Whatsapp Pay ભારતમાં શરુ થવા જઈ રહ્યું છે ત્યારે જાણવા જેવા આ 5 પોઈન્ટ્સ

Whatsapp સમયાંતરે તેના યુઝર્સ માટે કેટલીક નવી સુવિધાઓ લાવતું રહે છે. તાજેતરમાં, લાંબી પ્રતીક્ષા પછી વોટ્સએપે ડિજિટલ પેમેન્ટ સર્વિસ શરૂ કરી છે. વોટ્સએપે તેના 40 કરોડ યુઝર બેઝમાંથી બે કરોડ ગ્રાહકો માટે આ સેવા શરૂ કરી છે. જો તમે પણ એવા લોકોમાં છો કે જેમની ડિજિટલ પેમેન્ટ સર્વિસ  WhatsApp પર શરૂ થઈ છે, તો અમે તમને કેટલીક બાબતો જણાવીશું જે તમારે જાણવાની જરૂર છે. જો તમે WhatsApp દ્વારા પેમેન્ટ્સ કરવા જઇ રહ્યા છો, તો ચોક્કસપણે આ બાબતો જાણી લો.

  1. તમારો Whatsapp નંબર બેંક એકાઉન્ટ સાથે લિંક્ડ હોય

જો તમે Whatsapp દ્વારા પેમેન્ટ માટે તૈયાર છો, તો પહેલા તમારે બેંક એકાઉન્ટ અને તેની સાથે મોબાઇલ નંબર લિંક હોવો જોઈએ. આ પછી તમારે પહેલા તમારું બેંક એકાઉન્ટ એડ કરવુ પડશે અને UPIપિન સેટ કરવો પડશે. જો તમારી પાસે પહેલાથી જ UPI પાસકોડ છે, તો તમે તેનો ઉપયોગ કરી શકો છો.

  1. Whatsapp પેમેન્ટ સુવિધા UPIપર કામ કરે છે

વ્હોટ્સએપ પર પેમેન્ટ સુવિધા  ગૂગલ પે, ફોન પે, ભીમની જેમ યુપીઆઇ પર કામ કરે છે. તેથી તમારે Whatsapp વોલેટમાં પૈસા રાખવાની જરૂર નથી. તમે તમારા બેંક ખાતામાંથી સીધા ચુકવણી કરી શકો છો. જ્યારે તમે ચુકવણી માટે નોંધણી કરો છો, ત્યારે WhatsApp એક નવી UPIઆઈડી બનાવશે. તમે એપ્લિકેશનના પેમેન્ટ સેક્શનમાં જઈને આ ID જોઈ શકો છો.

  1. લિમિટ અને ચાર્જીસ

UPIમાટે એક લાખ રૂપિયાની લેવડદેવડની મર્યાદા છે. જે Whatsapp પર પણ લાગુ પડે છે. UPIએ એક ફ્રી સેવા છે અને તમારે આ ટ્રાન્જેક્શન માટે કોઈ ચાર્જીસ ચૂકવવા પડશે નહીં. તેવી જ રીતે, UPIએપ્લિકેશન્સ તમને લોકોના બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડની નોંધણી કરીને પૈસા મોકલવાની મંજૂરી આપે છે. જોકે, આ સુવિધા હજી Whatsapp પર નથી.

  1. અન્ય એપ્લિકેશનો સાથે ઉપયોગ કરી શકાય છે

UPIધરાવતા દરેક વ્યક્તિને તમે Whatsapp પેમેન્ટ્સ દ્વારા પૈસા મોકલી શકો છો પછી ભલે તે ભીમ, ગૂગલ પે અથવા ફોન પે જેવી અન્ય એપ્લિકેશનો દ્વારા હોય.  જો પૈસા મેળવનારે Whatsapp પેમેન્ટ્સ પર રજિસ્ટર ન કરાવ્યું હોય તો પણ પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. આ માટે, Whatsapp ” enter UPI ID” નો વિકલ્પ આપે છે. તમે ભીમ, ગૂગલ પે, ફોન પે અથવા અન્ય UPIઆઈડી દાખલ કરીને પૈસા મોકલી શકો છો.

  1. આ સુવિધા ફક્ત ભારતમાં ઉપલબ્ધ છે

વ્હોટ્સએપ પે સુવિધા ફક્ત ભારતીય બેંક ખાતાઓ સાથે જોડાયેલા ભારતીય ફોન નંબર્સ માટે વાપરી શકાય છે. ઘણા લોકોના આંતરરાષ્ટ્રીય નંબરો પર  WhatsApp હોય છે. આ લોકો Whatsapp Payનો ઉપયોગ કરી શકશે નહીં.