અમદાવાદ મહાનગર પાલિકાના – અમપા કમીશ્નરે જુલાઈ મહીનામાં “જેટ” માટે મહત્તમ રૂ.પાંચ હજાર વસુલાતની મર્યાદા દંડ નકકી કરવામાં આવ્યો છે. “જેટ” ની મર્યાદા કરતા વધુ રકમ વસુલાતની સત્તા જુદી-જુદી કક્ષાના અધિકારીઓને સોપવામાં આવી છે. જેમાં ડે.મ્યુનિ. કમીશ્નરને રૂ.દસ લાખ સુધીની સત્તા આપવામાં આવી છે.
અમપા કમીશ્નરે જાહેર કરેલા પરીપત્ર માં અત્યંત ચતુરાઈપૂર્વક “દંડ” શબ્દના સ્થાને વહીવટી ચાર્જનો ઉલ્લેખ કર્યા છે. “જેટ” અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા વસુલ કરવામાં આવતા દંડી વહીવટી ચાર્જ અને રાજય સરકારે ર૦૧પમાં જાહેર કરેલ સમાધાન શુષ્ક વહીવટી ચાર્જની રકમમાં મોટો તફાવત જાવા મળે છે.
રાજય સરકાર કરતા અનેકગણી વધુ રકમ નાગરીકો પાસેથી લેવામાં આવી રહી છે.
શહેરમાં ગંદકી ફેલાવવા દબાણ કરવા, થુંકવા માટે કે પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉત્પાદન-વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવા માટે “જેટ”ની રચના કરવામાં આવી છે.
સામાન્ય નિયમ મુજબ આ પ્રકારના દંડ કે ચાર્જ વસુલ કરવા માટે સ્ટેન્ડીંગ કમીટી તથા રાજય સરકારની મંજુરી જરૂરી છે. જી.પી. એમ.સી. એકટમાં આ પ્રકારના ગુના બદલ ખૂબ જ નજીવી રકમનો દંડ લેવાનો ઉલ્લેખ છે. જયારે કમીશ્નરે રૂ.દસ લાખ સુધી વહીવટી ચાર્જ લેવાની જાહેરાત કરી છે. કમીશ્નરે એકટની કઈ કલમ મુજબ આ જાહેરાત કરી છે. ર૦૧પના સરકારી ગેઝેટમાં વહીવટી ચાર્જ પેટે રૂ.પ૦ હજારની વધુ રકમની જાગવાઈ નથી.
જાહેરમાં કચરો ફેકવા બદલ રૂ.એક હજારની વસુલાત કરવાની સતા “જેટ”ને આપી છે. સરકારના પરીપત્ર માં સ્વચ્છ જગ્યાએ કચરો જમા કરવા માટે રૂ.પ૦૦ સમાધાન શુલ્ક પેટે લેવાની જાગવાઈ છે. “જેટ”ના પરીપત્રમાં રહેણાંક વિસ્તારમાં કચરો નાંખવા માટે રૂ.બે હજાર વસુલે છે.
જાહેરમાં ગમે ત્યાં થુંકનાર,પેશાબ કે શૌચ કરનાર વ્યકિત પાસેથી રૂ.૧૦૦ નો દંડ લેવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારી પરીપત્રમાં તેના માટે રૂ.પ૦ સમાધાન શુલ્ક પેટે લેવાની જાગવાઈ છે. ખુલ્લામાં કચરો બાળવા માટે રહેણાંક એકમો પાસેથી ઓછામાં ઓછા રૂ.રપ૦ તથા કોર્મશીયલ એકમો પાસેથી ઓછામાં ઓછો રૂ.એક હજાર વસુલ કરવાની જાહેરાત કરી છે.
