33 જિલ્લામાંથી 8 જિલ્લામાં કૂલ 50 ટકા મતદાર, જ્યાં વધું મતદારો ત્યાં ભાજપને ફાયદો

મતદારયાદી જાહેર – દિલીપ પટેલ – વિશ્લેષણ

ગુજરાતમાં 4.50 કરોડ મતદાર 31 જાન્યુઆરી 2019ના રોજ જાહેર કરાયા છે. જેમાં 8 જિલ્લામાં જ 50 ટકા મતદાર છે. રાજકીય પક્ષો અને સરકાર આ 8 જિલ્લા પર વધારે ફોકસ કરે તો તેઓ ગુજરાતની ચૂંટણીમાં બાજી મારી જાય તેમ છે. તેથી સરકાર તેના ઉપર વધારે ધ્યાન કરીને આ 8 જિલ્લાના મતદારોને રીજવવા માટે સતત પ્રયાસ કરતી હોય એવું સ્પષ્ટ છે. તેથી આ વખતે ગુજરાત સરકારે 26 ઓગસ્ટ 2019ની ઉજવણી પણ ગુજરાતના 33 જિલ્લા માંથી 25 જિલ્લામાં 50 ટકા મતદાર છે. આમ કોઈ પણ રાજકીય પક્ષ બધું મત જ્યાં હોય ત્યાં તે જિલ્લાને સાચવવા માટે પ્રયાસ કરે છે.

હાલની સરકાર જે નિર્ણયો લે છે તેમાં પણ રાજકીય ફાયદો થતો હોય એવા નિર્ણયો જ હોય છે. 8 જિલ્લાઓ એવા છે કે જ્યા શહેરી વસતી વધું છે. 8 જિલ્લામાંથી 4 જિલ્લામાંથી ભાજપના ધારાસભ્યો વધું ચૂંટાયા હોવાથી હાલની સરકાર તેમની પ્રત્યે કુણી લાગણી રાખી રહી છે. ભાજપના 62 ધારાસભ્યો ચૂંટાયેલા છે અને કોંગ્રેસના 22 ધારાસભ્યો ચૂંટાયા છે. તેનો સીધો મતલબ કે જે જિલ્લામાં વધું મતદારો છે તેમાં ભાજપના સૌથી વધું ફાયદો મળ્યો છે. કોંગ્રેસને ઓછો ફાયદો મળ્યો છે. 182 ધારાસભ્યોમાંથી 8 જિલ્લાના કૂલ 84 ધારાસભ્યો થઈ જાય છે. આમ કોઈ પક્ષે જો સરકાર બનાવવી હોય તો તેમણે આ 8 જિલ્લા પર સૌથી વધું ધ્યાન આપવું જોઈએ એવું આંકડાની રાજનીતિ કહી રહી છે.

તેથી ભાજપે હંમેશ શહેરી વિસ્તાર ધરાવતાં જિલ્લાને પસંદ કરીને તેના ઉપર જ રાજનીતિ 2001થી શરૂ કરી છે. તેથી ગ્રામ્ય વિસ્તારના લોકો ભાજપથી નારાજ છે. જ્યારે શહેરી વિસ્તારોમાં ભાજપના વધું ધારાસભ્યો ચૂંટાયા છે.

જિલ્લા પ્રમાણે મતદાર અને ધારાસભ્યો

જિલ્લો  મતદારો – ભાજપ – કોંગ્રેસના ધારાસભ્યો

અમદાવાદ     54,30,917 – 15 – 06

સુરત   41,84,716 – 15 – 01

વડોદરા        24,05,658 – 08 – 02

બનાસકાંઠા     22,17,913 – 03 – 05 – 01(અન્ય)

રાજકોટ        21,13,316 – 08 – 00

ભાવનગર      16,68,414 – 06 – 01

આણંદ 16,52,739 – 02 – 05

મહેસાણા        16,27,678 – 05 – 02

8 જિલ્લાના કૂલ મતદારો અડધા થાય છે

ખેડા    14,77,468 – 03 – 03

કચ્છ      14,67,187 – 04 – 02

દાહોદ 13,51,865 – 03 – 03

સુરેન્દ્રનગર     13,07,557 – 01 – 04

ગાંધીનગર      12,14,155 – 02 – 03

પંચમહાલ      12,01,628 – 04 – 00 – 01(અન્ય)

વલસાડ        11,98,641 – 04 – 01

અમરેલી        11,93,853 – 00 – 05

જુનાગઢ        11,89,433 – 01 – 05

ભરૂચ   11,55,057 – 03 – 01 – 01 (અન્ય)

જામનગર      10.94,304 – 02 – 03

પાટણ 10,59,086 – 01 – 03

નવસારી        10,16,493 – 03 – 01

સાબરકાંઠા      10,13,893 – 03 – 01

ગીરસોમનાથ   9,07,949 – 00 – 04

અરવલ્લી       7,64,794 – 00 – 03

છોટા ઉદેપુર    7,58,247 – 01 – 02

મહિસાગર      7,48,127 – 01 – 01 – 01

મોરબી 7,45,744 – 00 – 03

દેવભૂમિ દ્વારકા  5,41,806 – 01 – 01

બોટાદ 5,13,565 – 01 – 01

પોરબંદર       4,49,146 – 01 – 00

નર્મદા 4,25,331 – 00 – 01

તાપી   4,74,013 – 00 – 02

ડાંગ    1,74,067 – 00 – 01

કૂલ     4,47,44,756

નવી મતદાર યાદી પછી હવે લોકસભામાં શું

લોકસભાની 26 બેઠકમાંથી 11થી 12 બેઠક કોંગ્રેસ જીતી શકે તેમ હોવાનો પ્રાથમિક અંદાજ છે. કોંગ્રેસ દ્વારા જે રીતે પ્રજાના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા અને ભાજપના કૌભાંડ બહાર પાડવામાં કોંગ્રેસ આંદોલન કર્યા તેથી રાજકીય સ્થિતિ સુધરી છે, પણ તે નાના જિલ્લાઓમાં. ભાજપ સ્થિતિ કેન્દ્ર સરકારના નબળા દેખાવ અને રાફેલ વિમાન કૌભાંડના કારણે ખરાબ બની છે.

વિધાનસભાની બેઠકોને ધ્યાનમાં રાખીને એનાલિસિસ કરવામાં આવ્યું છે જે પ્રમાણે કોંગ્રેસને લોકસભામાં ગુજરાતની 9 બેઠકો મળી શકે.

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની મજબૂત ગણાય એવી અમરેલી, આણંદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, જુનાગઢ છે. સૌથી નબળી બેઠક ભરૂચ, સુરત, અમદાવાદ-2, ગાંધીનગર, મહેસાણા છે.

કોંગ્રેસ દ્વારા જિલ્લા – લોકસભા પ્રમાણે 2019ની ચૂંટણીનું આયોજન કર્યું છે. દરેક જિલ્લામાં કયા પક્ષના કેટલાં ધારાસભ્યો ચૂંટાયેલાં છે તેની વિગતો અહીં આપી છે તે પરથી આછો ખ્યાલ આવે છે કે કોણ જીતી શકે અને કોણ હારી શકે. ભાજપની હાલ 17 લોકસભા બેઠક સારી હતી. જેમાં 10 શહેરી લોકસભા બેઠક પર કોંગ્રેસ હજુ અત્યંત નબળી છે. જેમાં અમદાવાદ 3, સુરત 2, નવસારી, વડોદરા, રાજકોટ, ભાવનગર સહિતનો સમાવેશ થાય છે.  ભાજપે 99 ધારાસભ્યો સાથે સરકાર બનાનવવા માટે સ્પષ્ટ બહુમતી મેળવેલી હતી. કોંગ્રેસના 77 ધારાસભ્યો ચૂંટાયા હતા.

કોંગ્રેસના વધુ ધારાસભ્ય હોય એવા જિલ્લા પ્રમાણે ધારાસભ્યોની સંખ્યા. 15 જિલ્લા એટલે કે લોકસભાની 9 બેઠકો પર કોંગ્રેસનું સારું પ્રભુત્વ છે. તેથી કોંગ્રેસનો અહેવાલ એ રીતે તૈયાર કરેલો છે. પણ લગભગ 11 લોકસભા બેઠક પર કોંગ્રેસ આવી શકે છે. એક લોકસભામાં સરેરાશ 7 ધારાસભ્યો આવતાં હોય છે.