500 મિલર-ઉત્પાદકોનો ‘નાફેડ’ની મગફળી ખરીદવા ઇનકાર

સરકારે ટેકાના ભાવે ખરીદીને ગોદામોમાં સંઘરી રાખેલી મગફળીમાંથી જે 5 લાખ ટન જેટલો જથ્થો હજુ પડ્યો રહ્યો છે, તેનું ભાવિ હે અધ્ધરતાલ થઇ ગયું છે કેમ કે ‘નાફેડ’ની અવ્યવહારૂની નીતીઓ સામે મિલરો-વેપારીઓએ કરેલી ફરિયાદનો ઉકેલ ન આવતાં અને ઉપરથી નવી વાહિચાત પધ્ધતિ દાખલ કરાતા “સોમા એ તે મગફળી ખરીદીનો બહિષ્કાર જાહેર કરી દીધો છે.
સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિએશન (સોમા)એ ટેકાવાળી મગફળી ખરીદીનો વિધિવત બહિષ્કાર કર્યો છે. આ વિશે ‘સોમા’ તરફથી જણાવાયું છે કે નાફેડ દ્વારા બેઇઝ રેઇટ નક્કી કરવાનું બંધ કરીને વેપારીઓ ટેન્ડર ભરે એ પધ્ધતિ દાખલ કરાઇ છે તેમાં સાચા ભાવનો તરત ખ્યાલ નથી આવતો, બીજા દિવસે ખબર પડે છે.
દસેક દિવસ પહેલાં નાફેડના અમદાવાદ અને દિલ્હીના અધિકારીઓએ રાજકોટ દોડી આવી મિલરો તથા વેપારીઓને મગફળી ખરીદવા કાલાવાલા કર્યા ત્યારે તેમને સરકારી ઢબથી પડતી તકલીફો વિશે ફરિયાદ કરાઇ હતી.
પેમેન્ટ કરી દેવા છતાં ડિલીવરી મોડેથી મળવી, બિલ મોડા મળવાથી જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી, ગોદામ ડિપરોની ગેરહાજરી સહિતના કારણે
લિસ્ટિંગ મોડું થતું હોવા છતાં ખરીદારોને પેનલ્ટી, ફોન-ઇમેલના જવાબ ન મળવા વગેરે લેખિત અપાયું હતું.
10 દિવસમાં આ ફરિયાદનો નિકાલ તો ન થયો, ઉપરાંત નવી પધ્ધતિ લદાતા રોજ કેટલું વેંચાણ થયું અને ક્યાંથી માલ મળ્યો તે વિગત આપવાનું પણ બંધ કરાયું તેનાથી ખરીદારો ધૂંધવાયા છે. સોમાએ જાહેર કર્યુ છે કે 500 જેટલા મિલરો-સિંગદાણા ઉત્પાદકો હવે નાફેડની આ મગફળી ખરીદવાથી અળગા રહેશો.