રૂ.18 લાખની લાંચ અને 15 લાખની લાંચનો બીજો ગુનો દાખલ થયો છે. ભ્રષ્ટ અધિકારીઓ ડાઘ લગાવી રહ્યાં છે. આવી ઘટનાઓ બહાર આવી છે. હજાર આવેલી ઘટના તો ડાંગના જંગલના લાખો વૃક્ષોમાંનું એક વૃક્ષ માત્ર છે. ત્યારે ભ્રષ્ટ સરકાર સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. ગુજરાતમાં ભાજપનું શાસન છેલ્લા 25 વર્ષથી છે, ભાજપની પહેલી એવી કેશુભાઈ પટેલની સરકારનું સૂત્ર હતું કે ભાય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરીશું. પણ 2001થી 2020 નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીના શાસનમાં કેશુભાઈ પટેલે આપેલું સૂત્ર ઊલટાવી દેવાયું છે, જે છે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ફેલાવીશું.
રૂ.300 કરોડની લાંચ
નિવૃત્ત પોલીસ સનદી અધિકારી સવાણીએ રૂ.300 કરોડની લાંચ લેનારા અને સીબીઆઈમાં કામ કરનારા એ અધિકારી કોણ છે એ સવાલ ઊભો થયો છે. અધિકારી કોણ છે તે નામ જાહેર થયું નથી. પણ વડોદરામાં કેવો ભ્રષ્ટાચાર પોલીસમાં છે તે કેટલાંક બનાવો પરથી સ્પષ્ટ બને છે.
વડોદરામાં પોલીસના લાંચના ગુનાઓ કેવા બન્યા છે, તે રસપ્રદ છે
રાકેશ અસ્થાના
વડોદરામાં ફરજ બજાવી ચૂકેલા IPS રાકેશ અસ્થાના છે. તેમનું સ્વાગત લક્ષ્મી વિલાસ પેલેશમાં થયું હતું. દિકરીના લગ્નના ખર્ચની વિગતો બહાર આવી હતી. રાકેશ અસ્થાના 1984 બેચના આઈપીએસ ઓફિસર છે. અસ્થાનાને મોદી સરકારના નજીકના ઓફિસર CBIમાં સ્પેશિયલ ડાયરેક્ટર બનતા પહેલા તેઓ કેન્દ્રીય તપાસ એજન્સીમાં અનેક ભૂમિકા નિભાવી ચૂક્યા છે. મોદી સરકારે 2016માં અસ્થાનાને નરેન્દ્ર મોદી અને અમિત શાહની મદદથી સીબીઆઈના અંતરિમ નિર્દેશક બનાવ્યા હતા, પરંતુ તેમની નિયુક્તિ પર પ્રશ્ન ઊભા થયા હતા. જો કે બાદમાં સરકારે ફેબ્રુઆરીમાં આલોક વર્માને સીબીઆઈના નિર્દેશક બનાવ્યા હતા. તેમના વિરુદ્ધ તપાસ કરી રહેલા ઓફિસરોને હટાવવાથી સીબીઆઈની વિશ્વસનિયતા પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
રાકેશ અસ્થાનાએ સીબીઆઈ તેમની સામે થયેલી ફરિયાદ રદ કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી તેને અદાલતે 11 જાન્યુઆરી 2019માં ફગાવી દીધી હતી તેના બરાબર એક વર્ષ પછી આ વાત સવાણીએ કરી છે. તપાસને નામે ખંડણી કેસમાં રાકેશ અસ્થાના, દેવેન્દ્ર કુમાર અને કથિત વચેટિયાની ભૂમિકામાં મનોજ શર્મા આરોપી છે.
સતિષ સના ફરિયાદી
હૈદરાબાદના બિઝનેસ મેન સતીષ બાબુ સનાએ અસ્થાનાને લાંચ આપી હોવાનો આરોપ કર્યો છે. સતીષ બાબુ સનાએ ભષ્ટ્રાચાર, ખંડણી અને ગંભીર ગુનાઇત કામગીરીના આરોપ કરેલા છે.
વડા પ્રધાનના વડપણ હેઠળની એક ઉચ્ચસ્તરીય સમિતિએ સીબીઆઈના વડા આલોક વર્માને આ કેસમાં તપાસ કરવા માટે હઠાવી દેવાયા હતા. કમિટીમાં વડા પ્રધાન ઉપરાંત વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને ન્યાયાધીશ એ.કે. સીકરી સામેલ હતા. બે દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે આલોક વર્માને રજા પર મોકલવાના કેન્દ્ર સરકારના નિર્ણયને રદ કરી દીધો હતો.
દેશની સૌથી શ્રેષ્ઠ તપાસ એજન્સી સીબીઆઈમાં નંબર બે ઓફિસર એટલે સ્પેશિયલ ડાયરેક્ટર રહેલા રાકેશ અસ્થાના વિરુદ્ધ લાંચ લેવાની તપાસ કરી રહેલી ટીમના તમામ 4 ઓફિસરોને હોમ કેડરમાં બદલી નાંખવામાં આવ્યા હતા. તો તેમને હટાવી દેવામાં આવ્યા હતા. CBIના ટોચના બે અધિકારીઓની તકરારમાં એક બે નહી પુરા 13 અધિકારીઓની ટ્રાન્સફર કરી દેવાઈ છે અથવા તો તેમની જવાબદારીઓ બદલી નાંખવામાં આવી છે.
ગગનદીપને રાકેશ અસ્થાનાના નજીકના માનવામાં આવતા હતા. અસ્થાના દ્વારા બનાવેલી એસઆઈટીમા પણ ગગનદીપ સામેલ હતા. તેનાથી તપાસ એજન્સીની વિશ્વસનિયતા પર પ્રશ્નો ઉઠ્યા છે.
પોલિગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં આ વાત સાબિત થઇ હતી.
CBIને આપેલા નિવેદનમાં સતીશ સનાએ જણાવ્યું કે, તેણે રાકેશ અસ્થાનાને રુપિયા બે કરોડની લાંચ આપી હતી. આ રુપિયા ડિસેમ્બર-2017થી 10 મહિનાના ગાળામાં થોડા થોડા સમયે આપવામાં આવ્યા હતા. CBI વારંવાર નોટિસ મોકલી હેરાનગતિ કરે નહીં તે માટે પોતે આ લાંચ આપી હોવાનું સતીષ સનાએ જણાવ્યું હતું. ઈન્વેસ્ટમેન્ટ બેન્કર મનોજ પ્રસાદે તેને ખાતરી આપી હતી કે, જો તે રુપિયા પાંચ કરોડ ચુકવશે તો CBIના સમન્સમાંથી તેને રાહત મળી જશે.
સીબીઆઈનો આરોપ છે કે, ડિસેમ્બર 2017થી ઓક્ટોબર 2018 સુધી પાંચ વખત લાંચ લેવામાં આવી હતી. સીબીઆઈની કાર્યવાહી બાદ અસ્થાનાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી
લક્ષ્મી વિલાસ પેલેસ
ગુજરાત કેડરના IPS ઓફિસર અને હાલ CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની વિરુદ્ધ 2 કરોડ રૂપિયાની લાંચના આરોપમાં CBI દ્વારા FIR દાખલ કરવામાં આવી છે, ત્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાયેલા રાકેશ અસ્થાનાની દીકરીના ભવ્ય લગ્ન સાથે સંકળાયેલા 16 બિઝનેસમેનની પૂછપરછ માટે CBIની ટીમ 21 ઓક્ટોબર 2018માં વડોદરા આવી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી.
અસ્થાનાની દીકરીના ભવ્ય લગ્ન સાથે સંકળાયેલા સમરજીતસિંહ ગાયકવાડ, પિયુષ શાહ સહિતના 16 બિઝનેસમેનની પૂછપરછ માટે CBIની ટીમ વડોદરા આવી છે. અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. રાકેશ અસ્થાનાની દીકરીના ભવ્ય લગ્નમાં કોણ કોણ મહેમાન હતા, કેટલો ખર્ચ થયો સહિતની વિગતો CBIની ટીમે મેળવી હતી.
ચર્ચિત માંસનો વેપારી મોઇન કુરેશી હવાલા દ્વારા દુબઇ, લંડન અને યુરોપના અન્ય શહેરોમાં પૈસા મોકલવાનો આરોપ છે. ઇડીએ દરોડા દરમ્યાન કેટલાક દાગીના અને લેવડ-દેવડના શંકાસ્પદ દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા. આ આધારે ઇડીએ સંબંધિત ટ્રાન્ઝેક્શનની વિસ્તૃત માહિતી અનેક અન્ય દેશો પાસે માંગી હતી. કુરેશી પર હવાલા દ્વારા રૂા.200 કરોડ વિદેશમાં મોકલવાનો આરોપ છે. કુરેશી 2011થી જ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના રડાર પર હતો. પરંતુ તેના વિરૂદ્ઘ પહેલી વખત 2014માં કાર્યવાહી કરાઈ હતી.
મૂળ કાનપુરનો રહેવાસી મોઇન કુરેશી માંસના ધંધામાં અબજોપતિ બન્યો હતો. રાજકારણમાં તેની સારી એવી પકડ છે. યુપીના રામપુરમાં તેણે શરૂઆતમાં એક નાનું કતલખાનું ખોલ્યું અને થોડા જ સમયમાં તે દેશનો સૌથી મોટો માંસનો કારોબારી બની ગયો હતો. કુરેશીની દેશ-વિદેશમાં અનેક કંપનીઓ છે. તેની એએમક્યુ નામની કંપની માંસની નિકાસ કરે છે.
2 કરોડની લાંચ
વડોદરાની જાણીતી ખાનગી ગુટખા કંપની પાસેથી વેટ ચોરીના નામે 2 કરોડની 2013માં લાંચ માંગનારા આરોપી ફોજદાર આઈ.આઇ.શેખે કોર્ટમાં 16 નવેમ્બર 2018માં સરન્ડર કર્યું હતું. પીઆઇની ઓડીઓ ક્લિપ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેથી કોર્ટે એસીબીને તપાસ કરવાનો અને ફરિયાદ કરવાનો હુકમ કર્યો હતો.
રજનીગંધા કેસ
રજનીગંધા પાન મસાલા ગ્રુપ દ્વારા રૂ.138 કરોડના વેટ ચોરી કૌભાંડમાં ગમનાની પતાવટમાં એજન્ટ પાસે રૂ.5 કરોડની લાંચ માંગવાનો આરોપ CID ક્રાઈમના તત્કાલીન PI આઈ. આઈ. શેખ જેઓ હાલમાં વડોદરા પી.ટી.એસ.માં ફરજ બજાવી ચૂક્યા છે. તેને સસ્પેન્ડ કરવાનો રાજયના પોલીસ મહાનિર્દેશકે 22 મે 2018માં હુકમ કર્યો હતો.
ઈ.સ.2016માં રજનિગંધા કંપનીનો રૂ.960 કરોડનો જથ્થો ઝડપાયો તેમાં રૂ.138 કરોડની વેટની ચોરી હતી. જેની તપાસ આઈ.આઈ. શેખ કરતાં હતા. કંપનીના એજન્ટ રાજેન્દ્ર કેશવાણી સામેનો કેસ ઢીલો કરવા અને તેઓને પરેશાન નહીં કરવા માટે સી.આઈ.ડી.ના તત્કાલિન DG પ્રમોદકુમારના નામે રૂ.5 કરોડની માંગણી કરી હતી. પછી પતાવટ રૂ.2 કરોડમાં કરી હતી. જે અંગેની 81 મીનીટની કુલ 7 ઓડિયો ક્લિપ પુરાવા તરીકે એ.સી.બી.માં આપવામાં આવી હતી.
સુમન દીપ કેસ
લાંચ રુશ્વત દળના કચેરીના અધિકારીઓએ વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં મનસુખ શાહ અને તેમના સાગરિતે વિદ્યાર્થી પાસેથી રૃા.20 લાખની લાંચ લેતા 27 ફેબ્રુઆરી 2017માં ઝડપી લીધો હતો. મનસુખ શાહ તેમના વિદ્યાર્થીઓ પાસેથી જુદા જુદા કોર્સની પરીક્ષામાં બેસવા માટે અને એડમિશન આપવા માટે લાંચ લેતા હતા. આ રીતે લેવાતી લાંચની રકમ તેમના સાગરિત ભરત સાવંત અને અશોક ટેલર મારફતે લેવાતી હતી.
