4 નગરસેવકોએ પ્રજાના નાણાનું નુકસાન કર્યું તેની સામે કોઈ પગલાં ન લેવાયા

અમરેલી નગર પાલિકાને રૂ.10 હજારનું નુકશાન કરનારા 4 નગરસેવકોને ગેરલાયક ઠેરવવા માંગ ઈકબાલ બીલખીયા, પતાંજલ કાબરીયા, સંદિપ ધાનાણી અને હંસાબેન જોષી વિરૂઘ્‍ધ રજુઆત કરી છતાં આજ સુધી તેમની સામે કોઈ પગલાં લેવામા ંઆવ્યા નથી.

અમરેલી પાલિકાનાં નગરસેવિકા જયશ્રીબેન ડાબસરાએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસરને પત્ર પાઠવીને પાલિકાને આર્થિક નુકશાન કરનાર 4 નગરસેવકોને હોદા પરથી દુર કરવાની માંગ કરેલી હતી. પત્રમાં જણાવેલ છે કે, અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ ઘ્‍વારા તા. 7/9/18નાં રોજ બોલાવેલ સામાન્‍ય સભા મીટીંગમાં તમામ સદસ્‍ય હાજર સંખ્‍યા મુજબ ઘ્‍યાને લઈને પ્રમુખ અઘ્‍યક્ષ તરીકે મતદાન કરી કરાવીને કાર્યસુચી મુજબ કાર્યવાહીમાં બહુમતીથી ઠરાવ પસાર કરીને બોર્ડ કાર્યવાહી પુણૂ કરેલ હતી.

અમરેલીનાં સદસ્‍ય (1) હંસાબેન એ. જોષી, (ર) ઈકબાલભાઈ એ. બીલખીયા, (3) પતાંજલ મ. કાબરીયા અને (4) સંદિપ બી. ધાનાણી ઘ્‍વારા બોર્ડ મોટીંગ બહુમતીથી પસાર થઈ જતાં સારૂ નહી લાગવાથી તેઓ ઘ્‍વારા સંસ્‍થાના વડા અધિકારી વિરૂઘ્‍ધ ગેરવર્તન કરીને સદરહું તમામ સભ્‍યો ઘ્‍વારા સંસ્‍થાની મિલ્‍કત, ખુરશી, ટેબલો તથા અન્‍યવસ્‍તુની ફેંકાફેંકી કરીને સંસ્‍થાની મિલ્‍કતને રૂા. 10 હજાર જેવુ ગંભીર પ્રકારનું નુકશાન કરેલ છે. આ મુજબ આ તમામ સદસ્‍યો વિરૂઘ્‍ધ નગરપાલિકા કાયદાની કલમ અન્‍વયે સદસ્‍ય તરીકે ગેરલાયક ઠરાવવા કાર્યવાહી કરવા અંતમાં માંગ કરેલ છે.