47 લાખ નાના ખેડૂતો જેટલી જમીન એટલી જ 8.32 લાખ મોટા ખેડૂત પાસે જમીન

ગાંધનગર : ગુજરાતમાં જમીન જમીનદાર સમૃદ્ધ લોકો તરફ સરકી રહી છે. જમીનદાર ઘટી રહ્યાં છે પણ તેમની પાસે જમીન વધી રહે છે. 20 હેક્ટર એટલે કે 50 એકર જમીન ધરાવતા જમીનદાર છે. 2001માં 3.53 લાખ હેક્ટર જમીન 6 હજાર જમીનદાર પાસે હતી જે 10 વર્ષ પછી 2010માં 4.74 લાખ હેક્ટર થઈને હવે 2020માં તે વધીને 5.95 લાખ હેક્ટર જમીન 4911 મૂડી પતી પાસે જમીન સરકી ગઈ છે.

આમ 150 વિઘા કરતાં વધું જમીન ધરાવનાર મોટા ભાગે ઉદ્યોગપતિ છે. ઉદ્યોગોના નામે તેઓ મોટી જમીન લઈ રહ્યાં છે.

7 એકર (17 વીઘા) થી 50 એકર(150 વીઘ) સુધી જમીન ઘરાવનારા ધનવાન જમીનદાર નાના ખેડૂતો કરતાં 2001માં વધું હતા. પણ તે 2020 સુધીમાં ઘટી ગયા હતા. તેમની પાસે જમીન પણ ઘટી હતી અને કૂલ જમીનદાર પણ ઘટી ગયા છે.

47 લાખ નાના ખેડૂતો પાસે જેટલી જમીન છે એટલી જમીન 8.32 લાખ મોટા ખેડૂત પાસે છે. તેનો સીધો મતલબ એ થયો કે રાજ્યમાં હાલ કુલ 55 લાખ ખેડૂતો છે તેમાં 13 ટકા ખેડૂતો પાસે જેટલી જમીન છે એટલી જમીન બાકીના નાના 87 ટકા ખેડૂતો પાસે છે.

2020-21 2010-11 2000-01
કદ-હેક્ટર ખેડૂતો જમીન ખેડૂતો જમીન ખેડૂતો જમીન
3.0 – 4.0 359190 1238512 361190 1244512 363140 1250588
4.0 – 5.0 193122 891844 214122 952844 227994 1014208
5.0 – 7.5 196776 1190051 226776 1365051 255731 1540180
7.5 – 10.0 50753 436536 71753 612536 92730 788731
10.0 – 20.0 27289 340404 43289 545404 59257 750789
20.0 વધુ 4911 595070 5482 474263 6053 353456
3 એકરથી વધુંના ખેડૂતો 832041 4692417 922612 5194610 1004905 5697952
રાજ્યના કૂલ ખેડૂત 5531978 9920250 4885610 9898466 4239242 9876682