ગુજરાત સરકાર વતીથી માત્ર વીજળીનો વેપાર કરતી અને યુનિટદીઠ 4 પૈસાનું કમિશન લેતી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને સૌથ્ી પહેલા સ્ક્રેપ કરી દેવામાં આવે અને ધોળા હાથી જેવા તેના પગારદારોને દૂર કરવામાં આવે તો પણ વીજદરમાં ઘટાડો લાવી શકાય તેમ હોવાનું વીજ ક્ષેત્રના નિષ્ણાંતોનું કહેવું છે ગુજરાત સરકારના 90 ટકા વીજ ઉત્પાદન પ્લાન્ટ બંધ છે ત્યારે આ દિશામાં સરકારે સક્રિય વિચારણા કરવી જોઇએ અને લોકો પરનો ઊંચા વીજદરનો બોજ ઓછો કરવો જોઇએ. ગુજરાત સરકાર તેના જૂના વીજ ઉત્પાદન પ્લાન્ટ સાવ જ બંધ કરી દેશો તો તેવા સંજોગોમાં તે ગુજરાતના વીજવપરાશકારોને સસ્તી વીજળી આપી શ કશે. નિયમ મુજબ બંધ પડેલા હોય કે અધકચરા ચાલતા પ્લાન્ટની જાળવણી પગાર ખર્ચ અને તેને માટે લીધેલી લોનના વ્યાજનો ખર્ચ વીજવપરાશકારોને માથે જ નાખવામાં આવે છે. તેથી જૂના પ્લાન્ટ ન ચલાવવા હોય કે અધકચરા જ ચલાવવા હોય તેના કરતાં સાવ જ બંધ કરી દેવા વીજવપરાશકારો માટે હિતાવહ છે.
ઇલેક્ટ્રિસિટી એકટ 2003માં અમલમાં આવ્યો ત્યારબાદ પહેલી એપ્રિલ 2005 થી ગુજરાત સરકારે તેના વીજ સેકટરનું નિયમન કરવા માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની રચના કરી હતી. તદુપરાંત વીજ ઉત્પાદન માટે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ અને વીજ વિતરણ માટે જેટકો નામની કંપનીની રચ ના કરી હતી. તેની સાથે જ ઉત્તર, મધ્ય, દક્ષિણ અને પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપનીઓ મળીને કુલ સાત કંપનીમાં વીજ સેકટરના વિભાગોને વિભાજિત કરી દીધા હતાં.
કોલસાથી વીજળી પેદા કરતો ઉકાઇ – 6 પ્લાન્ટ સરકારે ચાલુ કર્યો છે. પરંતુ આ પ્લાન્ટ પણ તેની 500 મેગાવોટની ક્ષમતા સામે 250 મેગાવોટની ક્ષમતાએ જ કાર્ય કરે છે તેથી યુનિટદીઠ વીજળીનો દર રૂા. 3.22 જેટલો ઉંચો આવે છે. જીએસસીએલ વણાકબોરી ખાતે પણ 800 મેગાવોટનો પ્લાન્ટ ચાલુ કરી રહી છે. તેમાં આરંભિક અવરોધો આવી રહ્યા છે.
ગુજરાત સરકારના લિગ્નાઇટ આધારિત વીજ પ્લાન્ટ બંધ જેવી હાલતમાં પડયા છે. આ પાંચ પ્લાન્ટ તેની કુલ ઉત્પાદન ક્ષમતાની 20 ટકા ક્ષમતાએ (100 યુનિટ વીજળી પેદા કરવાની ક્ષમતા સામે 20 જ યુનિટ વીજળી પેદા કરે છે.) કામ કરે છે. લિગ્નાઇટથી ચાલતા પ્લાન્ટ યુનિટદીઠ રૂા. 2.60 ના ભાવે વીજળી પેદા કરી શકે છે.
ગુજરાત સરકારે તેના બધા જૂના પાવર પ્લાનટ બંધ કરી દેવા જોઇએ. અત્યારે આ એકમો બંધ જેવી જ હાલતમાં છે. ત્યારે તેને સાવ જ બંધ કરી દેવાનો સરકાર નિર્ણય કરે તો ગુજરાતના 1.30 કરોડ વીજ જોડાણ ધારકો પર વીજદરનો બોજ ઓછો થઇ શકે છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં આજે અંદાજે 7500 કર્મચારીઓ કામ કરે છે. જે વર્ષે રૂ.400થી 450 કરોડનો પગાર થવા જાય છે.
પ્લાનટસ માંડ 30 ટકા ક્ષમતાએ ચાલે છે. આ સંજોગોમાં તેનો સ્ટાફ કામ વગર જ પગારનો લાભ મેળવે છે. આ સ્ટાફને ગુજરાત સરકારના અન્ય જે વિભાગોમાં કર્મચારીઓ અને અધિકારીઓની ઘટ હોય તે તરફ ડાયવર્ટ કરીને તેમનો વધુ પ્રડક્ટિવ ઉપયોગ કરી શ કાશે. તેમ કરવાથી સરકારનો એક વિભાગ પરનો ખચ ર બોજ ઓછો થશે અને વીજ વપરાશકારોને વીજદરમાં રાહત પણ મળશે. આ પગલું લેવાથી વીજ કંપનીઓના ખર્ચનો બોજમાં 50 ટકા સુધીનો ઘટાડો કરી શકા શે.
સોલાર પાવરમાં સસ્તો અને પર્યાવરણને બચાવતો વિકલ્પ પણ મળી રહ્યો છે. અને તે દિશામાં ગુજરાત સિંહ છલાંગ લગાવવાની તૈયારી કરી દીધી છે. પવન ઉર્જા પેદા કરવાની દિશામાં પણ ગુજરાતે સારી કામગીરી કરી છે. સૌર અને પવન ઉર્જાથી પેદા કરવામાં આવતી વીજળી કોલસાથી પેદા કરવામાં આવતી વીજળી કરતાં સસ્તી છે.
સૌર ઉર્જાથી પેદા કરવામાં આવતી વીજળીની ખરીદી માટે યુનિટદીઠ રૂા. 2.65ના કરાર કરવામાં આવ્યા છે.