દેશભરમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીની વચ્ચે આમ આદમીના વધરાનો બોજો નખાયો છે ઉનાળાની આ ગરમીમાં સિંગતેલના ભાવ ગૃહિણીઓના બજેટને આગ લગાવશે. કારણકે, બજારમાં સિંગતેલના ભાવમાં વધારો ઝિંકાયો છે. 15 કિલોના સિંગતેલના એક ડબ્બા પર 30 રૂપિયાનો વધારો ઝિંકાયો છે. 15 કિલોના નવા સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા સતરસો 10 રૂપિયાએ પહોંચ્યો છે. લુઝ બજારમાં ભાવ વધારો થયા બાદ વેપારીઓએ સિંગતેલના ડબ્બે 30નો વધારો કર્યો છે. હજુ તો ગઈકાલે સરકારે સબસીડીવાળા ગેસ સિલિન્ડરમાં વધારો કર્યો હતો અને હવે સિંગતેલમાં પણ ભાવ ભડકે બળતા મોંઘવારી મધ્યમ વર્ગની કમર ભાંગી નાખશે. માત્ર સિંગતેલ જ નહિ પબ્લિક સેક્ટરની ઓઇલ કંપનીઓએ રસોઇ ગેસના ભાવમાં પણ વધારો કર્યો છે. સબસિડીવાળા સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 0.28 અને મુંબઇમાં 0.29 પૈસા વધી ગયા છે. તો સાબસિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવ દિલ્હી અને મુંબઇમાં 6 રૂપિયા વધી ગયા છે. આગામી એક મહિના સુધી આ ભાવ યથાવત રહેશે. નવા ભાવ દિલ્હીમાં ગેસ સિલિન્ડરના ભાવ 496.14 રૂપિયા પ્રતિ સિલિન્ડર ચુકવવા પડશે. સાથે જ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 712.50 રૂપિયા હશે. તમને જણાવી દઇએ કે 1 એપ્રિલથી પણ રસોઇ ગેસના ભાવ વધારવામાં આવ્યા હતા. એપ્રિલમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં પણ 25 પૈસાનો સામાન્ય વધારો કર્યો હતો. એલપીજીની સાથે સાથે ATFની કિંમતમાં પણ વધારો થયો છે.આ ઉપરાંત કેરોસીનમાં પણ પ્રતિ લિટર વધોરો થયો છે.શહેરમાં સિંગતેલના ભાવમાં છેલ્લા 3 દિવસમાં રૂપિયા 30નો વધારો કરી દેવામાં આવ્યો છે. એક તરફ ખેડૂતોને મગફળીના અપૂરતા ભાવ મળી રહ્યા છે. બીજી તરફ સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલના ભાવમાં 15 કિલોએ 3૦થી 4૦ રૂપિયાનો વધારો થતા ભાવ આજે 1700ને પાર કરી ગયો છે.
2017-18માં ઓછા વરસાદના કારણે 15 લાખ ટન મગફળીનું ઉત્પાદન સામે આવી રહ્યું છે. સરકાર પાસે ગત વર્ષની જૂની ૩ લાખ ટન મગફળી જેટલો જથ્થો પડેલ છે. કુલ મળી આ વર્ષે 19 લાખ ટન મગફળી છે. એટલે કે ગત વર્ષની સરખામણી એ 50 % ઓછી મગફળી હોવાથી સિંગતેલના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે