3200 યુવતીઓએ પ્રેમલગ્ન ન કરવા શપથ લીધા

અમરેલી જીલ્‍લામાં લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટના પટેલ સંકુલમાં સેમીનાર મુગ્‍ધા યોજાયો હતો. જેમાં 3200 વિદ્યાર્થીનીઓએ પોતાની મુગ્‍ધા અવસ્‍થામાં કોઈ ખોટા નિર્ણય ન લેવાના શપથ લીધા હતા. ગિનિઝ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ ધરાવતા અશ્‍વિનભાઈ સુદાણીએ કહ્યું હતું કે, કિશોર અને તરૂણ વય એટલે મુગ્‍ધાવસ્‍થા આ ઉંમરને પસાર કરતી વખતે સર્જાતા મનોભાવ વખતે જીવનનાં સમજદારી વગરનાં મહત્‍વનાં નિર્ણયોમાં ભૂલ કરે તો જીવનમાં મોટી સમસ્‍યાઓ ઉભી થતી હોય છે. જેનાથી જીવન જીવવું મુશ્‍કેલ બની જતુ હોય છે. માતા-પિતા પ્રત્‍યે દરેક યુવતીઓએ આદરભાવ

સેમીનારના અંતે દરેક યુવતીઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે માતા-પિતાને અવગણીને પ્રેમ લગ્ન નહીં કરીએ.  કોઈ કાળે આત્‍મહત્‍યા નહીં કરીએ.

સુરતમાં શરૂઆત

12 ફેબ્રુઆરી 2019માં સુરતમાં 10 હજાર યુવતી અને યુવકે માતા-પિતાની મંજૂરી વગર પ્રેમલગ્ન નહીં કરવાના નક્કી કરીને પછી 10,000 યુવાનોએ વેલેનટાઇન્સ ડેના દિવસે પ્રતિજ્ઞા લીધી હતી. પોતાની રિલેશનશિપને ખતમ કરવી પડે તો પણ કરશે પણ પ્રેમ લગ્ન નહીં કરે એવા ઓથ લીધા હતા. માતા-પિતાને લવ મેરેજ સામે વાંધો હોય તો તેઓ પ્રેમી સાથે લગ્ન નહીં કરે.

યુવાનો પ્રેમમાં પડીને આવેગમાં લગ્નનો નિર્ણય લઇ લે છે. કેટલાક તો ઘરેથી ભાગીને લગ્ન કરે છે, પરંતુ આવા રિલેશન લાંબો સમય ટકતા નથી. જીવનમાં જ્યારે લગ્નનો નિર્ણય લેવાની વાત આવે ત્યારે બાળકો તેમના માતા-પિતાની સલાહ લે.

સુરતની 15 જેટલી સ્કૂલો અને કોલેજ દ્વારા કાર્યક્રમ કરાયો હતો. સંસ્કાર ભારતી, અડાજણની પ્રેસિડેન્સી હાઇ સ્કૂલ, સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ, સ્વામિનારાયણ એમ.વી વિદ્યાલય, સન ગ્રેસ વિદ્યાલય, વારાછાની નવચેતના વિદ્યાલય અને જ્ઞાન ગંગા વિદ્યાલયનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમ પાલનપુર પાટિયા પાસેની સંસ્કાર ભારતી, અડાજણની પ્રેસિડન્સી હાઈસ્કૂલ, સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ, સ્વામીનારાયણ એમ વી વિદ્યાલય, સન ગ્રેસ વિદ્યાલય, વરાછાની નવચેતના વિદ્યાલય તથા જ્ઞાન ગંગા વિદ્યાલયમાં યોજાયો હતો.