433% ડીઝલમા 65 મહિનામાં ભાવ વધારો થતાં આર્થિક સ્થિતિ ડામાડોળ, કોંગ્રેસ

દેશના નાગરીકો મોંઘવારીના મારથી પીસાઈ રહ્યા છે, વેપાર ધંધા ભયંકર મંદી હેઠળ છે. કુટુંબો દેવાદાર બની રહ્યા છે. બીજી બાજુ વડાઓને વિદેશ યાત્રા માટે રૂ.1485 કરોડ અને પ્રસિદ્ધિ માટે રૂ.4343 કરોડ વેડફી કાઢ્યા છે. તેમ ગુજરાત કોંગ્રેસે જણાવ્યું હતું.

દેશમાં છેલ્લા ચાર વર્ષમાં આર્થિક મોરચે નિષ્ફળ ભાજપ સરકારના પરિણામે દેશમાં પારાવાર આર્થિક મુશ્કેલીઓ ઉભી થઈ છે. ડોલરની સામે રૂપિયાનું સતત અવમૂલ્યન, 55 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયુ છે. ત્યારે નોટબંધી અને ત્યાર બાદ જીએસટી અમલીકરણમાં ગુંચવણોના લીધે દેશના નાના અને મધ્યમ વેપારીઓની પરેશાનીમાં ઉમેરો થયો છે. લાખો નાગરિકોની રોજગારી છીનવાઈ ગઈ છે. ત્યારે મોદી સરકારના આર્થિક દેવાળાપણાનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની માથાદીઠ આવક 2100 યુએસ ડોલર છે, દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન 3% ટકા સાથે નીચે પહોંચી ગયું છે. કૃષિ વિકાસ દર 2% ટકા થઈ ગયો છે. ખેડૂતોની મુશ્કેલીમાં મોટા પાયે ઉમેરો થયો છે. દેશમાં સતત મેન્યુફેક્ચરીંગમાં ઘટાડો, વીજની માંગમાં ઘટાડો, મોંઘવારીમાં સતત વધારો, ખરીદ ક્ષમતામાં ઘટાડો, ત્રણ માસની દ્રષ્ટિએ મૂડીરોકાણમાં 38%નો ઘટાડો, એક્સ એવિએશન ઇન્વેસ્ટમેન્ટ 14 વર્ષમાં સૌથી નીચે, રોડ પ્રોજેક્ટની હાલત અતિ ખરાબ, વ્યાપાર-ખાધ પાંચ વર્ષની ઉચ્ચતમ સપાટીએ, નવેમ્બર-2017, મે-2018 વચ્ચેના ગાળામાં 1 કરોડ નોકરીમાં ઘટાડો, રૂપિયો ડોલરની સરખામણીએ 72 રૂપિયા પાર કરી ચુક્યો, નોટબંધી, જીએસટીના કારણે આર્થિક તંત્ર હાલક-ડોલક થઈ ગયું છે, દર વર્ષે 2 કરોડ નોકરીઓનો વાયદો કરનાર સરકારની ખોટી નીતિના કારણે લાખો લોકોએ રોજગાર ગુમાવ્યા છે. ત્યારે દેશની જનતા ભાજપ સરકાર પાસે જવાબ માંગે છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સમગ્ર દેશની વિશ્વસનીય સંસ્થા તોડી નાખવાનું સુનિયોજીત કાવત્રુ ભાજપ શાસનના ચાર વર્ષથી અમલ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર દેશમાં આવેલ રાષ્ટ્રીયકૃત બેન્કોનું કુલ એનપીએ વર્ષ 2013-14 માં રૂ.2.63 લાખ હજાર કરોડ હતું અને જે 4 વર્ષમાં વધીને 2017-18માં રૂ.10.30 લાખ હજાર કરોડ પહોંચી ગયું છે. એટલે કે એનપીએમાં 450 ટકાનો જંગી વધારો થયો છે. આઈડીબીઆઈ બેંકની રૂ.55588 કરોડ એનપીએ છે જેનો ક્વાર્ટર-4 નું નુકસાન રૂ.5700 કરોડ નોંધાયું છે. સાથોસાથ આઈ.એલ.એફ.એસ. કંપની ગમે ત્યારે ફડચામાં જશે ત્યારે જંગી દેવા અને નુકસાન ધરાવતી આઈડીબીઆઈ અને આઈ.એલ.એફ.એસ.નો હિસ્સો ખરીદવા માટે એલઆઈસીને જે રીતનું દબાણ અને આદેશ આપવામાં આવ્યા તે નાણાકીય પ્રબંધનના સિધ્ધાંતની વિરુદ્ધમાં છે. દેશના નિષ્ણાંત અર્થશાસ્ત્રીઓએ પણ આ અંગે સરકારને ગંભીર ચેતવણી આપી છે. પણ તેમ છતાં સરકાર તેમના માનીતા ઉદ્યોગપતિઓના હિતો સાચવવા માટે તમમાં નિયમોને ઉલટાવીને દેશની સધ્ધર નાણાકીય સંસ્થાને નુકસાન થાય તે રીતે તેમાં રોકાણ કરતાં 40 કરોડ પોલીસી ધારકોના નાણાની સુરક્ષાને અવગણી રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો થવા છતાં મોદી સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને: આને મોદી સરકારની ઉપલબ્ધી ગણવી કે શું ? મત આપ્યા’તા શાસન માટે, સાહેબ ભાષણમાં વ્યસ્ત છે. દેશના નાગરીકો મોંઘવારીના મારથી પીસાઈ રહ્યા છે, બીજી બાજુ સાહેબે વિદેશ યાત્રા માટે ૧૪૮૫ કરોડ અને પ્રસિદ્ધિ માટે 4343 કરોડ રૂપિયા વેડફ્યા. જાન્યુઆરીથી 7 મહિનામાં ડીઝલના ભાવમાં રૂ.10નો જંગી વધારો કરાયો છે. ગુજરાતની ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલ પર 24 ટકા વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન, મોંઘવારી આસમાને પહોંચી છે. ભાજપ શાસનમાં પેટ્રોલમાં 221 ટકા અને ડીઝલમાં 433 ટકા, કુલ 12 વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો. કેરોસીનમાં 31.2% અને જાહેર વિતરણ વ્યવસ્થામાં 31.86 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.