5 હજાર કરોડનો ધંધો કરતી 16 હજાર શાળા

રાજ્યમાં અંદાજે 16 હજાર જેટલી શાળાઓ છે. શાળાઓને હાલ શરતોને આધિન છૂટ આપવામાં આવી છે. ગત વર્ષની ફી મુજબ હાલ ફી વસુલવા છૂટ આપવામાં આવી છે. ગુજરાતમાં 5 હજાર કરોડનો ધંધો શાળામાંથી થાય છે. આટલો નફો બીજા વ્યવસાયમાં નથી. જે શાળાઓ છે તે મોટા ભાગે ભાજપના નેતાઓની છે.

છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં શિક્ષણને સેવા નહિ પરંતુ એક વ્યવસાય તરીકે પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યો છે તેનાં કારણે ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. એકબાજુ રાજ્ય સરકાર દ્વારા આંખો મીંચીને કોઈપણ જાતની તપાસ કર્યા વગર શાળાઓ શરૂ કરવાની પરવાનગી આપી દેવામાં આવે છે અને તે પણ ખાનગી શાળાઓનાં રૂપમાં પરવાનગી આપી હોવાનાં કારણે આવી શાળાઓ બેફામ ફી વસૂલે છે અને સાથે સાથે સુવિધાઓ આપવાનાં નામે મીંડુ હોય છે. તેમ છતાં સરકારનું શિક્ષણ વિભાગ આવી શાળાઓને છડેચોક નિયમોનું ઉલ્લંઘન કરવાનો પરવાનો આપતું હોય એવું ફલિત થાય છે.