ધમણની ધમાલ – 11
ગાંધીનગર, 21 મે 2020
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે. મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ.
આ રહ્યાં 5 સવાલ
1 – 900 મશીન હોસ્પિટલમાં મુકાતા પહેલાં માત્ર એક દર્દી પર તેનો પ્રયોગ કેમ કરાયો, બીજા દર્દીઓ પર તેના પ્રયોગો કેમ ન થયા તે રહસ્યનો જવાબ રૂપાણી સરકાર આપતી નથી.
2 – ડ્રગ્સ એન્ડ કોરમેટીકસ એકટ (7940) હેઠળના તમામ ડ્રગ નિયંત્રણો આધારીત રેગ્યુલેટરે નેટવર્કને તમામ મેડીકલ ડીવાઈસીસએ અનુસરવું રહે છે. પરંતુ આ નિયમોનો સ્પષ્ટપણે ભંગ થયો હતો.
3 – કાયદા પ્રમાણે વેન્ટીલેટર સી અને ડી કેટેગરીમાં આવે છે અને એ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયાના લાયસન્સની જરૂર પડે છે. કેન્દ્ર સરકારે તેનો પરવાનો આપ્યો ન હોવા છતાં રાજ્ય સરકારે તેને કઈ રીતે મંજૂરી આપી દીધી ?
4 – કેન્દ્ર સરકાર પાસેથી લાયસન્સ મેળવવા વેન્ટીલેટરની પર્ફોમન્સ ટ્રાયલ માટે એથિકસ સમીતી સમક્ષ ચીફ ઈન્વેસ્ટીગરે ટ્રાયલ વિષે, દર્દીઓની સંખ્યા બાબતે અને દર્દીઓની તબીબી હાલત મામલે પ્રેઝન્ટેશન આપવું પડે છે. તે કોણે આપ્યું હતું જે અંગે રૂપાણી સરકાર મૌન કેમ છે ?
5 – જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ધમણ-1ને ડીસીજીઆઈનું લાયસન્સ મળ્યું નથી. માત્ર એક દર્દી પર પર્ફોમન્સ ટ્રાયલ લેવામાં આવી હતી. જો તેના માલિક આવું કહેતાં હોય તો સરકારને શું ઉતાવળ હતી.