અમદાવાદમાં મેડિકલ માફિયા કેતન દેસાઇને દિલ્હી સીબીઆઇએ લાંચના કેસમાં પકડયાં પછી અમદાવાદની એક વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દેવા માટે રૃ.20 લાખની લાંચ માંગી હતી. ડો.મનસુખ શાહના નિવાસ્થાને તેમજ ઓફિસમાં એસીબીની ટીમે સર્ચ કરતાં રૃ.101 કરોડના ચેક, રૃ.43 કરોડની એફડી ઉપરાંત ચાર વૈભવી કાર, 50 તોલા દાગીના મળી રૃ.1 કરોડની અસ્ક્યામતો તેમજ દસ્તાવેજો હાથ લાગ્યા હતા.
સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક ડો.મનસુખ શાહે એટલી હદે લૂંટનો વ્યાપાર ચાલુ કરી દીધો હતો. 9 કરોડ રૃપિયા નોટ બંધી બાદ બેંકમાં ભર્યા હતા.
ભાજપના પ્રધાન
માંજલપુરના ભાજપના ધારાસભ્ય અને વિજય રૂપાણી સરકારના પ્રધાન યોગેશ પટેલે સુમનદીપ વિદ્યાપીઠની તમામ માન્યતા રદ કરવા રજૂઆત કરી હતી. યોગેશ પટેલે રૂપાણીને પત્ર લખીને કહ્યું છે કે, લાખો-કરોડો રૂપિયા લાંચ લઇને સુમનદીપ વિદ્યાપીઠનો સંચાલક રૂ.15 હજાર કરોડનો માકિલ બની ગયો છે. સુમનદીપ વિદ્યાપીઠમાં મેડિકલ શિક્ષણની હાટડી ચાલી હતી.
અમદાવાદની સાબરમતી પાસે મેડિકલ કોલેજની એનઓસી અને સુમનદીપ યુનિવર્સિટીની માન્યતા રદ કરવાની માંગ ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે કરી હતી. ત્યાર બાદ યોગેશ પટેલ રૂપાણી સરકારમાં પ્રધાન બની ગયા છે.
કે ડી રાવ કેસ
વડોદરાના પીઆઇ ડી.કે.રાવ નિવૃતીના ૩ દિવસ પહેલાં રૂ.1 લાખની લાંચ લેતા 26 જૂન 2019માં પકડાઈ ગયા હતા.
માર ન મારવાનો ભાવ રૂ.35 હજાર
વડોદરામાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો પીએસઆઈ અમિત છોવાળા રૂ.35 હજારની લાંચ લેતા 17 જુલાઈ 2019માં પકડાયો હતો. ભાડે ચલાવવા માટે લીધેલી કાર બારોબાર ચાંઉ કરીને છેતરપિડી અને વિશ્વાસઘાત કરતી ટોળકીના મુખ્ય સૂત્રધાર નહી બનાવવા અને માર નહી મારવા માટે લાંચ માંગી હતી.
કોન્સ્ટેબલ દલાલ
દાહોદ જિલ્લાના કતવારા પોલીસે લૂંટના ગુનામાં બે ભાઇઓની ધરપકડ કરી હતી. બે ભાઇઓને નહિં મારવા માટે રૂપિયા 40 હજારની લાંચ માંગનાર પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક કાંતિ બારીયાને એ.સી.બી.એ રંગેહાથ ઝડપી લીધો હતો. જ્યારે પી.એસ.આઇ. આર.આર. રબારીને એ.સી.બી. ટ્રેપની જાણ થતાં ફરાર થઈ ગયો હતો.
