સરકારને 5 સવાલ – નકામા વેન્ટીલેટર બેસાડવા માટે જવાબદાર કોણ ?

ધમણની ધમાલ 13

ગાંધીનગર, 21 મે 2020

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે.  મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ.

1 – મશીનની અપૂર્ણતા ગુજરાત સરકારની ગુનાઈત બેદરકારી બતાવે છે ? સરકાર કહે છે કે, વૅન્ટિલેટર માટે ડ્રગ-કંટ્રોલ જનરલ ઑફ ઇન્ડિયાની ગાઇડલાઇન અનુસાર વૅન્ટિલેટર માટે રાજ્ય કે કેન્દ્ર સરકારના લાઇસન્સની જરૂર નથી.

2 – એમ્બુ બેગ અને વેન્ટીલેટરનો ફર્ક સીએમ જાણતા ન હતા કે તેઓ રાજકોટના મૂડીવાદી મિત્ર માટે આંખઆડા કાન કરી રહ્યાં હતા ?

3 – ઓએસડી, સિવિલ હોસ્પિટલ ડો. એમ.એન.પ્રભાકર કબુલે છે કે,  ડેમો વખતે નિષ્ણાંતોના મત વિચારણામાં લેવાયા હતા. જરૂરિયાતના આધારે આ મશીનો અપગ્રેડ કરી તેનો ઉપયોગ કરાશે. રાજકોટ ખાતે બનાવાયેલું સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 પ્રાથમિક તબક્કાનું છે અને તેમાં જરૂરી સુધારા માટે અહીંના તબીબો દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે. કમ્પ્રેશર, મિક્ષ્ચર, હ્યુમિડિફાયર અને કેલિબ્રેશન જેવા ઉપકરણો  સંલગ્ન ઉત્પાદક દ્વારા ધમણ-1 વેન્ટિલેટરના આગામી તબક્કામાં જોડવામાં આવશે.

4 – એકી સાથે 1 હજાર વેન્ટીલેટરના બહાને ખરીદી કેમ કરી ?

5 – આ સાધનો હજુ પણ હોસ્પિટલમાં કેમ રાખી મુકવામાં આવ્યા છે ? તે કેમ પરત કરવામાં આવતા નથી. શા માટે સરકાર હજુ પણ રાજકોટની કંપનીનો બચાવ કરી રહી છે. હોસ્પિટલના સત્તાધિશો જ કબુલ કરે છે કે ગોલમાલ સુધારીશું. તો પછી વિજય રૂપાણી તેમના મિત્ર જયોતી સીએનસીના માલિક પરાક્રમસિંહ જાડેજાનો કેમ બચાવ કરી રહ્યાં છે ?