હેપ્પી યુથ ક્લબની ટીમ દ્વારા નેહરૂ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે તા. ૩જી ઓગસ્ટ શનિવારે સવારે ૯ કલાકે સેક્ટર-13ડી ખાતે “હેપ્પી વન મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નેહરૂ યુવા કેન્દ્રના યુથ-કોઓર્ડિનેટર રજનીકાંત સુથાર તથા વન વિભાગના ફોરેસ્ટર પી. ડી. ગોસ્વામી તથા આયોજક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં હેપ્પી યુથ ક્લબની ટીમ દ્વારા ગાંધીનગર શહેરના ૫૫માં સ્થાપના દિનને અનુલક્ષીને “હેપ્પી વન મહોત્સવ” અંતર્ગત ૫૫ રોપાંનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હેપ્પી યુથ ક્લબના સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.


English


You must be logged in to post a comment.