કસ્ટડી ન કરવા લાંચ
વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં 27 સપ્ટેમ્બર 2018માં પોલીસ ઈન્સપેક્ટર રંગેહાથે લાંચ લેતા ઝડપાઈ ગયો. દારુના ગુનામાં ધરપકડ કરવામાં આવેલા આરોપી ઉપેન્દ્રને કસ્ટડીમાં ન મોકલવા રૂ.30 હજાર લાંચ લેતા PSI ઈન્દ્રજિતસિંહ સરવૈયા પકડાઈ ગયો હતો. આરોપીના ભાઈ મહેશ ગોહિલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા બદલ રૂ.4 લાખની લાંચ માંગી હતી.
મધ્ય પ્રદેશની પોલીસે વડોદરામાં લાંચ લીધી
શહેરના એક ભંગારના વેપારી ભરત તાંબે પાસે મધ્યપ્રદેશના છિંદવાડાના પાંડોરા પોલીસ સ્ટેશનના બે પોલીસ અધિકારીઓ દ્વારા રુપિયા 18 લાખની લાંચ માગવામાં આવી હતી. અને અંતે આ લાંચ માટે 8 લાખ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી હતી.
પોલીસ સ્ટેશન – લાંચ કેન્દ્ર
વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનના ASI વલ્લભ વસાવા રૂ.20 હજારની લાંચ લેતા પોલીસ મથકમાં ઝડપાયા હતા. ફટાકડાની દુકાન ના લાયસન્સ માટે તરફેણમાં અહેવાલ આપવા આપવા રૂ.45 હજારની માંગી હતી. જે સોદો રૂ.25 હજારમાં આખરી કરાયો હતો.
દારુનો ગુનો ન નોંધવાનો ભાવ રૂ.55 હજાર
વડોદરામાં એક ફરિયાદી સામે દારૂનો ગુનો ન નોંધવા અને માન ન મારવા મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના બાલાડા ગામનાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ હેમુભા જાદવને રૂ.55 હજારની લાંચ લેતા 20 ડિસેમ્બર 2018માં પકડી પડાયો હતો.
સવાણીની એ હિંમત પૂર્વકની પોસ્ટ
હમણાં જ નિવૃત્ત થયેલા IPS આર. જે. સવાણીએ અપના અડ્ડા નામના ફેસ બુકમાં પોસ્ટ મૂકીને કહ્યું હતું કે, અધિકીરીઓ લોકોની ‘સેવા’ માટે છે કે કરપ્શન માટે છે? ‘પોલીસ’ શબ્દની પાછળ ‘સર્વિસ’ મૂકી શકાય? ગુજરાત પોલીસમાં કરપ્શન ટોચે પહોંચ્યું છે. આપણે ત્યાં કરપ્શનને નાથવા માટે ACB-એન્ટિ કરપ્શન બ્યૂરો છે. આ બ્યૂરોના અધિકારીઓ પણ પોલીસ વિભાગના જ હોય છે, એટલે કે કરપ્શનના રંગે રંગાયેલા હોય છે.
24 ડીસેમ્બર 2019 ના રોજ, જૂનાગઢ ACB ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચાવડાને, 18 લાખની લાંચ લેતા ACB ના અધિકારીઓએ અમદાવાદના સનાથળ સર્કલ પાસેથી ઝડપી લીધા ! ઓગષ્ટ 2019 માં, જેતપુરના DySP જે.એમ. ભરવાડ વતી 8 લાખની લાંચ લેતા કોન્સ્ટેબલને ACB ના અધિકારીઓએ ઝડપી લીધેલ. ફરિયાદી પોલીસ સ્ટેશને જાય ત્યારે માતાજીઓની છબીઓ જોઈને ફરિયાદીને લાગે છે કે પોલીસ ધાર્મિક છે, મદદ કરશે ! પરંતુ ફરિયાદીને જુદો જ અનુભવ થાય છે.
ફરિયાદીને સાંભળવાને બદલે તેની પાસે પૈસાની માંગણી થાય છે. ટ્રાફિક પોલીસના ઉઘરાણાનો દરેક નાગરિકને અનુભવ છે. કોન્સ્ટેબલ લાંચ લે છે તે તો હિમશિલાની માત્ર ટોચ છે. મોટું કરપ્શન તો IPS અધિકારીઓ કરે છે. આ કરપ્શન પર્કોલેટ થતું નીચેના સ્તરે ઉતરે છે. કરપ્ટ IPS અધિકારીઓ શરમ રાખ્યા વિના કરપ્શન કરે છે. તક મળે તો પાછા પડતા નથી. તક ન હોય તો ઊભી કરે.