રાજય સરકારના પરીપત્રમાં કચરાનું ખુલ્લામાં દહન કરનાર પાસેથી રૂ.રપ૦ સમાધાન શુલ્ક પેટે લેવાની ભલામણ છે. જયારે વહીવટી ચાર્જ પેટે વધુમાં રૂ.પાંચ હજારની લેવાની જાગવાઈ છે. “જેટ” ના પરીપત્રમાં આ પ્રકારના ગુના માટે ઉચ્ચ અધિકારીઓની મરજી મુજબ રૂ.દસ લાખ સુધી દંડ થઈ શકે છે. ગટરના ગેરકાયદેસર જાડાણ બદલ રૂ.એક લાખ નો દંડ લેવામાં આવે છે.
સરકારના ગેઝેટ મુજબ ડ્રેનેજના અનઅધિકૃત જાડાણ માટે સમાધાન શુલ્ક પેટે રૂ. પ૦૦ વસુલ કરવાની જાગવાઈ છે. જયારે વહીવટી ચાર્જ પેટે વધુમાં વધુ રૂ.૪૦૦૦ ની જાગવાઈ કરવામાં આવી છે. “જેટ”પરીપત્રમાં રોડ પર ઘાસચારાના વેચાણ માટે રૂ.પ૦૦ ની જાગવાઈ કરવામાં આવી છે. સરકારના પરીપત્રમાં તેના માટે રૂ.ર૦૦ સમાધાન શુલ્ક પેટે લેવાની ભલામણ કરી છે.મ્યુનિ. કમીશ્નરે કન્સ્ટ્રકશન અને ડીમોલેશન વેસ્ટ નાંખવા માટે રહેણાંક એકમો પાસેથી રૂ.બે હજાર અને કોર્મશીયલ એકમો પાસેથી રૂ.પાંચ હજાર લેવાની જાહેરાત કરી છે.
જેમાં ઉચ્ચ અધિકારી દંડની રકમમાં વધારો કરી શકે છે. સરકારના પરીપત્ર મુજબ બાંધકામના કચરા (ડીમોલેશન વેસ્ટ) ને બિન-નિર્ધારિત સ્થળે જમા કરવા બદલ રૂ.૧૦૦ (સમાધાન શુલ્ક) તથા રૂ.એક હજાર (વહીવટી ચાર્જ) પેટે લેવાની ભલામણ કરવામાં આવી છે. “જેટ” ની જેમ મેલેરિયા વિભાગ દ્વારા પણ રૂ.પ૦ હજાર કે રૂ.૧ લાખના દંડ લેવામાં આવી રહયા છે.
સરકારી ગેઝેટમાં જણાવ્યા મુજબ બાંધકામના સ્થળોમાં રોગ વાહકોના ઉછેર (સંવર્ધન) બદલ વધુમાં વધુ રૂ.દસ હજાર વહીવટી ચાર્જ પેટે લેવાની ભલામણ છે. સદ્દર બાંધકામ એક હજાર ચો.મી. કરતા ઓછું હોય તો વહીવટી ચાર્જની રકમમાં ઘટાડો પણ થાય છે.
સરકારી ગેઝેટ અને જી.પી.એમ.સી. એકટમાં દંડ કે વહીવટી-ચાર્જ પેટે જે રકમ વસુલ લેવાની ભલામણ કરવામાં આવી છે.
તેના કરતા અનેકગણી વધુ રકમ વસુલ કરવાની જાહેરાત “જેટ”ના પરીપત્રમાં કરવામાં આવી છે. મ્યુનિ. કમીશ્નર જીપીએમસી એકટની દુહાઈ આપી રહયા છે. પરંતુ એકટની કલમ કે પેટા કલમ જાહેર કરતા નથી.
એકટમાં આ મુજબ પરીપત્ર જાહેર કરવા કે દંડ લેવા માટે સ્ટેન્ડીંગ કમીટીની મંજુરી જરૂરી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. જેનો અમલ થયો નથી.“જેટ”ના મુદ્દે રાજય સરકાર અને સ્ટેન્ડીંગ કમીટીને કોરાણે મુકીને કમીશ્નરે મનમાની કરી છે. તેમ નિષ્ણાતો માની રહયા છે.