નવા ચૂંટાયેલા 74 ધારાસભ્યો ધોરણ-12 પાસ પણ નથી! ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા 182 ધારાસભ્યો પૈકી 74 ધારાસભ્યો ધોરણ-12 પાસ પણ નથી. 182માંથી 96 ધારાસભ્યો ધોરણ-5થી લઈને ધોરણ-12 સુધી ભણેલા છે. જ્યારે 69 ધારાસભ્યો એવા છે કે જેમણે ગ્રેજ્યુએશન અથવા તેના કરતા વધુ અભ્યાસ કર્યો છે. જ્યારે 7 ધારાસભ્યો એવા છે કે જેઓ માત્ર અક્ષરજ્ઞાન ધરાવે છે. આમ, આ વખતે ઓછા ભણેલા અને વૃદ્ધ ધારાસભ્યની સભા છે.
35 વર્ષના 5 ધારાસભ્યોમાંથી કોણ લોકસભાની ચૂંટણી લડશે ?
35 વર્ષની ઉંમર ધરાવતા 5 ધારાસભ્યો છે. યુવાનોને રાજકીય પક્ષો ટિકિટ આપતાં ન હોવાથી મોટી ઉંમરના ધારાસભ્યો ચૂંટાય છે. તેથી નવા ચૂંટાયેલા યુવાન ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપવા તરફ કોંગ્રેસ અને ભાજપ વલણ ધરાવતા થયાં છે. આ વખતે યુવાન ધારાસભ્યનો પક્ષો શોધી રહ્યા છે અને લોકસભાની ચૂંટણીમાં ઊભા રાખવા પ્રયાસ કરી રહ્યા છે. ધવલસિંહ ઠાકોર કોંગ્રેસ અને જયેશ રાદડીયા આ વખતે લોકસભાની ચૂંટણી લડે એવી અપેક્ષા છે.
લોકસભાની ચૂંટણી જીતી શકે એવા યુવાન ઉમેદવારની શોધખોળ શરુ થઈ છે.
વિધાનસભામાં 41 યુવા, જ્યારે નિવૃત્તિ વય વટાવેલા 40 ધારાસભ્યો ગુજરાત વિધાનસભામાં આ વખતે 21 ધારાસભ્યો એવા છે કે જેઓ 40 વર્ષ કરતા ઓછી ઉંમર ધરાવે છે. જ્યારે 121 ધારાસભ્યોની ઉંમર 41થી લઈને 60 વર્ષ સુધીની છે. જયારે 40 ધારાસભ્યો એવા છે કે જેઓ નિવૃત્તિ વય એટલે કે 60 વર્ષની વય વટાવી ચુકેલા છે. આમ, વિધાનસભામાં યુવા ધારાસભ્યો કરતા નિવૃત્ત ઉંમર વટાવી ચુકેલા ધારાસભ્યોની ઉંમર વધુ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા 182 ધારાસભ્યો પૈકી 35 વર્ષની વય ધરાવતા ધારાસભ્યોની સંખ્યા માત્ર 5 જ છે. જ્યારે 36થી 45 વર્ષ સુધીની ઉંમર ધરાવતા ધારાસભ્યોની સંખ્યા 36 છે.
12 પાસ હોય તેવા ધારાસભ્યોની સંખ્યા 30 છે. જ્યારે ધોરણ-10 પાસ હોય તેવા ધારાસભ્યોની સંખ્યા 44 છે. 15 ધારાસભ્યો ધોરણ-8 પાસ છે. જ્યારે ધોરણ-5 પાસ હોય તેવા ધારાસભ્યોની સંખ્યા 7 છે અને 7 ધારાસભ્યો માત્ર અક્ષરજ્ઞાન ધરાવે છે. આ વખતે પણ 74 જેટલા ધારાસભ્યો એવા છે કે જેઓ ધોરણ-12 પણ પાસ કરી શક્યા નથી. જેમાં ભાજપના 41 ધારાસભ્યો, કોંગ્રેસના 30 ધારાસભ્યો, ભારતીય ટ્રાયબલ પાર્ટીના 2 અને એનસીપીના 1 ધારાસભ્યનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યો ધોરણ-12 પાસ કરવામાં પણ સફળ રહ્યા નથી. જ્યારે ૩ ધારાસભ્યો ડોક્ટરેટની પદવી ધરાવે છે. જેમાં ભાજપના એક અને કોંગ્રેસના ૨ ધારાસભ્યોનો સમાવેશ થાય છે.