જમ્મુ-કાશ્મીર મામલે કેન્દ્રની મોદી સરકારે પાંચમી ઓગસ્ટે રાજ્યસભામાં કલમ 370 રદ્દ કરવાનો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો. જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. આ મામલે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસનાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કાશ્મીર મુદ્દે લેવાયેલા નિર્ણયને સોશિયલ મીડિયાનાં માધ્યમ થકી આવકાર્યો છે અને કહ્યું છે કે, રાષ્ટ્રહિત માટેનો આ નિર્ણય છે તેને પક્ષાપક્ષીથી પર રહીને આવકારવો જોઈએ.
સોમવારે રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કલમ 370 રદ્દ કરવા સંકલ્પ રજૂ કર્યો જેને લઈને દાયકાઓથી ચાલી રહેલા રાજકારણનો અંત આવ્યો છે. નવા બિલ મુજબ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા ભલામણ કરી છે અને એને પણ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યો છે.
ત્યારે આ મુદ્દે ધોરાજીનાં કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયાએ તેને આવકાર્યો છે. તેમણે સોશિયલ મીડિયાનાં માધ્યમ થકી કહ્યું છે કે, અંગે રાજ્યસભામાં જે નિર્ણય લેવાયોએ રાષ્ટ્રહિત માટેનો નિર્ણય છે એવું વ્યક્તિગત રીતે માનું છુ. રાષ્ટ્રહિતના કોઈ પણ નિર્ણયને પક્ષાપક્ષીથી પર રહી આવકારવો એ દરેક નાગરિકની ફરજ છે અને ફરજના ભાગરૂપે નિર્ણયને આવકાર્યો છે. મોદી સરકારના આ નિર્ણયને આવકારવાની સાથે લલિત વસોયાએ સરકારની કાર્યપદ્ધતિની ટીકા પણ કરી હતી.