ગુજરાત સરકારની શાળા પ્રવેશ, પાણી, પ્રવાસ, યાત્રાની 5 યોજના પણ પરિણામ સારા નહીં
गुजरात सरकार की 5 योजनाएं, स्कूल में दाखिले, पानी, यात्रा, धार्मिक यात्रा के परिणाम अच्छा नहीं
5 schemes of Gujarat for school admission, water, travel, even travel, result not good
અમદાવાદ, 8 જૂન 2022
23થી 25 જૂન 2022 દરમિયાન શાળા પ્રવેશોત્સવ થશે. મંત્રીમંડળના સભ્યો, સંસદ સભ્યો, ધારાસભ્યો, આઈએએસ તથા આઈપીએસ અદિકારીઓ, અધિકારીઓ જિલ્લા મથકોએ કાર્યક્રમ યોજાશે. તેઓ દિવસની ત્રણ પ્રાથમિક શાળાની મુલાકાત લઇ ભૂલકાઓને પ્રવેશ અપાવશે. બાળકો નામાંકનની સ્થિતિ, ઓનલાઈન હાજરીની સમીક્ષા, ગુણોત્સવ-2.0ના પરિણામોની સમીક્ષા, એકમ કસોટી અને સત્રાંત કસોટીની સમીક્ષા, લર્નિંગ લોસ સંદર્ભે સમયદાનમાં થયેલ કામગીરી, કોરોનાકાળમાં શિક્ષણ માટે થયેલ ઓનલાઇન/ ઓફલાઇન કામગીરી, શાળાઓ તથા કલસ્ટરના ડ્રોપ આઉટની સમીક્ષા, મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરાશે.
શિક્ષણ
લીંબાયત, વરાછા, જશદણ, બગસરા અને પાલીતાણા ખાતે બિન આદિજાતિ વિસ્તારમાં નવી સરકારી કોલેજો શરૂ કરાશે. પાલનપુર અને મહેસાણા ખાતે નવી સૈનિક સ્કૂલ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે, જેમાં પાલનપુર ખાતે બનાસડેરીમાં અને મહેસાણા ખાતે દૂધસાગર ડેરીમાં આ સૈનિક સ્કૂલ શરૂ કરવામાં આવશે. આ સૈનિક સ્કૂલમાં CBSC અભ્યાસક્રમ મુજબ શિક્ષણ કાર્ય અને સૈનિક તાલીમ આપવામાં આવશે.
પાણી
સુજલામ સુફલામ જળ અભિયાન 2022માં 18790 કામો થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ કામો ચાલુ વર્ષે થયા છે. જેના થકી 20.48 લાખ માનવદિન રોજગારીનુ નિર્માણ કરાયુ છે. જેમા 10,190 ચેક ડેમ અને તળાવો ઉડા કરાયા છે. 487 તળાવો તથા ચેકડેમ બનાવાયા છે. અભિયાનથી જળસંગ્રહમાં 23000 લાખ ઘન ફૂટનો વધારો થશે. ઉપરાંત 23000 લાખ ઘન ફૂટ ખોદકામમાંથી ખેડૂતો માટે માટીનો વપરાશ થયો છે.
પ્રવાસ
જમ્મુ-કાશ્મીર રાજ્યના લેહ-લદ્દાખ ખાતે જૂનમાં યોજાતી સિંધુ દર્શન યાત્રા માટે ગુજરાત દ્વારા યાત્રિક દીઠ રૂ.15 હજારની આર્થિક સહાય આપે છે. અત્યાર સુધી 751 યાત્રિકોને આર્થિક સહાય પેટે કુલ રૂ.1.12 કરોડ ચૂકવવામાં આવ્યા છે.
યાત્રા
ગુજરાતમાં વરિષ્ઠ નાગરિકો 60 વર્ષ કે તેથી વધુ વયના 30 લોકોના જૂથને ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરવા સહાય મળે છે. એસ.ટી બસના નોન એ.સી બસના નોન એ.સી. સુપર બસ અથવા એસ.ટીની મીની બસના ભાડાની 50 ટકા રકમ રાજ્ય સરકાર આપે છે. અત્યાર સુધીમાં કુલ 1799 બસો મારફતે 89891 યાત્રાળુઓને સહાય કરી છે.
આ 5 યોજના સરકારની એવી છે કે તેમાં યાત્રાને બાદ કરતાં સારા પરિણામો મળ્યા નથી. સરકાર પ્રજાના પૈસાની બરબાદી કરી રહી છે.
ગુજરાતી
English





