અમદાવાદ, 26 મે 2020
અમદાવાદ સહિત ગુજરાતમાં રથયાત્રા અને ગણેશ ઉત્સવ આ વર્ષે કોરોનાના કારણે નહીં ઉજવાય એવા સંજોગો આકાર લઈ રહ્યાં છે. બન્ને ઉત્સવોમાં ભીડ ભેગી થતી હોવાથી કોરોના ચેપ લાગવાની પૂરી શક્યતા છે. તેથી ગુજરાત સરકારે તેના પર પ્રતિબંધ મૂકવો પડે એવી શક્યતાઓ ઊભી થઈ છે. મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ બંધ રાખવા સ્વૈચ્છીક રીતે જાહેર કરવામાં આવી રહ્યું છે. એવું હવે ગુજરાતમાં શરૂ થશે.
ગુજરાતમાં જાહેર ગણેશ ઉત્સવની સંખ્યા 5 લાખથી વધું છે. એકલા સુરતમાં 60 હજાર ગણપતિ પંડાલ સ્થપાય છે. જ્યારે આખા રાજ્યમાં 600 જેવી રથયાત્રા જાહેર માર્ગો પર નિકળે છે.
ગુજરાતમાં રથયાત્રાનો ઉત્સવ સૌથી મોટા પ્રમાણમાં અમદાવાદમાં ઉજવાય છે, તેવી રીતે ગણપતિ મહોત્સવ સુરતમાં સૌથી મોટા ઉત્સવ તરીકે ઉજવાય છે. સુરતમાં ગત વર્ષે 61 હજારથી વધુ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ગણેશ મહોત્સવ પૂર્ણ થાય ત્યાર પછી પ્રતિમાનું વિસર્જન કરવાની સુરતની અત્યાર સુધીની પરંપરા તૂટે તેવી પૂરી શક્યતા છે.
ગુજરાતમાં ગણેશજી અને દશામાની મૂર્તિઓ મહદ્ અંશે પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગથી બનાવાય છે. આ પ્રવૃત્તિમાં અમદાવાદ, વડોદરા અને સૂરત શહેર મુખ્ય છે. એક અંદાજ મુજબ ૧૦,૦૦૦ કારીગરો દ્વારા તૈયાર થતી આવી બે લાખથી વધુ મૂર્તિઓનું વિસર્જન કરાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓમાં જીપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા પદાર્થો હોય છે. જયારે રાસાયણિક રંગોમાં મકર્યુરી, લેડ, કેડમિયમ અને કાર્બન જેવા પદાર્થો હોય છે. નદી, તળાવ કે દરિયામાં આ મૂર્તિ વિસર્જિત થતાં પાણી પ્રદૂષિત થાય છે અને જલજ વનસ્પતિને પણ નુકસાન થાય છે.
મુંબઇ: કોરોનાવાયરસ ફાટી નીકળવાના કારણે, મુંબઈના સૌથી પ્રખ્યાત ગણપતિ મંડળોમાંના એક, જીએસબી મંડળે આ વર્ષે ગણેશોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 22 ઓગસ્ટે થશે. શુક્લ પક્ષના ચોથા દિવસથી આવતા 9 દિવસ સુધી મહારાષ્ટ્ર સહિત સમગ્ર ગણેશોત્સવ હિન્દી મહિનાના ભાદ્રપદમાં ખૂબ ધાધમધામથી ઉજવવામાં આવે છે. ગણેશોત્સવ દરમિયાન, મોટી સંખ્યામાં ભક્તો એકઠા થાય છે, જેના કારણે ચેપ લાગવાનું જોખમ રહે છે, તેથી જ જીએસબી બોર્ડે આ પ્રકારનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે જીએસબી મંડળ હવે આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ગણેશોત્સવનું આયોજન કરશે. જી.એસ.બી. મંડળ, ગણેશોત્સવનું આયોજન કરનારી મુંબઈના સૌથી ધનિક મંડળમાંનું એક છે.
પુરાણો અનુસાર ગણપતિનો જન્મ ગણેશ ચતુર્થીના દિવસે થયો હતો. ગણેશોત્સવમાં દેશના વિવિધ ભાગોમાં ભગવાન ગણેશની મોટી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. નિયમો અનુસાર ગણપતિ બાપ્પાની સ્થાપિત પ્રતિમાની પૂજા પૂરા નવ દિવસ સુધી કરવામાં આવે છે.
ભગવાન ગણેશ ભક્તો આ ઉત્સવ ખૂબ ઉત્સાહથી ઉજવે છે. આ સિવાય, ગણપતિ નિમજ્જન સુધી પેંડાલમાં ખૂબ વાકેફ છે. ભક્તો દેશભરના પ્રખ્યાત મંદિરોમાં પહોંચી ભગવાન ગણેશની મુલાકાત લે છે.