34 ફૂટ ઊંચી શ્રીમદ રાજચંદ્રની પ્રતિમાને રૂપાણીની પુષ્પાંજલિ

શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતીના વર્ષ નિમિત્તે શ્રીમદ્દ રાજચંદ્રજીની ૩૪ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ 2017માં થયું હતુ.

વિજયભાઇ રૂપાણીએ પુ. ગુરૂદેવ રાકેશભાઇની ઉપસ્‍થિતિમાં શ્રીમદ રાજચંદ્રની દિવ્‍ય પ્રતિમાને ધરમપુરમાં પુષ્‍પાજંલિ અર્પી હતી.

આધ્‍યાત્‍મિક સંસ્‍થા શ્રીમદ રાજચંદ્ર મિશનની ધરમપુર ખાતે સ્‍થાપનાના ૨પ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્‍સવ અવસરે મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે, શ્રીમદ રાજચંદ્ર મિશને આદિવાસી ક્ષેત્રમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્‍વની ભાવનાથી સૌના કલ્‍યાણ માટે કેન્‍દ્રબિંદુ પ્રસ્‍થાપિત કર્યું છે. નવી પેઢીને વિજ્ઞાન અને જ્ઞાનની સાથે કરૂણાભાવથી જીવ થી શીવ સુધી આસ્‍થાના સંદેશ લઇને આગળ વધે એવી ભાવના તેમણે વ્‍યકત કરી હતી.

રાજચંદ્ર આશ્રમ ખાતે નુતન જીનમંદિર, આવાસો, નિર્માણાધિન ૨પ૦ બેડની શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલના કાર્યને નિહાળેલો હતો. પુ. ગુરૂદેવ રાકેશભાઇએ ઉપસ્‍થિત સેવાભાવીઓને સમાજની સેવા, એ જ પરમો ધર્મનો ઉપદેશ આપ્‍યો હતો.