ભગવાન મહાવીર સ્વામીના
રપ૦૦ વર્ષ બાદ ૪૮૦ દિવસનું કઠોર તપ કરનારા પૂજ્ય સાધુ ભગવંતો બહુ જ ઓછા છે.
ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, દયા, પ્રેમ, કરૂણા, સંયમના ગુણોની પરંપરા તપના
આધાર ઉપર જૈન સમાજમાં ઊભી થઇ છે. જૈન ધર્મમાં તપનો મહિમા વિશેષ છે.
પાલીતાણા ખાતે ૪૮૦ દિવસનું કઠોર તપ કરનાર પૂ.સા. સર્વેશ્વરીયશાશ્રીજી
મહારાજ સાહેબ છે.
પગપાળા પ્રવાસ વિચરણ કરનારા સાધુ-સંતો અને પ્રજા
માટે પાલીતાણાથી વલભીપુરની પગદંડી પુર્ણ કરી છે.
અમદાવાદથી શંખેશ્વર પગદંડીનું કામ પણ શરૂ કરાશે, જેના કારણે પગપાળા યાત્રાળુઓને
અકસ્માત થશે નહી અને જીવન સુરક્ષા મળશે.
રાજ્યના પશુ-પંખીઓને અભયદાન મળે તે માટે કરૂણા અભિયાન અમલી બનાવું છે.
સંપૂર્ણ ગૌવંશ હત્યાનો કાયદો વધુ કડક બનાવી આજીવન કેદની જોગવાઇઓ કરી છે. આમ
રાજ્ય સરકારે ‘‘જીવો અને જીવવા દો’’નો મંત્ર સાકાર કર્યો છે. સત્તા માણવાનું નહીં સેવાનું
સાધન છે તે અભિગમ સાથે સર્વના કલ્યાણ માટે રાજ્ય સરકાર કાર્યો કરે છે એમ તેમણે
ઉમેર્યુ હતું.
પાલીતાણાની પવિત્ર ધરતી ઉપર કઠોર તપ કરીને જૈન મૂનિવર્યોએ વધુ દિવ્ય
બનાવ્યું છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ અમર સ્વરૂપ પરિવારના શ્રી મનીષભાઇ મહેતાએ
ધર્મના સતકાર્યો માટે રૂા. ૪૮ કરોડના માતબર દાનની જાહેરાતને આવકારી અભિનંદન
આપ્યા હતા.
મુખ્યમંત્રી પૂ.સા. શ્રી. સર્વેશ્વરીયશાશ્રીજી મ.સા.ને તપેશ્વરી સર્વેશ્વરીનું બિરૂદ
આપ્યું હતું.