181 હેલ્પલાઈનનો રાજયવ્યાપી વિસ્તરણ રેસ્કયુવાન સહિત સમગ્ર રાજયમાં ગત તા.8 માર્ચ ર01પ આંતરરાષ્ટ્રીય મહિલા દિનનાં રોજ કરવામાં આવ્યો હતો. આ રાજયવ્યાપી વિસ્તરણ બાદ માત્ર 4 વર્ષના સમય ગાળા દરમીયાનમાં જ પ લાખ કરતાં વધારે મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં સલાહ, બચાવ, માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. જયારે 1 લાખ કરતાં વધારે મહિલાઓને તાલીમબઘ્ધ કાઉન્સેલર ર્ેારા ત્વરીત અને સ્થળ ઉપર જઈ પરામર્શ કરી મદદ પહોંચાડી છે. આમ 181એ અનેક મહિલાઓનાં જીવનમાં નવી આશા જગાડી છે. આ અંગેની માહિતીથી અમરેલી જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાયને અમરેલી 181નાં કાઉન્સેલરે પૂરી પાડતાં જિલ્લા પોલીસ વડા ર્ેારા અભયમ્ 181 ટીમને સારી કામગીરી કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી.