સરકારને 5 સવાલ – સરકારે આ પ્રશ્નનો કોઈ ઉત્તરો આપ્યા નથી.

ધમણની ધમાલ 9

ગાંધીનગર, 21 મે 2020

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે.  મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ.

1 – ધમણને મંજૂરી આપતાં પહેલાં કેટલા લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યા હતા ?

2 – અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓના ઊંચો મૃત્યુદર કેમ છે ?

3 – ગુજરાતભરની સરકારી હોસ્પિટલોમાં 900 બનાવટી વેન્ટીલેટર ઈન્સ્ટોલ કરાયા પહેલાં માત્ર એક દર્દી પર આ ઈકિવપમેન્ટની પર્ફોમન્સ ટ્રાયલ લેવામાં આવી હતી કે કેમ ? 900 વેન્ટીલેટર પર કેટલાં મોત થયા તેની વિગતો નીતિન પટેલે કે વિજય રૂપાણીએ જાહેર કરી નથી.

4 – અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઈકિવપમેન્ટનો ડેમો આપનારા ફેક વેન્ટીલેર્સના નિર્માતાઓએ સ્વીકાર કર્યો હતો કે ગુજરાત સરકાર તેની અખબારી યાદીઓમાં વેન્ટીલેટર તરીકે પ્રચાર કરી રહી હોવા છતાં તે વેન્ટીલેટર નથી. તો સરકાર કેમ તેને વેન્ટીલેટર તરીકે ગણાવી રહી છે ?

5 – આવા મશીનમાં હ્યુમીડીટીફાયર, ક્ધડેન્સર અને માસ્ક પણ હોવા જોઈતા હતા, તે કેમ નથી ?