કમિશન
ગુજરાત પોલીસમાં એવું કેટલુંય ફર્નિચર ખરીદેલું છે જે વર્ષોથી બિનવપરાશી પડ્યું રહ્યું છે. ખુરશી, ટેબલ, કબાટ ક્યાં રાખવા તે પ્રશ્ન છે. પોલીસ ટ્રેઈનિંગ સ્કૂલ વડોદરા ખાતે બે હેવી જનરેટર ત્રણ વર્ષથી ઈન્સ્ટોલ થયા વિનાના પડ્યા છે. આવી તો અનેક વસ્તુઓ ખરીદાય છે; કમિશન માટે ખરીદી થાય છે ! એક સમયે પોલીસ કોન્સ્ટેબલ માટે યુનિફોર્મના કાપડની ખરીદીમાં કરપ્શન થતું; એના કારણે થોડા સમયમાં યુનિફોર્મનો ખાખી કલર આછો થઈ જતો અને કાપડ ઢીલું થઈ જતું. બૂટ, કેપ, મોજા, રેઈનકોટ વગેરેની હાલત બે મહિનામાં ખરાબ થઈ જતી.
પ્રમાણિકતાનો ઢોંગ
કોન્સ્ટેબલની ટ્રેઈનિંગમાં એક રાઉન્ડ ઓછું રનિંગ કરાવવા માટે DySP કક્ષાના અધિકારી પૈસા પડાવે ! બેઝિક તાલીમમાં કરપ્શનનો ભોગ બનનાર કોન્સ્ટેબલ કઈ રીતે નાગરિક સાથે સારો વ્યવહાર કરે ? કેટલાંક IPS અધિકારીઓ ‘નોન કરપ્ટ’ હોવાનો આબાદ ઢોંગ કરે છે.
વડોદરામાં 300 કરોડની લાંચ
ગુજરાત કેડરના એક IPS અધિકારીએ વડોદરામાં 300 કરોડની લાંચ લીધેલી અને તેની તપાસ CBI માં ચાલતી હતી; છતાં આ લાંચીયા અધિકારીની નિમણૂક CBI માં થઈ હતી !કહેવત છે : કઢી અભડાય, દૂધપાક નહીં ! નાનો પકડાય, મોટો નહીં. સમરથ કો નહીં દોષ ગુસાંઈ !
ગાંધીનગરથી ભ્રષ્ટાચાર
પોલીસમાં કરપ્શનની ગંગોત્રી ઉપરથી વહે છે. સમરથને ACB પકડી શકતી નથી. નાના કર્મચારીઓ/ નાના અધિકારીઓ પકડાય છે.
ભ્રષ્ટ નેતાઓ
કરપ્શનનું કારણ શું છે? પગાર ઓછો પડે છે? મોરારી બાપૂઓ, પાંડુરંગ શાસ્ત્રીઓ, પ્રગટ બ્રહ્મસ્વરુપોના ઉપદેશો બિલકુલ અસરહીન છે? માણસનો સ્વાર્થ બળૂકો બન્યો છે? કળિયુગનો પ્રભાવ છે? કારણ શું છે? મહત્વનું કારણ ભ્રષ્ટ નેતૃત્વ છે. જ્યારે નેતૃત્વ સડેલું હોય ત્યારે કરપ્શન વધે, ઘટે નહીં. વહીવટમાં કરપ્શનનો વ્યાપ ખૂબ જ છે : 100 IPS અધિકારીઓમાંથી માત્ર 10 અધિકારીઓ ઓનેસ્ટ હોય છે. આવું જ IAS અધિકારીઓનું છે. લોકોની સેવા માટે સરદાર પટેલે ‘ઓલ ઈન્ડિયા સર્વિસ’નો પાયો નાંખ્યો હતો; પરંતુ સરદારની એ ભાવનાનો આપણી બ્યૂરોક્રસીએ ભૂક્કો બોલાવી દીધો છે.